Canada Immigration Policy 2026-2028: કેનેડામાં જઈને સ્થાયી થવા, અભ્યાસ કરવા કે કમાણી કરવા ઈચ્છુક ભારતીયો માટે આ મહત્ત્વપૂર્ણ સમાચાર છે, કારણ કે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ભારતમાંથી કેનેડા જાય છે.
કેનેડાએ તેના બજેટમાં 2026 થી 2028 સુધીની નવી ઇમિગ્રેશન લેવલ્સ પ્લાન બહાર પાડ્યો છે. આ યોજના મુજબ, આવનારા બે વર્ષમાં 33,000 વર્ક પરમિટ ધારકો કાયમી નિવાસ (PR) મેળવી શકશે. આ ફેરફાર એવા સમયે જાહેર કરાયો છે જ્યારે કેનેડા વર્ક પરમિટ અને સ્ટડી વિઝા જેવા અસ્થાયી પ્રવાસીઓની સંખ્યા ઘટાડવા પર ભાર મૂકી રહ્યું છે.
ભારત પર તેની અસર
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો સૌથી મોટી વિદેશી વસ્તી છે. 2025માં જે ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ થયા હતા, તેમના માટે આ યોજનામાં મિશ્ર અસર જોવા મળી રહી છે.
- નવી નીતિ મુજબ, સ્ટુડન્ટ વિઝાની તકો ઘટશે, કારણ કે 2026માં માત્ર 1.55 લાખ વિદ્યાર્થીઓને જ મંજૂરી આપવામાં આવશે, જે 2025ની સરખામણીમાં લગભગ અડધા છે. એટલે કે, જો કોઈ ભણવાના રસ્તે કેનેડામાં સ્થાયી થવાની રાહ જોઈ રહ્યું છે, તો હવે આ સફર મુશ્કેલ બનશે.
- જે લોકો પહેલેથી કેનેડામાં કામ કરી રહ્યા છે, તેમને હવે પીઆર (PR)માં રૂપાંતરિત થવાનો સીધો રસ્તો મળી શકે છે. કેનેડા સરકાર હવે અસ્થાયી વિઝાની સંખ્યા ઘટાડીને કાયમી અને કુશળ પ્રવાસીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
- નવા વર્ક પરમિટ પર આવનારા લોકો માટે પણ થોડી મુશ્કેલી વધી છે, કારણ કે કેનેડા સરકારે વર્ક પરમિટ આપવાના લક્ષ્યમાં પણ ઘટાડો કર્યો છે.
- જો કોઈ સીધું જ કાયમી નિવાસ (PR) મેળવીને આવે છે, તો તેમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. સરકારે આ લક્ષ્યમાં કોઈ ફેરફાર કર્યો નથી.
નવા આંકડા શું કહે છે?
સરકારની યોજના શું છે?
વડાપ્રધાન માર્ક કાર્નીએ સ્પષ્ટ કર્યું કે હવે કેનેડા એવા પ્રવાસીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જે સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરી શકે, ગ્રામીણ અથવા દૂરના વિસ્તારોમાં કામ કરવા તૈયાર હોય અને લાંબા ગાળે કેનેડામાં રહેવાની ઇચ્છા ધરાવતા હોય.
આનું કારણ આપતા સરકારે કહ્યું કે અસ્થાયી પ્રવાસીઓની સંખ્યામાં અસાધારણ વધારો થવાથી હાઉસિંગ, હેલ્થકેર અને જોબ સેક્ટર પર ઘણું દબાણ વધી ગયું હતું.
આ પણ વાંચો: કેેનેડામાં શિફ્ટ થવા માગતાં લોકો માટે મહત્ત્વનો છે CRS,જાણો તેના તમામ પાસાંઓ
ભારતીય યુવાનો માટે શું સંકેત છે?
જે લોકો પહેલેથી વર્ક પરમિટ અથવા પીજીડબ્લ્યુપી (PGWP) પર કેનેડામાં છે. તેમના માટે PRનો રસ્તો હવે થોડો સરળ થશે. પરંતુ જે નવા વિદ્યાર્થીઓ કેનેડા આવવાનું વિચારી રહ્યા છે, તેમને હવે સીટો અને વિઝા બંને સીમિત મળશે.
આ પગલું કેનેડાના ગુણવત્તા-આધારિત પ્રવાસ મોડેલ તરફ એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. કેનેડા હવે 'ઓછા પરંતુ યોગ્ય પ્રવાસી' નીતિ તરફ આગળ વધી રહ્યું છે.


