જમ્મુ-કાશ્મીરમાં અચાનક કારનો દરવાજો ખુલી જતાં બાઇક સવાર યુવા ક્રિકેટરનું અકસ્માતમાં મોત
AI Images |
Jammu Kashmir Accident: જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક સ્થાનિક ક્રિકેટરનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે એક વ્યક્તિએ અચાનક તેની કારનો દરવાજો ખોલ્યો, આ દરમિયાન બાઈકચાલક ક્રિકેટર કારના દરવાજા સાથે અથડાયો હતો.
ટક્કર બાદ, ક્રિકેટર રસ્તા પર પડી ગયો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ તેનું મોત નિપજ્યું. આ સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. ક્રિકેટરની ઓળખ ફરીદ હુસૈન તરીકે થઈ છે, જે પૂંછનો રહેવાસી છે.
આ પણ વાંચો: કચ્છના કોરી ક્રીક વિસ્તારમાં 15 પાકિસ્તાની માછીમારોને BSFએ દબોચ્યા, બોટ પણ જપ્ત
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક શેરીમાં વાહનોની અવરજવર થઈ રહ્યા છે. ત્યારબાદ ક્રિકેટર ફરીદ હુસૈન તેના ટુ-વ્હીલર પર ત્યાંથી પસાર થાય છે, આ દરમિયાન શેરીમાં પાર્ક કરેલી કારનો દરવાજો અચાનક ખુલી ગયો અને ફરીદ કારના ગેટ સાથે અથડાઈ ગયો. આ પછી તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને જમીન પર પડી ગયો. જો કે, ત્યાંથી પસાર થતા લોકો તરત જ તેને મદદ કરવા દોડ્યા. પરંતુ ફરીદનું મોત નિપજ્યું.