mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

પાકિસ્તાને દૂધ પાઈને સાપ ઉછેર્યો, હફીઝ ગુલ કેમ સૌથી ખતરનાક?

Updated: Mar 25th, 2024

પાકિસ્તાને દૂધ પાઈને સાપ ઉછેર્યો, હફીઝ ગુલ કેમ સૌથી ખતરનાક? 1 - image


- ૨૦૧૪માં પાકિસ્તાને હફીઝ ગુલને પતાવી દેવા નોર્થ વઝિરિસ્તાનમાં એક સ્ટ્રાઇક કરી હતી પણ તે ભાગી ગયો હતો

- પાકિસ્તાન અમેરિકાની સાથે હોવાનો દેખાવ કરીને અમેરિકાને ખંખેરતું હતું. બીજી તરફ અમેરિકા સામે લડવા માટે તાલિબાનને હથિયારો પણ પૂરું પાડતું હતું. હફીઝ ગુલ મડ્ડા ખેલ કબિલાનો છે તેથી સરહદ પર તેનો દબદબો છે. હફીઝ પાકિસ્તાનથી અફઘાનિસ્તાનમાં હથિયારો ઘૂસાડવામાં મદદ કરતો તેથી પાકિસ્તાનનો લાડકો હતો. બૈતુલ્લાહ મેહસૂદ અને હક્કાની નેટવર્ક સાથે નિકટતાના કારણે ગુલ તાલિબાનનો પણ પ્રિય હતો. પાકિસ્તાન અમેરિકાને મદદ કરતું તેથી તાલિબાનનો એક વર્ગ પાકિસ્તાની આર્મી પર હુમલાની તરફેણ કરતા જ્યારે ગુલ પાકિસ્તાન સામે લડવાની વિરૂધ્ધ હતો તેથી પાકિસ્તાન માટે ગુલ 'ગુડ તાલિબાન' હતો.

દુનિયામાં આતંકવાદના પ્રણેતા એવા બે સૌથી મોટા દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી જંગ શરૂ થયો છે. આ જંગનું કારણ ગયા અઠવાડિયે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનવાલા પ્રાંતના નોર્થ વઝીરીસ્તાનમાં પાકિસ્તાન આર્મી પોસ્ટ પર થયેલો હુમલો છે. તાલિબાન સુસાઈડ બોમ્બર્સે પાકિસ્તાન મિલિટરીની ચેક પોસ્ટ પર હુમલો કરીને પાકિસ્તાનના સાત સૈનિકોને મારી નાંખેલા. સુસાઈડ બોમ્બર્સે વિસ્ફોટકો ભરેલી ટ્રકથી ચેક પોસ્ટની બિલ્ડિંગને ઉડાવી દેવાની કોશિશ કરી તેમાં એક કર્નલ અને એક મેજર સહિત સાતનાં મોત થયેલાં. 

પાકિસ્તાને વળતો હુમલો કરીને અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરીને ૮ નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા.  આ હુમલાને પગલે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આર્મી સામસામે આવી ગયાં છે. સરહદ પર એકબીજા સામે બેફામ તોપમારો કરી રહ્યાં છે. આમ તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને દુનિયાના સૌથી મોટા ભૂખડી બારસ દેશો છે તેથી લાંબો સમય જંગ લડવાની બંનેમાંથી કોઈની તાકાત નથી પણ બંનેએ વટના માર્યા ગાજર ખાવાં પડે છે તેથી લડી રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યું ત્યારથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ છે પણ છેલ્લા કેટલાક સમયથી આ તણાવ વધ્યો છે. તેનું કારણ હફીઝ ગુલ બહાદુર છે. પાકિસ્તાનની આર્મી પોસ્ટ પર હુમલો જૈશ-એ-ફુરસાન-એ-મુહમ્મદ સંગઠને કરેલો. આ સંગઠનનો મુખિયા હફીઝ ગુલ છે. પાકિસ્તાને ભારત, ઈરાન વગેરે પાડોશી દેશોની મેથી મારવા માટે આતંકવાદીઓને પોષ્યા. દૂધ પાઈને ઉછેરેલા આ આતંકવાદી સાપ હવે તેને જ ડસી રહ્યા છે.  

હફીઝ ગુલ આવો જ એક સાપ છે કે જે અત્યારે પાકિસ્તાન માટે સૌથી મોટો ખતરો બની ગયો છે. પાકિસ્તાન છેલ્લા એક દાયકાથી ગુલને પતાવી દેવા મથે છે પણ ફાવતું નથી. ૨૦૧૪માં પાકિસ્તાને હફીઝને પતાવી દેવા નોર્થ વઝીરીસ્તાનમાં એક સ્ટ્રાઈક કરી ત્યારે ગુલ મરાયો હોવાની વાત બહાર આવેલી તેથી પાકિસ્તાનને હાશકારો થયેલો. જો કે વરસ પછી ગુલ પાછો જાહેરમાં દેખાયો અને આતંકી હુમલા શરૂ કર્યા તેમાં પાકિસ્તાનની ઉંઘ હરામ થઈ ગઈ છે. 

અફઘાનિસ્તાનના તાલિબાન શાસકોનું પીઠ્ઠુ તહરીક એ તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) સંગઠન પાકિસ્તાનમાં પણ અફઘાનિસ્તાનની જેમ તાલિબાની શાસન સ્થાપવા માગે છે તેથી હથિયારો ઉઠાવીને પાકિસ્તાની લશ્કર સામે લડે છે. હફીઝ ગુલ બહાદુર ટીટીપીનો માણસ છે પણ એક સમયે પાકિસ્તાનનો પીઠ્ઠુ હતો.  

રશિયાએ ૧૯૮૦ના અફઘાનિસ્તાનમાં લશ્કર મોકલ્યું પછી તેની સામે લડવા દુનિયાભરના આતંકીઓ ઉતરી પડેલા. અમેરિકા ત્યારે પાકિસ્તાનની સાથે હતું અને પાકિસ્તાન આ આતંકવાદીઓનો અડ્ડો હતું. આ આતંકીઓમાંથી તાલિબાન પેદા થયા. અફઘાનિસ્તાનમાંથી રશિયાના લશ્કરની વિદાય પછી સત્તા કબજે કરનારા તાલિબાને અફઘાનિસ્તાનને આતંકવાદનો અડ્ડો બનાવી દીધું. 

આ આતંકીઓએ અમેરિકામાં નાઈન ઈલેવનનો હુમલો કર્યો પછી તેમનો સફાયો કરવા અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો ત્યારે તાલિબાનને મદદ કરવા પાકિસ્તાનમાંથી રશિયાના લશ્કર સામે લડનારા જૂના આતંકવાદીઓ મેદાનમાં ઉતરી આવેલા.  હફીઝ ગુલ બહાદુર તેમાંથી એક હતો. અમેરિકા વિરોધી હફીઝે અમેરિકા સામે લડવા માટે પાંચ હજાર લડવૈયા પાકિસ્તાનથી મોકલેલા તેથી તાલિબાન તેના પર ફિદા હતા. 

પાકિસ્તાન અમેરિકાની સાથે હોવાનો દેખાવ કરીને અમેરિકાને ખંખેરતું હતું. બીજી તરફ અમેરિકા સામે લડવા માટે તાલિબાનને હથિયારો પણ પૂરું પાડતું હતું. હફીઝ ગુલ મડ્ડા ખેલ કબિલાનો છે તેથી સરહદ પર તેનો દબદબો છે. હફીઝ પાકિસ્તાનથી અફઘાનિસ્તાનમાં હથિયારો ઘૂસાડવામાં મદદ કરતો તેથી પાકિસ્તાનનો પણ લાડકો હતો. બૈતુલ્લાહ મેહસૂદ અને હક્કાની નેટવર્ક સાથે નિકટતાના કારણે ગુલ તાલિબાનનો પણ પ્રિય હતો. 

પાકિસ્તાન અમેરિકાને મદદ કરતું તેથી તાલિબાનનો એક વર્ગ પાકિસ્તાન પર પણ ખફા હતો. મહેસૂદ સહિતના આ તાલિબાનો પાકિસ્તાની આર્મી પર હુમલાની તરફેણ કરતા જ્યારે ગુલ પાકિસ્તાન સામે લડવાની વિરૂધ્ધ હતો તેથી પાકિસ્તાન માટે ગુલ 'ગુડ તાલિબાન' હતો. અફઘાનિસ્તાનથી ભાગીને આવેલા અલ કાયદાના આતંકવાદીઓ આદિવાસી કબિલાઓમાં રહેતા હતા. ગુલે તો ૨૦૦૬માં અલ કાયદા અને ઉઝબેકિસ્તાનના આતંકવાદીઓને પાકિસ્તાનની ધરતી પરથી તગેડી મૂકવા પાકિસ્તાન આર્મી સાથે સમજૂતી પણ કરેલી. ગુલ ૨૦૦૭માં બૈતુલ્લાહ મેહસૂદની ટીટીપી સાથે જોડાયેલો પણ ટીટીપીએ પાકિસ્તાની લશ્કર પર હુમલા શરૂ કર્યા તેથી અલગ થઈ ગયેલો. ગુલે તો મેહસૂદને પાકિસ્તાન આર્મી પર હુમલા કરવાથી દૂર રહેવાની જાહેર અપીલ સુધ્ધાં કરેલી. તેના પરથી જ ગુલને પાકિસ્તાન માટે કેવો ભક્તિભાવ હતો તેની ખબર પડે.

ગુલ પાકિસ્તાન આર્મીને મદદ કરે તેના બદલામાં અમેરિકા કે પાકિસ્તાન પોતાના વિસ્તાર પર હુમલો ના કરે એવી સમજૂતી થયેલી પણ ૨૦૦૮માં અમેરિકાએ ઉત્તર વઝીરીસ્તાનમાં હુમલા શરૂ કર્યા પછી પાકિસ્તાન સાથેના તેના સંબંધો તણાવપૂર્ણ બનવા માંડયા. ગુલે પાકિસ્તાનને અમેરિકાને રોકવા કહ્યું પણ પાકિસ્તાનની એ તાકાત નહોતી. અમેરિકાના હુમલા વધતા ગયા ને લોકો મરતાં ગયાં તેમ તેમ ગુલ અને પાકિસ્તાન વચ્ચે અંતર વધતું ગયું. ૨૦૧૧માં ૧૭ માર્ચે અમેરિકાએ ગુલના ડટ્ટા ખેલ કબિલા પર કરેલી એર સ્ટ્રાઈકે છેલ્લો ખિલો ઠોકવાનું કામ કર્યું. આ હુમલામાં ૫૦ લોકો માર્યાં ગયાં કે જેમાં એક ગુલનો ખાસ માણસ શેરબાત ખાન પણ હતો. ગુલે એ પછી પાકિસ્તાન સામે હથિયાર ઉઠાવી લીધાં અને હક્કાની નેટવર્ક સાથે મળીને પાકિસ્તાન પર હુમલા કર્યા કરે છે. લગભગ પાંચ હજાર આતંકીઓનું સંગઠન બનાવીને ગુલ દર મહિને એક-બે મોટા આતંકી હુમલા કર્યા કરે છે. 

ગુજરાતીમાં કહેવત છે કે, વાવો એવું લણો. હફીઝના કિસ્સામાં આ કહેવત સાચી પડી રહી છે. પાકિસ્તાને હફીઝનો ઉપયોગ અમેરિકાને ઉલ્લુ બનાવવા અને પોતાના ફાયદા માટે કર્યો. તેના કારણે મોટો થયેલો હફીઝ ગુલ અત્યારે પાકિસ્તાનની બરાબર બજાવી રહ્યો છે. 

પાકિસ્તાનના સરહદી વિસ્તારોને અફઘાનિસ્તાનમાં ભેળવવાનું લક્ષ્ય

હફીઝ ગુલ બહાદુર સહિતના તાલિબાન પાકિસ્તાનના અફઘાન સરહદે આવેલા વિસ્તારોને પાકિસ્તાનથી આઝાદ કરીને અફઘાનિસ્તાનમાં ભેળવવા માગે છે. તાલિબાન પાકિસ્તાનને અમેરિકાનું પીઠ્ઠુ માને છે તેથી પાકિસ્તાન સત્તાવાર રીતે મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતાં ઈસ્લામના સિધ્ધાંતો પ્રમાણે ચાલતું નથી એવો તેમનો મત છે. સરહદી વિસ્તારોને અફઘાનિસ્તાનમાં ભેળવીને ઈસ્લામનું શાસન સ્થાપવાનો તેમનો મનસૂબો છે. 

પાકિસ્તાન સ્વાભાવિક રીતે જ એવું ના થવા દે તેથી તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ છેડાયેલું છે. આ યુધ્ધમાં પાકિસ્તાનનો હાથ ઉપર છે કેમ કે અફઘાનિસ્તાનના તાલિબાનોની પાકિસ્તાનમાં ઘૂસીને સરહદી વિસ્તારો પર કબજો કરવાની તાકાત નથી. 

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે  ખૈબર પખ્તુનવાલામાં સંખ્યાબંધ આદિવાસી વિસ્તારો ફેડરલ કેપિટલ ટેરિટરી એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશો છે કે જેનો વહીવટ સીધો  ઈસ્લામાબાદથી થાય છે.  આ વિસ્તારમાં કબિલાઓનું વર્ચસ્વ હોવાથી પાકિસ્તાની લશ્કર પણ જઈ શકતું નથી પણ અફઘાનિસ્તાનના તાલિબાન પણ ઘૂસીને કબજો કરી શક એવી સ્થિતીમાં નથી. ખૈબર પખ્તુનવાલામાં પશ્તુન પઠાણોની બહુમતી છે કે જે તાલિબાનના સમર્થક છે.  અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓ પણ મોટી સંખ્યામાં છે તેથી માહોલ તાલિબાનતરફી છે.  પાકિસ્તાન સમયાંતરે હુમલા કરીને તાલિબાન સમર્થકોને સાફ કરવા મથ્યા કરે છે પણ સંપૂર્ણપણે સફાયો કરી શકતું નથી. બીજી તરફ અફઘાનિસ્તાનમાંથી તાલિબાન સમર્થકો આવ્યા જ કરે છે કે જેમને રોકવાનું પાકિસ્તાનનું ગજું નથી. આ સંજોગોમાં આ વિસ્તાર ગમે ત્યારે પાકિસ્તાનના હાથમાંથી જશે એ નક્કી 

મનાય છે.

પાકિસ્તાની લશ્કરમાં રહેલા જાસૂસો ગુલને ચેતવી દે છે

હફીઝ ગુલ બહાદુરને પાકિસ્તાન સૌથી ખતરનાક માને છે કેમ કે ગુલને સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્ક અને અફઘાનિસ્તાનના તાલિબાન ઉપરાંત પાકિસ્તાના ટોચના રાજકારણી મૌલાના ફઝલુર રહેમાનનો પણ ટેકો છે.  છે.

ડીઝલ કૌભાંડ કરીને કરોડોની કમાણી કરનારા ફઝલુર રહેમાન પાકિસ્તાનમાં મૌલાના ડીઝલ તરીકે કુખ્યાત  છે. જમિયત ઉલેમા-એ-ઈસ્લામ(એફ)ના વડા રહેમાન કટ્ટરવાદી અને આતંકીઓના મસિહા તરીકે કુખ્યાત છે. તાલિબાનના ચુસ્ત સમર્થક રહેમાન કાશ્મીર મુદ્દે ભારત વિરોધી ઝેરીલાં ભાષણો આપ્યા કરે છે. આતકવાદી સરદાર હફીઝ સઈદના આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવાની રાજકીય પાંખ મનાતા મિલ્લી મુસ્લિમ લીગ સાથે પણ રહેમાનની સાંઠગાંઠ છે. 

રહેમાનનો પાકિસ્તાની લશ્કરમાં પણ પ્રભાવ છે તેથી હફીઝ ગુલને મારવાનાં ઓપરેશનની ખબર ગુલને પહેલેથી થઈ જાય છે. આ કારણે ગુલ અત્યાર સુધી બચ્યા કરે છે.   


Gujarat