FOLLOW US

ગુગલના બ્રિનના ડિવોર્સ, મસ્ક-નિકોલનું અફેર કારણભૂત

Updated: Sep 18th, 2023


- મસ્કના સમર્થકો બ્રિનની ટીકા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, તમે વાવો એવું લણો. બ્રિન સર્ર્ગેઈએ પોતે જ પરણેલો હોવા છતાં લગ્નેતર સંબંધો બાંધેલા તેથી તેને કરમોનું ફળ મળ્યું છે. બ્રિને ૨૦૦૭માં બાયોટેક એનાલિસ્ટ અન્ના વોજસિસ્કી સાથે લગ્ન કરેલાં. આ લગ્નથી તેમને બે સંતાન થયાં. ૨૦૧૧માં અન્ના બીજી વાર પ્રેગનન્ટ હતી ત્યારે બ્રિનને ગુગલ ગ્લાસની માર્કેટિંગ ડિરેક્ટર અમાન્ડા રોઝનબર્ગ સાથે સેક્સ સંબધો બંધાયા હતા. અન્નાને આ વાતની ખબર પડતાં છેવટે ૨૦૧૩માં બંનેના ડિવોર્સ થઈ ગયા. 

વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ મનાતો એલન મસ્ક ફરી એક વાર ચર્ચામાં છે. વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી કંપનીઓમાં એક ગુગલના સ્થાપક સર્ગેઈ બ્રિને તેની પત્ની નિકોલ શાનહનને ડિવોર્સ આપ્યા છે. 

સર્ગેઈ અને બ્રિનના ડિવોર્સ માટે એલન મસ્ક સાથેનું નિકોલનું અફેર કારણભૂત મનાય છે. નિકોલ અને મસ્ક વચ્ચે અફેર હોવાનો ધડાકો બે વર્ષ પહેલાં ધ વોલ સ્ટ્રીટ જર્નલે કરેલો. નિકોલ-મસ્ક વચ્ચે થોડાક મહિના માટે અફેર હતું પણ બ્રિનને ખબર પડી જતાં નિકોલે સંબંધ તોડી નાંખેલા એવો દાવો રીપોર્ટમાં કરાયેલો. 

મસ્ક અને નિકોલ બંનેએ આ વાતને ખોટી ગણાવેલી. મસ્કે તો ત્યાં સુધી કહેલું કે, પોતે મહિનાઓથી કોઈ સ્ત્રી સાથે સેક્સ સંબંધ જ બાંધ્યા નથી ત્યારે નિકોલ સાથે અફેરનો સવાલ જ પેદા થતો નથી.

 મસ્કના વકીલે આડકતરી રીતે અખબાર પર બદનક્ષીનો દાવો કરવાની ધમકી આપતાં કહેલું કે, આ રીપોર્ટમાં માત્ર જૂઠાણાં જ નથી પણ મસ્કની બદનક્ષી કરતું લખાણ પણ છે. 

મસ્ક અને નિકોલના ઈન્કાર પછી ધ વોલ સ્ટ્રીટ જર્નલ પોતાની વાતને વળગી રહેલું. ધ વોલ સ્ટ્રીટ જર્નલના નવો રીપોર્ટમાં તો દાવો કરાયેલો કે, નિકોલ સાથેના અફેરની ખબર બ્રિનને પડી જતાં મસ્કે એક ઈવેન્ટમાં ઘૂંટણિયે પડીને બ્રિન પાસે માફી માગી હતી. મજાની વાત એ છે કે, બદનક્ષીની ધમકી આપનારો મસ્ક પાણીમાં બેસી ગયેલો. મસ્કે ના બદનક્ષીનો દાવો કર્યો કે ના કોઈ સ્પષ્ટતા કરી. 

આ રીપોર્ટના થોડાક મહિના પછી જ બ્રિન અને નિકોલ અલગ રહેવા લાગ્યાં હતાં. બંને ફરી એક ના થયાં ને અંતે ડિવોર્સ થયા એ કારણે મસ્ક-નિકોલના અફેરની વાત સાચી હોવાનું મનાય છે. નિકોલ અને બ્રિનના ડિવોર્સની વિગતો બહાર આવી નથી પણ નિકોલે બ્રિન પાસેથી કોઈ રકમ માગી નથી. નિકોલ મસ્ક સાથેના અફેરના ગિલ્ટના કારણે સરળતાથી કશું લીધા વિના ડિવોર્સ  આપવા રાજી થઈ ગઈ હોવાનું કહેવાય છે. 

બ્રિન-નિકોલના ડિવોર્સની વાત બહાર આવતાં લોકો મસ્ક પર થૂ થૂ કરી રહ્યાં છે કેમ કે મસ્ક અને બ્રિન ગાઢ મિત્રો હતા. સર્ગેઈ બ્રિન અને એલન મસ્કનો ઉદય સાથે જ થયો. 

સર્ગેઈ બ્રિન કરતાં મસ્ક વધારે ધનિક છે પણ ટેકનોલોજીની દુનિયામાં સર્ગેઈ બ્રિનને જીનિયસ માનવામાં આવે છે કેમ કે સર્ચ એન્જિન ગુગલ દ્વારા બ્રિને દુનિયાની શિકલ બદલી નાંખી. ગુગલના કારણે સર્ગેઈ બ્રિન ૧૯૯૦ના દાયકાથી જ ધનિક પણ થઈ ગયેલો અને મોટું નામ પણ થઈ ગયેલું. 

મસ્ક સંઘર્ષ કરતો હતો ત્યારે બ્રિને તેને ભરપૂર મદદ કરી હતી. મસ્કે ટેસ્લા સ્થાપી ત્યારે પણ બ્રિને તેને મદદ કરી હતી. ટેસ્લાના કારણે જ મસ્ક વિશ્વમાં સૌથી ધનિક બની શક્યો એ જોતાં મસ્કના વિકાસમાં બ્રિનનું મોટું યોગદાન છે. 

મસ્કે એ વાત યાદ રાખીને બ્રિનની પત્નીથી દૂર રહેવાની જરૂર હતી. તેના બદલે તેની સાથે જ અફેર કરીને તેણે મિત્રની પીઠમાં છુરો ભોંકીને ગદ્દારી કરી હોવાની ટીકા થઈ રહી છે. હાઈ સોસાયટીનાં લોકોમાં નૈતિકતા જેવું કશું હોતું નથી તેનું આ વધુ એક ઉદાહરણ છે એવી ટીકા પણ થઈ રહી છે. મસ્ક અત્યારે છીંડે ચડેલો ચોર છે પણ દુનિયાભરમાં ધનિકોની લાઈફસ્ટાઈલ આવી જ લફરાંબાજીથી ભરેલી હોય છે એવી કોમેન્ટ્સ પણ થઈ રહી છે.

જો કે ઘણા મસ્કનો પક્ષ પણ લઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે, મસ્ક ૨૦૧૬થી સિંગલ જ છે એ જોતાં તેના બ્રિનની પત્ની સાથે સંબંધો બંધાયા હોય તો પણ વિચાર નિકોલે કરવો જોઈતો હતો કેમ કે બ્રિન પરણેલી છે. આ બચાવની પુરૂષવાદી માનસિકતા ગણાવીને ટીકા પણ થઈ રહી છે. 

મસ્કના સમર્થકો બ્રિનની પણ ટીકા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, તમે વાવો એવું લણો. બ્રિન સર્ગેઈએ પોતે જ પરણેલો હોવા છતાં લગ્નેતર સંબંધો બાંધેલા તેથી તેને કરમોનું ફળ મળ્યું છે. બ્રિને ૨૦૦૭માં બાયોટેક એનાલિસ્ટ અન્ના વોજસિસ્કી સાથે લગ્ન કરેલાં. 

આ લગ્નથી તેમને બે સંતાન થયાં. ૨૦૧૧માં અન્ના બીજી વાર પ્રેગનન્ટ હતી ત્યારે બ્રિનને ગુગલ ગ્લાસની માર્કેટિંગ ડિરેક્ટર અમાન્ડા રોઝનબર્ગ સાથે સેક્સ સંબધો બંધાયા હતા. અન્નાને આ વાતની ખબર પડતાં છેવટે ૨૦૧૩માં બંનેના ડિવાર્સ થઈ ગયા. 

બ્રિનનું એ પછી નિકોલ શાનહન સાથે અફેર શરૂ થયું.  બંનેના સંબધથી નિકોલ પ્રેગનન્ટ થઈ પછી ૨૦૧૮માં બ્રિને તેની સાથે લગ્ન કરેલાં. લગ્નના બે મહિના પછી જ નિકોલે દીકરીને જન્મ આપ્યો કે જે ઓટિઝમ રોગથી પિડાય છે. 

એક વર્ગ એવો પણ છે કે જે માને છે કે, આ બધી વાતો મસ્ક, બ્રિન અને નિકોલની અંગત વાતો છે તેથી તેને બહુ ચગાવવી ના જોઈએ.

 બ્રિન અને નિકોલને ફાવ્યું ત્યાં સુધી સાથે રહ્યાં ને ના ફાવ્યું તો છૂટાં પડયાં તેમાં આટલી બધી ચોવટ કરવાની જરૂર નથી. 

વાત સાચી છે પણ લોકોને ધનિકોના અંગત જીવનમાં રસ હોય છે તેથી બ્રિન-નિકોલના ડિવોર્સનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

- નિકોલનો દાવો, દીકરીના માનસિક રોગ વિશે મસ્ક સાથે વાત કરેલી

અમેરિકાના ટોચના અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલમાં એલન મસ્ક અને નિકોલ શાનહનના અફેરના કારણે સર્ગેઈ બ્રિન અને મસ્કની દોસ્તી તૂટી ગઈ હોવાનો રીપોર્ટ છપાય તેને મસ્કે જૂઠાણું ગણાવ્યું હતું. મસ્કે દાવો કરેલો કે, પોતે આગલી રાત્રે જ બ્રિન સાથે પાર્ટીમાં હતો. મસ્કે દાવો કરેલો કે, આટલાં વરસોમાં પોતે નિકોલને બે-ત્રણ વાર મળ્યો છે અને દરેક વાર આસપાસ લોકોની ભીડ રહેતી તેથી અફેરનો સવાલ જ નથી. 

નિકોલે પણ પીપલ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં મસ્ક સાથે અફેરની વાતને ખોટી ગણાવેલી. નિકોલે પોતાને મસ્ક સાથે સેક્સ સંબંધો કે રોમેન્ટિક સંબંધો હોવાનો સાફ ઈન્કાર કરેલો.

 નિકોલે મસ્કને 'કોલેજીયલ ફ્રેન્ડ' ગણાવીને દાવો કરેલો કે, પોતાની દીકરીની ઓટિઝમની સમસ્યા અંગે તેણે મસ્ક સાથે વાત કરી હતી. ઓટિઝમ મગજને લગતી બિમારી છે કે જેમાં બાળકોનો માનસિક વિકાસ ધીમો થતો હોય છે. 

મસ્ક ન્યુરોટેકનોલોજી કંપની ન્યુરાલિંકનો માલિક હોવાથી તેને આ વિશે ખબર હતી તેથી પોતે વાત કરી હતી. આ વાતચીતમાં સર્ગેઈ બ્રિન પણ સામેલ હતો એવો નિકોલનો દાવો છે. નિકોલનો દાવો છે કે, મસ્ક સાથેના તેની મિત્રતા તેની બીજી ફ્રેન્ડ્સ સાથે હોય એટલી ગાઢ પણ નહોતી પણ સિલિકોન વેલીમાં બધાં સાથે હોય છે તેથી એક પરિચિત સાથે હોય એવા સંબંધો હતા.

- મસ્કનાં ૩ લગ્ન, ૧૦ સંતાન, ટોપ એક્ટ્રેસીસ સાથે અફેર્સ....

એલન મસ્કનું નિકોલ સાથે અફેર હોવાની વાતને લોકોએ સાચી માની લીધી તેનું કારણ મસ્કનાં સંખ્યાબંધ સ્ત્રીઓ સાથેના સંબંધો છે. મસ્કે ત્રણ વાર લગ્ન કર્યા છે ને કુલ દસ સંતાનોનો પિતા છે. આ સિવાય હોલીવુડની એક્ટ્રેસીસ સહિત ઘણી સેલિબ્રિટીઝ સાથે તેનાં અફેર રહ્યાં છે. 

મસ્ક કોલેજમાં હતો ત્યારે જ જસ્ટિન વિલસનના પ્રેમમાં પડી ગયેલો. જસ્ટિન કોલેજમાં તેની સાથે જ હતી તેથી કોલેજમાં બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી.  ૨૦૦૦માં બંને પરણ્યાં ને ૨૦૦૮માં ડિવોર્સ થયાં ત્યાં સુધીમાં જસ્ટિન છ સંતાનોની માતા બની ચૂકી હતી જેમાંથી પાંચ હયાત છે. ડિવોર્સ પછી જસ્ટિને મસ્કની લફરાંબાજી વિશે ઘણી ચોંકાવનારી વાતો લખી હતી. મસ્કે ૨૦૧૦માં પ્રાઈડ એન્ડ પ્રીજ્યુડિસની એક્ટ્રેસ તાલુલાહ રીલે સાથે લગ્ન કર્યા અને ૨૦૧૨માં ડિવોર્સ લીધા પણ પછી બંને ફરી પરણ્યાં. છેવટે ૨૦૧૬માં ડિવોર્સ થઈ ગયા. 

રીલે મસ્કને પરણેલો હતો ત્યારે જ જોની ડેપની એક્ટ્રેેસ પત્ની અંબેર હર્ડ સાથે તેનું અફેર શરૂ થઈ ગયેલું. ૨૦૧૨થી શરૂ થયેલું અફેર ૨૦૧૭ સુધી ચાલ્યું. જોની ડેપે મસ્કનું પોતાની પત્ની સાથે અફેર હોવાનો આક્ષેપ પણ કરેલો પણ અંબેરે ઈન્કાર કર્રેલો. 

અંબેર હર્ડ પછી મસ્કના કેનેડિયમ મ્યુઝિશિયન ગ્રાઈમ્સ સાથે સંબંધ બંધાયા. આ સંબંધોથી મસ્કને ત્રણ સંતાન થયાં, ગ્રાઈમ્સ સાથે અફેર હતું ત્યારે જ મસ્કને કેનેડિયન વેન્ચર કેપિટાલિસ્ટ શિવોન ઝિલિસ સાથે સંબધ બંધાયા. શિવોન સાથેના સંબંધથી મસ્કને ટ્વિન્સ થયાં છે.  મસ્કનું અત્યારે એક્ટ્રેેસ નતાશા બેસ્સેટ સાથે અફેર હોવાની ચર્ચા છે.

Gujarat
English
Magazines