FOLLOW US

નવસારીમાં 'પૂર્ણા' નદી બની ગાંડીતૂર, જુઓ ચીખલીમાં હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુનો વીડિયો

Updated: Jul 14th, 2022


- નવસારી શહેરના 12,000થી પણ વધારે લોકોનું સ્થળાંતરણ કરાવવામાં આવ્યું અને જિલ્લાના 50,000થી પણ વધારે લોકો પૂરથી પ્રભાવિત થયા છે 

નવસારી, તા. 14 જુલાઈ 2022, ગુરૂવાર

દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે જિલ્લામાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદી ગાંડીતૂર બનવાના કારણે સમગ્ર પંથકમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે અને વહીવટી તંત્ર સતર્ક બની ગયું છે. 

ભારે વરસાદને પગલે નવસારી-સુરત અને બારડોલી સહિતના અનેક માર્ગ બંધ થઈ ગયા છે. નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે. નવસારી શહેરના 12,000થી પણ વધારે લોકોનું સ્થળાંતરણ કરાવવામાં આવ્યું છે અને જિલ્લાના 50,000થી પણ વધારે લોકો પૂરથી પ્રભાવિત થયા છે. 


ચીખલીમાં રેસ્ક્યુ ઓપરેશન

ચીખલીમાં પૂરના પાણી ફરી વળવાથી એનડીઆરએફની ટીમે પાણીમાં ફસાયેલા 27 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ઉપરાંત હજું પણ 25 જેટલા લોકો સ્મશાન ભૂમિ પાછળ ફસાયા હોવાથી તેમને બચાવી લેવા માટે દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. 

એનડીઆરએફની ટીમે ચીખલી તાલુકાના ગોલવાડમાં ફસાયેલા 45 લોકોને બચાવી લેવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અસરગ્રસ્તોને રેસ્ક્યુ કરીને સેનાના હેલિકોપ્ટર દ્વારા સુરત એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા અને શેલ્ટર હોમમાં આશરો આપવામાં આવ્યો હતો.

નેશનલ હાઈવે નંબર 48 બંધ કરાયો

ભારે વરસાદ બાદ નવસારીથી આગળ રોડ ઉપર પાણી ફરી વળવાના કારણે પલસાણાના માખિંગા ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર-48 ઉપર વાહનોને અટકાવી દેવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ અધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે હાજર રહીને ત્યાંથી પસાર થઈ રહેલા વાહનચાલકોને પાછા વાળ્યા હતા. 

આ પણ વાંચોઃ પૂરગ્રસ્ત નવસારીની વ્હારે સુરત મહાનગરપાલિકા, પાલિકાની ટીમે નવસારીમાં બચાવ કામગીરી શરૂ કરી

ભારે વરસાદ બાદ નવસારીથી આગળ રોડ ઉપર પાણી ફરી વળવાના કારણે પલસાણાના માખિંગા ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર-48 ઉપર વાહનોને અટકાવી દેવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ અધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે હાજર રહીને ત્યાંથી પસાર થઈ રહેલા વાહનચાલકોને પાછા વાળ્યા હતા. 


Gujarat
IPL-2023
Magazines