Get The App

કેનેડામાં એક્સપ્રેસ એન્ટ્રી માટે હવે આટલુ ફંડ બતાવવુ પડશે, 28 મેથી નવા ફેરફારો લાગૂ

Updated: May 20th, 2024


Google NewsGoogle News

કેનેડામાં એક્સપ્રેસ એન્ટ્રી માટે હવે આટલુ ફંડ બતાવવુ પડશે, 28 મેથી નવા ફેરફારો લાગૂ 1 - image

Image: FreePIk


Canada Express Entry: કેનેડામાં એક્સપ્રેસ એન્ટ્રી મારફત PR મેળવવા માગતા લોકોએ હવે નવા નિયમો અનુસાર રૂ. 9 લાખ (CAD 14690)સુધીનું ફંડ દર્શાવવુ પડશે.ઈમિગ્રેશન, રેફ્યુજી, એન્ડ સિટિજનશીપ કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી માટે ફંડની નવી મર્યાદા 28 મે, 2024થી લાગૂ થવાની છે. જે ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ (FSWP) અને ફેડરલ સ્કીલ્ડ ટ્રેડ્સ પ્રોગ્રામ (FSTP) દ્વારા અરજી કરનારા ઉમેદવારોને અસર કરે છે. 

પ્રોફાઈલ અપડેટ કરવી પડશે

કેનેડા એક્સપ્રેસ એન્ટ્રી પૂલમાં સામેલ ઉમેદવારોએ 27, 2024 સુધીમાં ફંડિંગની નવી જરૂરિયાતો અનુસાર, નવા પુરાવા સાથે તેમની પ્રોફાઈલ અપડેટ કરવી પડશે. પ્રોફાઈલ અપડેટ કરવાથી પૂલમાં તેમના રેન્ક પર કોઈ અસર થશે નહીં. ફંડનો પુરાવો એ ઇમિગ્રેશન પ્રક્રિયાનો એક નિર્ણાયક ઘટક છે, તે સુનિશ્ચિત કરે છે કે ઉમેદવારો પાસે કેનેડામાં આગમન પર પોતાને અને તેમના પરિવારોને ટેકો આપવા માટે પર્યાપ્ત નાણાકીય સંસાધનો છે.

વર્ક પરમિટ હોય તો ફંડ દર્શાવવુ જરૂરી નથી

ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ (FSWP) અને ફેડરલ સ્કીલ્ડ ટ્રેડ્સ પ્રોગ્રામ (FSTP) હેઠળ અરજી કરતા ઉમેદવારો માટે ફંડનો પુરાવો એ મુખ્ય આવશ્યકતા છે. જો કે, જો અરજદાર પાસે કેનેડા માટે માન્ય જોબ ઓફર અને વર્ક પરમિટ હોય, તો તેમને આ જરૂરિયાતમાંથી મુક્તિ આપવામાં આવે છે. વધુમાં, એક્સપ્રેસ એન્ટ્રીમાં કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ (CEC)ના ઉમેદવારોએ ફંડનો પુરાવો આપવાની જરૂર નથી.

જો ફંડના પુરાવાની જરૂર ન હોય, તો ઉમેદવારોએ એક લેટર અપલોડ કરવો આવશ્યક છે જેમાં જણાવવુ પડશે કે, તમારી પાસે માન્ય વર્ક ઓફર છે અથવા તમે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ હેઠળ અરજી કરી રહ્યાં છે. અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આ દસ્તાવેજ ફરજિયાત છે. એક કેનેડેયિન ડોલર અર્થાત આજનો રૂ. 61.16 છે.

28 મે, 2024થી અમલી બનેલી સેટલમેન્ટ ફંડ જરૂરિયાતો

  • એક અરજદાર માટે, જરૂરી રકમ CAD 14,690 (અગાઉ CAD 13,757)
  • બે વ્યક્તિના પરિવાર માટે ફંડની જરૂરિયાત CAD 18,288 (અગાઉ CAD 17,127)
  • ત્રણ લોકોના પરિવાર માટે CAD 22,483 (અગાઉ CAD 21,055)
  • ચાર લોકોના કુટુંબ માટે CAD 27,297 (અગાઉ CAD 25,564)
  • પાંચ લોકોના પરિવાર માટે CAD 30,690 (અગાઉ CAD 28,994) છે.
  • છ લોકોના પરિવાર માટે, તે CAD 34,917 (અગાઉ CAD 32,700) છે.
  • સાત લોકોના પરિવાર માટે, નવી રકમ CAD 38,875 (અગાઉ CAD 36,407) છે.
  • સાતથી વધુ સભ્યો ધરાવતા પરિવારો માટે, દરેક વધારાના સભ્યને CAD 3,958 (અગાઉ CAD 3,706)ની જરૂર છે.


Google NewsGoogle News