Two Indian Origin Died In USA: અમેરિકામાં કાર અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. ન્યૂયોર્કના કોન્સ્યુલેટે આ અંગે માહિતી આપી હતી. મૃતકની ઓળખ માનવ પટેલ અને સૌરવ પ્રભાકર તરીકે થઈ છે. બંને વિદ્યાર્થીઓ ક્લેવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં હતાં.
કોન્સ્યુલેટે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમે તેમના પરિવારના આ કપરાં સમયમાં તેમની સાથે છીએ. અમે તેમના પરિવારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
આ પણ વાંચોઃ BIG NEWS: CBSE બોર્ડ ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર, વિદ્યાર્થિનીઓએ બાજી મારી
વૃક્ષ સાથે અથડાઈ કાર
પેન્સિલવેનિયાની લેન્કેસ્ટર કાઉન્ટીમાં 10મેના રોજ એક ભયાવહ માર્ગ અકસ્માત થયો હતો. બંને વિદ્યાર્થીઓની પુરઝડપે દોડતી કાર અચાનક રોડ પરથી ઉતરી વૃક્ષ સાથે અથડાઈ હતી. બાદમાં કૂદીને બ્રિજ સાથે અથડાઈ હતી. આ ઘટના પરથી પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે કે, તેમની કાર ઓવરસ્પીડમાં હતી. સૌરવ પ્રભાકર કાર હંકારી રહ્યો હતો. જ્યારે માનવ પટેલ તેની બાજુમાં પેસેન્જર સીટ પર બેઠો હતો. બંનેનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું.
પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું છે કે, બંનેને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. સૌરવ અને માનવની કારમાં તેમનો ત્રીજો મિત્ર પણ હતો. જેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. તેને પણ ગંભીર ઈજાઓ થઈ છે. તે હાલ રિડિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.


