Get The App

BIG NEWS: CBSE બોર્ડ ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર, વિદ્યાર્થિનીઓએ બાજી મારી

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
BIG NEWS: CBSE બોર્ડ ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર, વિદ્યાર્થિનીઓએ બાજી મારી 1 - image


CBSE Result 2025: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)નું ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. CBSEએ સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે ધોરણ 12નું 89.39 ટકા પરિણામ નોંધાયું છે. જે ગત વર્ષના 87.9 ટકા પરિણામ કરતાં વધુ છે. જ્યારે ધોરણ 10નું 93.66 ટકા પરિણામ નોંધાયું છે.

આ પણ વાંચોઃ કાશ્મીરમાં પહલગામ હુમલાના આતંકવાદીઓના પોસ્ટર જાહેર, બાતમી આપનારા માટે 20 લાખનું ઈનામ

આ વર્ષે CBSE એ 7,842 પરીક્ષા કેન્દ્રો અને 26 આંતરરાષ્ટ્રીય સ્થળોએ બોર્ડ પરીક્ષાઓનું આયોજન કર્યું હતું. જેમાં 42 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 24.12 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ના અને 17.88 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12ના હતા. ધોરણ 10ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2025 દરમિયાન લેવામાં આવી હતી. ધોરણ 12ના પેપર 4 એપ્રિલ, 2025ના રોજ પૂર્ણ થયા હતા. બધી શાળાઓએ 14 ફેબ્રુઆરી સુધીમાં પ્રેક્ટિકલ માર્ક્સ સબમિટ કરી દીધા હતા.

ધોરણ-10નું પરિણામ ગતવર્ષની તુલનાએ સુધર્યું

BIG NEWS: CBSE બોર્ડ ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર, વિદ્યાર્થિનીઓએ બાજી મારી 2 - image

આ પણ વાંચોઃ પહલગામ હુમલાથી લઈને સીઝફાયર સુધી... ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર સંસદીય સમિતિને જાણકારી આપશે વિદેશ સચિવ

છોકરીઓ અને ટ્રાન્સજેન્ડરે મારી બાજી

CBSE બોર્ડના 12મા ધોરણના પરિણામમાં ટકાવારી વિશે વાત કરીએ તો, આ વર્ષે પણ છોકરીઓએ બાજી મારી છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી 91.64% છે, જ્યારે છોકરાઓની ટકાવારી 85.70% છે અને ટ્રાન્સજેન્ડરની પાસ થવાની ટકાવારી 100% છે. આ વર્ષનું પરિણામ 2024 કરતાં ઘણું સારું રહ્યું છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી છોકરાઓ કરતાં 5.94% વધુ છે.

ધોરણ 10માં પણ છોકરીઓએ બાજી મારી

સીબીએસઈ ધોરણ 12ની જેમ ધોરણ 10માં પણ છોકરીઓએ બાજી મારી છે. 95 ટકા છોકરીઓ પાસ થઈ છે. જેની સામે 92.63 ટકા છોકરાઓ પાસ થયા છે. ધોરણ 10માં ટ્રાન્જેન્ડરનો પાસિંગ રેશિયો 95 ટકા રહ્યો હતો.


BIG NEWS: CBSE બોર્ડ ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર, વિદ્યાર્થિનીઓએ બાજી મારી 3 - image

Tags :