Get The App

અમેરિકામાં મોટેલ બહાર જ ગુજરાતીની ગોળી મારી હત્યા, આરોપીની ધરપકડ; વતનમાં શોકનો માહોલ

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકામાં મોટેલ બહાર જ ગુજરાતીની ગોળી મારી હત્યા, આરોપીની ધરપકડ; વતનમાં શોકનો માહોલ 1 - image


Gujarati Killed In America : અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. જેના સીસીટીવી ફુટેઝ પણ સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે, અમેરિકાના પેન્સિલવેનિયાના પિસ્તબર્ગ ટાઉનમાં મોટેલનો વ્યવસાય કરતાં 50 વર્ષીય વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ફાયરિંગની ઘટનાને લઈને સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી. જ્યાં હત્યાના બનાવને લઈને મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા

મળતી માહિતી મુજબ, મૂળ સુરતના બારડોલી તાલુકાના રાયમ ગામના વતની રાકેશ પટેલ છેલ્લા ઘણાં અમેરિકામાં સ્થાયી થયા હતા અને મોટેલ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 3 ઓક્ટોબરના રોજ રાકેશ પટેલ તેમની મોટેલ બહાર ઊભા હતા, ત્યારે કસ્ટમર તરીકે આવેલા એક શખ્સે તેમની પર ફાયરિંગ કર્યું હતું. જેમાં રાકેશનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનામાં જૂની અદાવતમાં હત્યા કરી હોવાની આશંકા છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો: અમેરિકામાં વધુ એક ભારતીય યુવકની હત્યા, ગેસ સ્ટેશન પર હુમલો; પરિવાર આઘાતમાં

સમગ્ર ઘટના શુક્રવાર (3 ઓક્ટોબર, 2025)ની સવારની છે. 25 વર્ષીય ચંદ્રશેખરે હૈદરાબાદમાં BDSની ડિગ્રી મેળ્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાના ડલાસ ગયો હતો. જ્યાં તે શિક્ષણ મેળવવાની સાથે એક ગેસ સ્ટેશન પર પાર્ટ-ટાઈમ નોકરી પણ કરતો હતો. મળતી માહિતી મુજબ, ઘટનાની સવારે કેટલાક લૂંટારુઓ ગેસ સ્ટેશનમાં ઘૂસી આવ્યા હતા અને લૂંટફાટના ઈરાદે ગોળીબાર કર્યો હતો. જેમાં ચંદ્રશેખરને છાતીના ભાગે ગોળી વાગી ગઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચંદ્રશેખરને સારવાર અર્થે હોસ્પિટલ જતાં દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને ડલાસ પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.

Tags :