કેનેડાની ચૂંટણીમાં ટ્રુડોને પછાડી વાયનેને જીતાડવાની ટ્રમ્પની સ્ક્રીપ્ટ તૈયાર
- ટ્રમ્પે ટ્રુડોને ગવર્નર તરીકે સંબોધી બેઇજ્જત કર્યા હતા, આંતરરાષ્ટ્રીય રાજકારણમાં બે દેશના વડાનું સ્ટેટસ એકસરખું જ ગણાય છતાં ટ્રમ્પે મશ્કરી કરી હતી
- ટ્રમ્પે પોતે ટ્રુડો ફરી વડાપ્રધાન બને એવું નથી ઈચ્છતા એવું સ્પષ્ટ કરી દીધું છે. કેનેડામાં 2025ના 20 ઓક્ટોબર પહેલાં સંસદની ચૂંટણી છે. 2015થી એટલે કે છેલ્લાં 10 વર્ષથી ટ્રુડો વડાપ્રધાનપદે ચૂંટાય છે પણ કેનેડાની ખરાબ આથક હાલત, વધતી મોંઘવારી, લોકોને રહેવા માટે પૂરતાં ઘરોની વ્યવસ્થા કરવામાં નિષ્ફળતા વગેરે કારણોસરલ ટ્રુડોની લિબરલ પાર્ટી માટે ફરી સત્તામાં આવવું મુશ્કેલ છે. ફરી સત્તામાં આવવા માટે ટ્રુડો હવાતિયાં મારી રહ્યા છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ક્રિસમસ મેસેજમાં કહ્યું છે કે, પોતે વાયને ગ્રેટ્ઝકીને કેનેડાના વડાપ્રધાન બનવા માટે ચૂંટણી લડવા વિનંતી કરી છે. વાયને ગ્રેટ્ઝકી કેનેડાના મહાનતમ આઈસ હોકી પ્લેયર છે અને અમેરિકા તતા કેનેડાની બેવડી નાગરિકતા ધરાવે છે.
અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પનો વર્તમાન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટેનો અણગમો જગજાહેર થઈ ગયો છે. ટ્રમ્પ પ્રમુખપદે ચૂંટાયા પછી ટ્રુડો ટ્રમ્પને તેમના લેવિશ માર-અ-લાગો રીસોર્ટના ઘરે મળવા ગયા ત્યારે ટ્રમ્પે ટ્રુડોને 'ગવર્નર' તરીકે સંબોધીને બેઈજ્જત કર્યા હતા. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં બે દેશના વડાનું સ્ટેટસ સરખું જ ગણાય પણ ટ્રુડોને 'ગવર્નર' તરીકે સંબોધીને ટ્રમ્પે તેમને પોતાનાથી ઉતરતા ગણાવી દીધા હતા,
અમેરિકામાં સ્ટેટના વડા 'ગવર્નર' હોય છે તેથી આડકતરી રીતે ટ્રમ્પે કહી દીધેલું કે. ટ્રુડોની હૈસિયત અમેરિકાના કોઈ સ્ટેટના 'ગવર્નર'થી વધારે નથી. ટ્રમ્પે મજાકમાં ટ્રુડોને કેનેડાને અમેરિકાનું ૫૧મું સ્ટેટ બનાવી દેવા પણ કહેલું. ટ્રમ્પ એ પછી ટ્રુડોને 'ગવર્નર' તરીકે જ સંબોધે છે. હમણાં ક્રિસમસની શુભેચ્છા આપતી વખતે પણ ટ્રમ્પે ટ્રુડોને 'ગવર્નર' તરીકે સંબોધીને કટ્ટરવાદી ડાબેરી પાગલ પણ કહેલા.
હવે ટ્રમ્પ એક કદમ આગળ વધ્યા છે અને પોતે ટ્રુડો ફરી વડાપ્રધાન બને એવું નથી ઈચ્છતા એવું પણ સ્પષ્ટ કરી દીધું છે. કેનેડામાં ૨૦૨૫ના ૨૦ ઓક્ટોબર પહેલાં સંસદની ચૂંટણી છે. ૨૦૧૫થી એટલે કે છેલ્લાં ૧૦ વર્ષથી ટ્રુડો વડાપ્રધાનપદે ચૂંટાય છે પણ કેનેડાની ખરાબ આથક હાલત, વધતી મોંઘવારી, લોકોને રહેવા માટે પૂરતાં ઘરોની વ્યવસ્થા કરવામાં નિષ્ફળતા વગેરે કારણોસરલ ટ્રુડોની લિબરલ પાર્ટી માટે ફરી સત્તામાં આવવું મુશ્કેલ છે. ફરી સત્તામાં આવવા માટે ફાંફાં મારી રહેલા ટ્રુડોએ ખાલિસ્તાનવાદીઓને પંપાળીને ભારત સાથેના સંબંધો પણ ખરાબ કરી નાંખ્યા છે.
ટ્રુડો બીજાં પણ હવાતિયાં મારી રહ્યા છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સાફ શબ્દોમાં પોતે ટ્રુડોને ફરી વડાપ્રધાનપદે નથી ઈચ્છતા એવું કહી દીધું છે. ટ્રમ્પે ક્રિસમસ મેસેજમાં કહ્યું છે કે, પોતે વાયને ગ્રેટ્ઝકીને કેનેડાના વડાપ્રધાન બનવા માટે ચૂંટણી લડવા વિનંતી કરી છે. વાયને ગ્રેટ્ઝકી કેનેડાના મહાનતમ આઈસ હોકી પ્લેયર છે અને અમેરિકા તતા કેનેડાની બેવડી નાગરિકતા ધરાવે છે. ટ્રમ્પે ટ્રુડો પર કરેલા કટાક્ષને દોહરાવતાં કહ્યું કે, વાયને ગ્રેટ્ઝકી ચૂંટણી લડે તો તેણે પ્રચાર પણ ના કરવો પડે અને સરળતાથી ચૂંટણી જીતીને 'કેનેડાના ગવર્નર' બની શકે છે.
ટ્રમ્પે એ સ્પષ્ટતા પણ કરી કે, વાયને પોતે ચૂંટણી લડવા ઈચ્છુક નથી એ જોતાં કેનાડાની પ્રજાએ ડ્રાફ્ટ વાયને ગ્રેટ્ઝકી ચળવળ શરૂ કરીને વાયને ગ્રેટ્ઝકીને ચૂંટણી લડવા તૈયાર કરવા જોઈએ. ટ્રમ્પે આડકતરી રીતે વાયનેને પોતાનો સંપૂર્ણ ટેકો હોવાનું જાહેર કરી દીધું છે, સાથે સાથે કેનેડાની પ્રજાને પણ મેસેજ આપી દીધો છે કે, અમેરિકા સાથે સારા સંબંધો જોઈતા હોય તો ટ્રુડોને હરાવીને ઘરભેગો કરી દેજો અને વાયનેને વડાપ્રધાનપદે બેસાડજો.
ટ્રમ્પની પોસ્ટના પગલે દુનિયાભરમાં વાયને ગ્રેટ્ઝકી લાઈમલાઈટમાં આવી ગયા છે. રાજકીય વિશ્લેષકો માને છે કે, ટ્રમ્પ એન્ડ કંપનીએ વાયને ગ્રેટ્ઝકીને કેનેડાના વડાપ્રદાનપદે બેસાડવાની સ્ક્રીપ્ટ લખી નાંખી છે. કેનેડામાં ૨૦૨૫ના ઓક્ટોબરમાં ચૂંટણી છે અને હજુ ૨૦૨૫ શરૂ થવાને બે દિવસની વાર છે એ જોતાં આ સ્ક્રીપ્ટના અમલ માટે ટ્રમ્પ એન્ડ કંપની પાસે પૂરતો સમય છે.
વાયને ગ્રેટ્ઝકી રાજકારણી નથી પણ સ્પોર્ટ્સપર્સન છે. અલબત્ત તેની લોકપ્રિયતા જબરદસ્ત છે તેમાં શંકા નથી. આ સંજોગોમાં વાયને ગ્રેટ્ઝકીને આવકારવા કોઈ પણ રાજકીય પક્ષ તૈયાર થઈ જશે. ટ્રુડોની લિબરલ પાર્ટી સામે મુખ્ય પડકાર કન્ઝર્વેટિવ પાર્ટીનો છે. કન્ઝર્વેટિવલ પાર્ટી ટ્રમ્પની જેમ જ જમણેરી વિચારધારા ધરાવતી પાર્ટી છે તેથી વાયને કન્ઝર્વેટિવ પાર્ટીમાં જોડાઈને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરી શકે છે. અત્યારે પીયરે માર્સલ પોઈલિએવ્રે કન્ઝર્વેટિવ પાર્ટીના લીડર છે પણ અમેરિકાનું દબાણ હોય તો વાયને માટે તત જગા થઈ જાય. ૨૦૧૫માં વાયનેએ ટ્રુડો સામે વડાપ્રધાન જસ્ટિન હાર્પરનો પ્રચાર કર્યો હતો પણ હાર્પર હારી ગયા હતા. વાયને પોતે પણ અત્યંત લોકપ્રિય છે.
કેનેડાના ઓલટાઈમ ગ્રેટેસ્ટ આઈસ હોકી પ્લેયર વાયનેને કેનેડિયન આઈકોન માનવામાં આવે છે તેથી તેમની લોકપ્રિયતાનો લાભ લેવા માટે કન્ઝર્વેટિવ પાર્ટી તેમને પોતાન લીડર તરીકે સ્વીકારી લે એ શક્ય છે. ટ્રમ્પ માથાના ફરેલ છે એ જોતાં તેમનું ધાર્યું ના થાય તો કેનેડાના માલ પર ૨૫ ટકા કસ્ટમ ડયુટી લાદતાં વિચાર કરે તેમ નથી એ કારણે પણ કન્ઝર્વેટિવ પાર્ટી ટ્રમ્પ સામે શરણાગતિ સ્વીકારી લેશે. ટ્રમ્પ વાયને ગ્રેટ્ઝકીને કેનેડાના વડાપ્રધાન બનાવવા માગે છે કે જેથી કેનેડાની સરકારને પોતાના ઈશારે નચાવીને અમેરિકાનાં હિતો સાચવી શકાય. વાયને મૂળ કેનેડિયન છે પણ તેની મોટા ભાગની જીંદગી અમેરિકામાં વિતી છે.
ભારતમાં સચિન તેંડુલકરનું સ્ટેટસ છે એવું સ્ટેટસ ધરાવતા વાયને કદી કોઈ વિવાદમાં પડયા નથી તેથી કેનેડાની પ્રજા તેમને માન આપે છે.
કેનેડાના બીજા કોઈ નેતા પાસે વાયને જેવી ઈમેજ નથી તેથી ટ્રમ્પ તેમના પરદાવ લગાવવાના બદલે વાયને પર દાવ લગાવી રહ્યા છે.
ખાલિસ્તાનવાદી જગમીત ટ્રુડોને જાન્યુઆરીમાં જ ઉથલાવી દેશે
ટ્રુડો સામેના પડકારોને જોતાં ૨૦૨૫ના ઓક્ટોબરમાં યોજાનારી સંસદની ચૂંટણી સુધી પણ ટ્રુડો ટકશે કે કેમ એ સવાલ છે. કેનેડાની સંસદ (પાર્લામેન્ટ)માં કુલ ૩૩૮ સભ્યો છે તેથી સરકરા રચવા માટે ૧૭૦ સભ્યોનો ટેકો જોઈએ પણ ટ્રુડોની લિબરલ પાર્ટી પાસે અત્યારે ૧૭૦ સાંસદ નથી પણ ૧૫૩ સભ્યો છે. મતલબ કે, બહુમતીમાં ૧૭ સાંસદો ઓછા છે. લિબરલ પાર્ટીને ખાલિસ્તાનવાદી જગમીતસિંહની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ ટેકો આપતાં ટ્રુડો સરકાર રચી શકેલા. ન્યુ ડેમોક્રેટિક પાર્ટી પાસે ૨૫ સાંસદ છે.
જગમીતે જાન્યુઆરીમાં ટ્રુડો સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની જાહેરાત કરી છે તેથી લિબરલ પાર્ટીએ સત્તા ટકાવવી હોય તો ટ્રુડોને દૂર કરવા પડશે. જગમીત પર ટ્રુડોને દૂર કરવા માટે અમેરિકામાં રહીને કામ કરતા ખાલિસ્તાનવાદીઓનું દબાણ છે.
ટ્રુડો ખાલિસ્તાનવાદીઓના પગમાં આળોટે છે તેનું કારણ જગમીતસિંહ છે. કેનેડામાં ઓંટારિયો સિટીમાંથી સંસદમાં ચૂંટાયેલા જગમીતનો પરિવાર વર્ષો પહેલા કેનેડામાં આવીને વસ્યો હતો. જગમીતનો જન્મ કેનેડામાં ૨ જાન્યુઆરી ૧૯૭૯ના રોજ થયો હતો. બાયોલોજીમાં બીએસસી અને યોર્ક યુનિવસટીમાંથી લોની ડિગ્રી મેળવનારા જગમીતે પહેલી વાર ૨૦૧૧માં ચૂંટણી લડયા ત્યારે હારી ગયા હતા.
વાયનેના નામે આઈસ હોકીમાં અનેક રેકોર્ડ, એક્ટ્રેસ જેનેટ જોન્સ સાથે લગ્નથી પાંચ સંતાન
વાયનેને આઈસ હોકીના જાણકારો સર્વસંમતિથી ગ્રેટેસ્ટ ખેલાડી તરીકે સ્વીકારે છે. એનએચએલના ઈતિહાસમાં વાયને જેટલા રેકોર્ડ કોઈના નામે નથી. ૧૯૯૯માં વાયનેએ ૩૮ વર્ષની ઉંમરે એનએચએલમાંથી નિવૃત્તિ લીધી ત્યારે તેમના નામે ૬૧ રેકોર્ડ બોલતા હતા. વાયનેની નિવૃત્તિના ૨૫ વર્ષ પછી પણ આ પૈકી મોટા ભાગના રેકોર્ડ તૂટયા નથી. નેશનલ હોકી લીગમાં સૌથી વધારે વ્યક્તિગત ગોલ સહિતના રેકોર્ડ ધરાવતા વાયનેને કેનેડા આઈસ હોકી ટીમનો કોચ બનાવાયો હતો. વાયનેએ ૨૦૦૨ના વિન્ટર ઓલિમ્પિક્સમાં કેનેડાને ૫૦ વર્ષ પછી ગોલ્ડ મેડલ અપાવ્ હતો. એ પછી વાયને ફિનિક્સ કોયેટોસ ટીમના સહ-માસિક અને કોચ બન્યા.
વાયનેએ એક્ટ્રેસ જેનેટ જોન્સ સાથે લગ્ન કર્યાં છે. જેનેટ અને વાયને ડાન્સ શોમાં મળ્યાં હતાં ને પછી પ્રેમમાં પડીને પરણી ગયાં. જેનેટ જોન્સની ફિલ્મી કારકિર્દી બહુ પ્રભાવશાલી નહોતી તેથી જોન્સે ઠરીઠામ થવાનું પસંદ કરીને વાયને સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું. આ લગ્નથી તેમને ૫ સંતાન છે.