સ્ટારલિંક : ઈન્ટરનેટ કરતા ડેટા અને સુરક્ષા વધારે મહત્ત્વના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ભારત ઈચ્છે ત્યારે ઈન્ટરનેટ નેટવર્ક કાબુ કરી શકે કે નહીં અથવા તો નાગરિકોના ડેટા સુરક્ષિત છે કે નહીં તેની ખાતરી વગર મસ્કને લીલી ઝંડી ન અપાય
- ડિસેમ્બર ૨૦૨૫ના અંતમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો જાન્યુઆરી ૨૦૨૬માં ઉગ્ર બનતાં સ્થાનિક સરકારે પરંપરાગત ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી હતી. ૨૦૨૬ની શરૂઆતમાં ઈરાનમાં સ્મગલિંગ મારફતે પહોંચેલા આશરે ૫૦,૦૦૦ સ્ટારલિંક ટર્મિનલ્સ ઉપયોગમાં લેવાઈ રહ્યા હતા. ત્યારપછી પ્રદર્શનકારીઓ માટે સ્ટારલિંક બહારની દુનિયા સાથે સંપર્ક સાધવાનું મુખ્ય માધ્યમ બની ગયું : દાણચોરો દ્વારા સ્ટારલિંકનો ઉપયોગ કરવાની ઘટના પણ ભારતમાં બનેલી જ છે. બે વર્ષ પહેલાં આંદામાન નિકોબાર ખાતે દાણચોરો સ્ટારલિંકના ઉપકરણોનો ઉપયોગ કરતા હોવાની અધિકારીઓને જાણ થઈ હતી. ભારતે આ વિશે કંપની પાસે રિપોર્ટ માગ્યો તો કંપનીએ નકારી દીધું હતું. તેણે આંતરરાષ્ટ્રીય કાયદાની વાતો કરી હતી
વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં સ્થાન ધરાવતા એલોન મસ્કની કંપની સ્પેસએક્સની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક મુદ્દે ભારતમાં ઘણો વિવાદ થયો છે. ખાસ કરીને ભારતની સુરક્ષા સાથે જોડાયેલા ઘણા ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ભારતમાં છેવાડાના વિસ્તારો સુધી હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાની ક્ષમતા ધરાવતી આ ટેકનોલોજી કુદરતી આપત્તિઓ દરમિયાન સંચાર વ્યવસ્થા પુન:સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે તેવો દાવો છે પણ તેની સાથે કેટલાક મહત્ત્વના સવાલો પણ જોડાયેલા છે. શું રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે તેના પર આંખ મીંચીને વિશ્વાસ કરી શકાય? શું જરૂર પડયે ભારત સરકાર તેના ઇન્ટરનેટ નેટવર્કને પોતાની શરતો મુજબ બંધ કે ચાલુ કરાવી શકશે? શું તેનાથી ભારતીય યુઝર્સનો સંવેદનશીલ ડેટા સંપૂર્ણપણે દેશના નિયંત્રણમાં રહી શકશે?
આ એવા સવાલો છે જેને અવગણીને કોઈપણ સુવિધા શરૂ કરવાને મહત્ત્વ આપી શકાય નહીં. તાજેતરમાં જાણકારોએ પણ આ જ સવાલોના અનુસંધાનમાં ચેતવણી આપી છે કે સ્ટારલિંક પર વધુ પડતી નિર્ભરતા ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક સ્વતંત્રતા માટે જોખમ ઊભું કરી શકે તાજેતરમાં રજૂ થયેલા અહેવાલોમાં એવો તર્ક છે કે ભારતે સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ માટે કડક નિયમો તો બનાવ્યા છે, પરંતુ આ નિયમો છતાં નેટવર્કના સંચાલન પર આખરી નિયંત્રણ સ્પેસએક્સ પાસે જ રહે છે. ભારત માટે આ જ સૌથી મોટી ચિંતા છે.
સ્ટારલિંક પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષા એટલે કે લો અર્થ ઓર્બિટ (LEO) માં રહેલા ઉપગ્રહોના નેટવર્ક દ્વારા ઇન્ટરનેટ પૂરું પાડે છે. પરંપરાગત સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓની સરખામણીમાં આ ટેકનોલોજી લો લેટન્સી અને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવા માટે વિકસાવવામાં આવી છે. તેની મદદથી એવા દુર્ગમ વિસ્તારોમાં પણ ઇન્ટરનેટ પહોંચાડી શકાય છે જ્યાં મોબાઇલ નેટવર્ક કે ફાઇબર બ્રોડબેન્ડ ઉપલબ્ધ કરાવવું મુશ્કેલ અને ખર્ચાળ છે. એક અહેવાલ અનુસાર, એપ્રિલ ૨૦૨૬ના આંકડા મુજબ સ્ટારલિંકના નેટવર્કમાં ૧૦,૦૦૦ થી વધુ સક્રિય ઉપગ્રહો કાર્યરત હતા. તે સમયે આ સંખ્યા પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેલા કુલ સક્રિય ઉપગ્રહોના લગભગ બે તૃતીયાંશ ભાગ જેટલી હતી. કંપની ભવિષ્યમાં પોતાના નેટવર્કને ૪૨,૦૦૦ ઉપગ્રહો સુધી વિસ્તારવાની યોજના પણ ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે, ભારત માટે આ ટેકનોલોજીનું આકર્ષણ સ્પષ્ટ છે. દુર્ગમ પહાડી વિસ્તારો, સરહદી ક્ષેત્રો અને કુદરતી આપત્તિથી પ્રભાવિત સ્થળોએ તે સંચારનું વૈકલ્પિક માધ્યમ બની શકે છે. પરંતુ કોઈ વિદેશી કંપનીની ટેકનોલોજી પર નિર્ભરતા વધવાની સાથે એ સુનિશ્ચિત કરવું પણ જરૂરી છે કે જરૂર પડયે ભારત પોતાના સુરક્ષા હિતો અનુસાર તેના ઉપયોગને નિયંત્રિત કરી શકે. મહત્ત્વની બાબત એ છે કે, સરકાર સુરક્ષાના કારણોસર કોઈ વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ કરવા માંગે, છતાં ત્યાં સ્ટારલિંકની સેવા ચાલુ રહી જાય. આ ઉપરાંત ભારતને કોઈ કટોકટી, યુદ્ધ કે કુદરતી હોનારત દરમિયાન સંચારની સૌથી વધુ જરૂર હોય અને કંપની પોતાના સ્તરે સેવા બંધ કરી દે અથવા તેની ઉપલબ્ધતા મર્યાદિત કરી નાખે. આ ચિંતા માત્ર સામાન્ય ઇન્ટરનેટ કનેક્શન પૂરતી સીમિત નથી. જો સેના, સુરક્ષા એજન્સીઓ કે આપત્તિ વ્યવસ્થાપન તંત્ર કોઈ મહત્ત્વપૂર્ણ કામગીરી માટે એક જ વિદેશી નેટવર્ક પર અતિશય નિર્ભર થઈ જાય, તો તે નેટવર્કમાં આવતો અવરોધ સમગ્ર કામગીરીને ખોરવી શકે છે. ખાસ વાત એ છે કે, ભારત સરકાર પાસે લાયસન્સ રદ કરવા જેવા નિયમનકારી વિકલ્પો ચોક્કસ છે, પરંતુ તેનાથી એ સુનિશ્ચિત નથી કરી શકાતું કે કંપની કટોકટીના સમયે સેવા ચાલુ જ રાખશે. તેવી જ રીતે, નિયમો હોવા છતાં કોઈ નેટવર્કને પ્રત્યેક પરિસ્થિતિમાં તાત્કાલિક બંધ કરાવી દેવું પણ સરળ નથી.
ભારતે સતર્ક રહેવાની એટલા માટે જરૂર છે, કારણ કે સ્ટારલિંકનો ઈતિહાસ વિવાદાસ્પદ છે. સ્ટારલિંક અંગે અહેવાલની સૌથી મોટી ચિંતાઓમાંની એક યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલી છે. ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયાના આક્રમણ બાદ યુક્રેનમાં સ્ટારલિંકની સેવાઓ શરૂ કરવામાં આવી હતી. ધીમે ધીમે આ નેટવર્ક યુક્રેનિયન સરકાર અને સેનાના સંચાર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ બની ગયું. એલોન મસ્કે ઘણી વખત જીઓ-ફેન્સિંગ દ્વારા યુક્રેનમાં સ્ટારલિંકની ઉપલબ્ધતા મર્યાદિત કરી હતી. જીઓ-ફેન્સિંગ એક એવી ટેકનીક છે, જેની મદદથી ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં સેવાને ચાલુ કે બંધ કરી શકાય છે. અહેવાલ મુજબ, ક્રિમિયા નજીક સ્ટારલિંક સેવા ચાલુ કરવાની યુક્રેનની લશ્કરી વિનંતીને પણ મસ્કે ફગાવી દીધી હતી. માર્ચ ૨૦૨૫માં મસ્કે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે યુક્રેનિયન સેનાનો સંચાર મોટા પાયે સ્ટારલિંક પર નિર્ભર છે અને જો સેવા બંધ થઈ જાય તો મોરચા પર ગંભીર અસર પડી શકે છે. જાણકારોના મતે ભારત સાથે પણ આવું થઈ જ શકે છે. અત્યાધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ હોવા છતાં તેના ઉપયોગની આખરી શરતો સર્વિસ પ્રોવાઈડર કંપનીના હાથમાં જ રહે છે. જો કોઈ દેશની સેના કે સરકાર ખાનગી વિદેશી કંપનીના નેટવર્ક પર અતિશય નિર્ભર થઈ જાય, તો તે કંપનીના નિર્ણયો વ્યૂહાત્મક મહત્ત્વ ધારણ કરી લે છે. ભારતના સંદર્ભમાં ચિંતાની બાબત એ છે કે યુદ્ધ કે સરહદી તણાવ દરમિયાન સંચારનું નિયંત્રણ કોઈ બાહ્ય કંપનીના હાથમાં હોવું સુરક્ષા જોખમ પેદા કરી શકે છે.
બીજી તરફ ઈરાનની સ્થિતિ પણ વિચિત્ર થઈ હતી. સ્ટારલિંકના કારણે અહીંયા જુદી સમસ્યા જોવા મળી હતી. અહેવાલ મુજબ, ૨૦૨૬ની શરૂઆતમાં ઈરાનમાં સ્મગલિંગ મારફતે પહોંચેલા આશરે ૫૦,૦૦૦ સ્ટારલિંક ટર્મિનલ્સ ઉપયોગમાં લેવાઈ રહ્યા હતા.
ડિસેમ્બર ૨૦૨૫ના અંતમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો જાન્યુઆરી ૨૦૨૬માં ઉગ્ર બનતાં સ્થાનિક સરકારે પરંપરાગત ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી હતી. ત્યારપછી પ્રદર્શનકારીઓ માટે સ્ટારલિંક બહારની દુનિયા સાથે સંપર્ક સાધવાનું મુખ્ય માધ્યમ બની ગયું. અહેવાલ અનુસાર, ઈરાની સત્તાવાળાઓએ ય્ઁજી સિગ્નલ અને સેટેલાઇટ સંચારમાં વપરાતા ણે અને ણચ બેન્ડને જામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસોથી અમુક વિસ્તારોમાં કામચલાઉ વિક્ષેપ જરૂર પડયો, પરંતુ સેવાને સંપૂર્ણપણે નિષ્ક્રિય કરવી અતિ મુશ્કેલ રહી. ઈરાને આ અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ફરિયાદ કરી છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નહોતું. ભારતે તેથી જ આવા જોખમો અંગે વધુ ગંભીરતાથી વિચાર કરવાની વધારે જરૂર છે.
મણિપુરમાં ઉગ્રવાદીઓ પાસેથી મળ્યું સ્ટારલિંક ડિવાઇસ મળ્યું હતું
ભારતમાં સ્ટારલિંક સંબંધિત સુરક્ષા પ્રશ્નો માત્ર ભવિષ્યની આશંકાઓ પૂરતા સીમિત નથી. અહેવાલમાં ડિસેમ્બર ૨૦૨૪ની એ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે મણિપુરમાં સુરક્ષા દળોને એક ઉગ્રવાદી જૂથ પાસેથી સ્ટારલિંક ઉપકરણ મળી આવ્યું હતું. આ ઘટના બાદ એલોન મસ્કે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી કે ભારત પર સ્ટારલિંકના સેટેલાઇટ બીમ બંધ છે. પરંતુ અહેવાલ મુજબ, સરહદ નજીક જીઓ-ફેન્સિંગ વ્યવસ્થાની મર્યાદાઓને કારણે કેટલાક વિસ્તારોમાં ઉપકરણ કામ કરવાની સંભાવના નકારી શકાય નહીં. અહેવાલ આ ઘટનાને ભૌગોલિક પ્રતિબંધોની અસરકારકતા સાથે જોડાયેલી ગંભીર ચિંતા તરીકે જુએ છે. સરહદી વિસ્તારોમાં આ પ્રશ્ન વધુ મહત્ત્વનો બની જાય છે, કારણ કે ત્યાં સંચારનો ઉપયોગ સામાન્ય નાગરિકોની સાથે સાથે દાણચોરો, ઉગ્રવાદીઓ કે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ તત્ત્વો પણ કરી શકે છે. આવી સ્થિતિમાં સરકારને એ બાબતે પૂર્ણ ભરોસો હોવો જોઈએ કે સેવાની ઉપલબ્ધતા અને તેના ઉપયોગ પર લાદવામાં આવેલા સુરક્ષા પ્રતિબંધો સંપૂર્ણપણે અસરકારક છે. દાણચોરો દ્વારા સ્ટારલિંકનો ઉપયોગ કરવાની ઘટના પણ ભારતમાં બનેલી જ છે. બે વર્ષ પહેલાં આંદામાન નિકોબાર ખાતે દાણચોરો સ્ટારલિંકના ઉપકરણોનો ઉપયોગ કરતા હોવાની અધિકારીઓને જાણ થઈ હતી.
ભારતે આ વિશે કંપની પાસે રિપોર્ટ માગ્યો તો કંપનીએ નકારી દીધું હતું. તેણે આંતરરાષ્ટ્રીય કાયદાની વાતો કરી હતી. હવે જો આવી માહિતી મેળવવા માટે વિદેશી કાનૂની પ્રક્રિયાઓ પર નિર્ભર રહેવું પડે, તો તપાસમાં વિલંબ થઈ શકે છે. જોકે, કંપની ડેટા શેર કરવાનો ઇનકાર કરે તેનો અર્થ એ નથી કે તે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલ છે.
કરોડો યૂઝર્સના ડેટાની સુરક્ષા ભારત માટે સૌથી મોટો મુદ્દો છે
સ્ટારલિંક સાથે જોડાયેલું બીજું મોટું જોખમ યુઝર્સના ડેટાની સુરક્ષા છે. અહેવાલ અનુસાર, સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા દ્વારા કંપનીને યુઝર્સના લોકેશન, ઇન્ટરનેટ પ્રોટોકોલ (IP) એડ્રેસ અને સંચાર સંબંધિત અમુક સંવેદનશીલ વિગતો સુધી પહોંચ મળી શકે છે. તાજેતરમાં જારી થયેલા અહેવાલોમાં ગ્લોબલ પ્રાઇવસી પોલિસીનો ખાસ ઉલ્લેખ છે. અહેવાલ મુજબ, આ નવી નીતિમાં ગ્રાહકોના ડેટાનો ઉપયોગ મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મોડલ્સને તાલીમ આપવા માટે કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેમાં લોકેશન વિગતો, IP એડ્રેસ અને કંપની દ્વારા 'કમ્યુનિકેશન ઇન્ફર્મેશન' તરીકે વર્ગીકૃત કરાયેલી ઓડિયો, ઇલેક્ટ્રોનિક કે વિઝયુઅલ માહિતીનો સમાવેશ થાય છે. અહેવાલ એ પણ દર્શાવે છે કે આ ડેટા AI પ્રશિક્ષણ માટે અજ્ઞાાત થર્ડ પાર્ટી સાથે શેર કરી શકાય છે અને યુઝર્સને બાય-ડિફોલ્ટ આ ડેટા-શેરિંગમાં સામેલ રાખવામાં આવ્યા છે. આ ફેરફાર એટલા માટે વધુ મહત્ત્વપૂર્ણ છે કારણ કે સ્પેસએક્સનો પોતાનો AI વ્યવસાય પણ છે. અહેવાલ અનુસાર, ફેબ્રુઆરી ૨૦૨૬માં સ્પેસએક્સ અને એલોન મસ્કના AI સાહસ 'xAI' ના વિલીનીકરણની જાહેરાત થઈ હતી. ટAI સીધું ગ્રોક ચેટબોટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X સાથે જોડાયેલું છે. જાણકારોનો તર્ક છે કે સેટેલાઇટ ઇન્ટરનેટથી પ્રાપ્ત સંચાર ડેટાનો AI ટ્રેનિંગમાં ઉપયોગ અને ત્રીજા પક્ષો સાથે તેનું સંભવિત આદાનપ્રદાન ડેટા પ્રાઇવસીને લઈને નવા પડકારો ઊભા કરે છે. ભારત જેવા દેશમાં જ્યાં કરોડો ઈન્ટરનેટ યૂઝર્સ છે ત્યાં તેમની ડેટા પ્રાઈવસી સૌથી મોડો પડકાર બની શકે છે. આ સંજોગોમાં સરકારે તમામ જોખમો જાણીને જ જોડાણ કરવું જોઈએ.




