આફ્રિકાના મોઝામ્બિકમાં ગુજરાતી બિઝનેસમેનનું બંદૂકની અણી પર અપહરણ


અમદાવાદ, તા. 20 ફેબ્રુઆરી, 2022, રવિવાર

આફ્રિકાના મોઝામ્બિકમાં તા. 12 ફેબ્રુઆરીના રોજ 58 વર્ષીય મૂળ ગુજરાતી એવા બિઝનેસમેન ભરત ચાવડાનું બંદૂકની અણીએ અપહરણ કરવામાં આવ્યુ હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્થાનિક ગેંગના સભ્યોને વેપારીનું અપહરણ કરતા જોઈ શકાય છે. આ સઘળી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં ભરતભાઈ Keyeebe Bottle Stor ખાતે કર્મચારીઓ સાથે વ્યવસાયિક વાત કરતા હતા તે સમયે 4 જેટલા અપહરણકાર પિસ્તોલ સાથે ઘૂસ્યાં હતા અને ભરતભાઈ તરફ પિસ્તોલ તાકીને તેમનું અપહરણ કરી ઉઠાવી જતા કર્મચારીઓ ડઘાઈ ગયા હતા અને ત્યાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. આ ઘટનાને કારણે ભારતીય સમુદાયમાં ચિંતા અને ડરનો માહોલ છે કારણ કે, અપહરણકર્તાઓએ હજુ સુધી પરિવારનો સંપર્ક કર્યો નથી. અપહ્યત વેપારીના મિત્ર આણંદ આત્મીય બિલ્ડકોન ભાવેશ સુતરિયાએ આ અંગે આણંદના મિતેશ પટેલ અને ગુજરાત સરકારને મદદ માટેની રજૂઆત કરી છે. આ ઘટના અંગે ભાવેશ સુતરિયાએ જણાવ્યું કે, ભારતીય સમુદાયના નાગરિકો 4-5 પેઢીથી આફ્રિકામાં સ્થાયી થયેલા છે. મોઝમ્બિક દેશના વિકાસમાં ભારતીય સમુદાયનો મહત્તમ ફાળો છે.

મોઝામ્બિક સ્થિત કુટુંબીજનો અને ગુજરાતમાં રહેતા મિત્રો વેપારીની તબીબી સ્થિતિ અંગે ચિંતિત છે. આ ઘટના અંગે રાજ્ય અને સરકાર પોતાના રાજદ્વારી સંબંધોનો યોગ્ય ઉપયોગ કરીને આફ્રિકા ખંડમાં વસતા તમામ ભારતીયોને સુરક્ષિતતાની પ્રતીતિ કરાવે તે જરૂરી બન્યું છે.  

City News

Sports

RECENT NEWS