Get The App

યુરોપમાં સ્થાયી થવાનું સપનું થશે પુરૂ! હંગેરીમાં માત્ર ઘર ખરીદી મેળવો કાયમી વસવાટની મંજૂરી

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
યુરોપમાં સ્થાયી થવાનું સપનું થશે પુરૂ! હંગેરીમાં માત્ર ઘર ખરીદી મેળવો કાયમી વસવાટની મંજૂરી 1 - image


Hungary PR Visa Option: જો તમે યુરોપના કોઈ સુંદર શહેરમાં સ્થાયી થવાનું સપનું ધરાવતા હોવ તો તે હવે પૂરૂ થઈ શકે છે. ઐતિહાસિક સુંદરતા અને શાંત માહોલ માટે લોકપ્રિય હંગેરી ભારતીયો સહિત નોન-યુરોપિયન લોકો માટે એક આકર્ષક તક લઈ આવ્યું છે. જ્યાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરી કાયમી વસવાટનો લાભ મેળવી શકો છો.

યુરોપના અન્ય દેશોની તુલનાએ હંગેરીમાં પ્રોપર્ટી ખરીદવી સસ્તી અને સરળ છે. હંગેરીમાં માત્ર એક ઘર ખરીદવાથી પ્રોપર્ટીની સાથે સાથે સમગ્ર યુરોપમાં રહેવાની આઝાદી મળે છે. હંગેરી સરકાર ભારતીયો સહિત અન્ય વિદેશી નાગરિકોને સ્થાયી થવાની તક આપે છે. અહીં ઘર ખરીદવા પર પરમિનન્ટ રેસિડેન્સી કાર્ડ મળે છે. જેની મદદથી તમે હંગેરીમાં કાયમી વસવાટ કરી શકો છો, કામ કરી શકો છો, તેમજ અભ્યાસ પણ કરી શકો છો. 

યુરોપમાં સ્થાયી થવાનું સપનું થશે પુરૂ! હંગેરીમાં માત્ર ઘર ખરીદી મેળવો કાયમી વસવાટની મંજૂરી 2 - image

Image: Envato, Hungary Parliament 


આ રીતે કરો ખરીદી

 નેશનલ રેસિડેન્ટ કાર્ડઃ હંગેરીમાં વસવાટ કરવાનું પ્રથમ પગલું છે નેશનલ રેસિડેન્શિયલ કાર્ડ. હંગેરીમાં વસવાટ કરવા માટે તમે આ કાર્ડ માટે અપ્લાય કરી શકો છો. જેની અમુક શરતોનું પાલન કરવાનું રહે છે. જેના માટે તમારે હંગેરીમાં ઓછામાં ઓછા 3 વર્ષ સુધી વસવાટ કરવો પડશે. જો તમે હંગેરીના નાગરિક સાથે લગ્ન કર્યા હોય તો આ સમયગાળો 2 વર્ષનો રહેશે. 

આર્થિક સ્થિતિઃ હંગેરીમાં વસવાટ માટે તમારી પાસે પર્યાપ્ત મૂડી હોવી જરૂરી છે. તેમજ સ્થાનિક ખર્ચ કરવા માટે પણ મૂડીની જરૂર પડશે. વધુમાં તમારી પાસે મેડિકલ ઈન્સ્યોરન્સ હોવો જોઈએ, તેમજ ગુનાહિત કોઈ પ્રવૃત્તિમાં સંકળાયેલા હોવા જોઈએ નહીં. 

આ પણ વાંચોઃ ભારતીયો ઓમાનના આ શહેરમાં સરળતાથી ખરીદી શકે છે પ્રોપર્ટી, જાણો શું છે નિયમો

પરીક્ષાઃ હંગેરીની સંસ્કૃતિ અને ભાષા સાથે સંબંધિત એક નાનકડી પરીક્ષા તમારે પાસ કરવાની રહેશે. વિદેશીઓને ત્રણ વખત આ પરીક્ષા આપવાની તક મળે છે. જે પાસ કરવી આવશ્યક છે. આ નેશનલ રેસિડેન્શિયલ કાર્ડ 10 વર્ષ સુધી માન્ય ગણાય છે. 

યુરોપિયન યુનિયન રેસિડેન્ટ કાર્ડ

જો તમે હંગેરીમાં પાંચ વર્ષ સુધી વસવાટ કર્યો હોય તો તમે યુરોપિયન યુનિયન રેસિડેન્ટ કાર્ડ માટે અરજી કરી શકો છો. આ કાર્ડ સાથે તમે માત્ર હંગેરી જ નહીં, પણ સમગ્ર યુરોપમાં ક્યાંય પણ રહેવાની મંજૂરી આપે છે.તેના માટે તમારે આવાસ, આવક અને સ્વાસ્થ્ય વીમા સંબંધિત શરતોનું પાલન કરવુ પડશે. સાથે હંગેરિયન સંસ્કૃતિ સાથે જોડાયેલી પરીક્ષા પાસ કરવાની રહેશે. આ કાર્ડને દર 10 વર્ષે રિન્યૂ કરાવી શકો છો.

યુરોપમાં સ્થાયી થવાનું સપનું થશે પુરૂ! હંગેરીમાં માત્ર ઘર ખરીદી મેળવો કાયમી વસવાટની મંજૂરી 3 - image

Tags :