Get The App

‘લાઉડસ્પીકરના નિયમ તોડનારાઓ સામે કાર્યવાહી કરો’ CM ફડણવીસનો પોલીસ અધિકારીઓને આદેશ

Updated: Mar 11th, 2025

GS TEAM

Google News
Google News
‘લાઉડસ્પીકરના નિયમ તોડનારાઓ સામે કાર્યવાહી કરો’ CM ફડણવીસનો પોલીસ અધિકારીઓને આદેશ 1 - image


CM Devendra Fadnavis : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ચેતવણી આપતા કહ્યું કે, ‘પોલીસ અધિકારીઓએ પોતપોતાના ક્ષેત્રોમાં પૂજા સ્થળોની મુલાકાત કરવી જોઈએ અને પૂજા સ્થળો પર ઉપયોગમાં લેવાયા લાઉડસ્પીકરો અંગેના નિયમોનું પાલન થાય છે કે નહીં, તે સુનિશ્ચિત કરવું જોઈએ.’

‘લાઉડસ્પીકરના નિયમ તોડનારાઓ સામે કાર્યવાહી કરો’

ફડણવીસે આજે રાજ્ય વિધાનસભામાં કહ્યું કે, ‘પૂજા સ્થળો પરના લાઉડસ્પીકર અંગે કેન્દ્ર સરકાર અને કોર્ટ દ્વારા જાહેર કરાયેલા દિશા-નિર્દેશોનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. જો નિયમોનું ઉલ્લંઘન થાય તો કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. રાત્રે 10.00 વાગ્યાથી સવારે 6.00 વાગ્યા દરમિયાન લાઉડસ્પીકરનો ઉપયોગ ન થવો જોઈએ. સવારે લાઉડસ્પીકરનો અવાજ 55 ડેસિબલથી વધુ અને રાત્રે 45 ડેસિબલથી વધુ ન હોવો જોઈએ.’

આ પણ વાંચો : આયુષ્માન ભારત યોજના કૌભાંડ : 1504 હોસ્પિટલોને 122 કરોડનો દંડ, 549 હોસ્પિટલ સસ્પેન્ડ

ભાજપ ધારાસભ્યએ લાઉડસ્પીકરનો મુદ્દો ઉઠાવ્યો

વાસ્તવમાં ભાજપ ધારાસભ્ય દેવયાની ફરાંડેએ મહારાષ્ટ્ર વિધાનસભામાં મસ્જિદોમાં ઉપયોગમાં લેવાતા લાઉડસ્પીકરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘લાઉડસ્પીકરોના કારણે ધ્વનિ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. મસ્જિદોમાં જોરશોરથી લાઉડસ્પીકર વગાડવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેઓ નિયમોનું ઉલ્લંઘન કરીને સંબોધન કરવા માટે પણ હંમેશા લાઉડસ્પીકરનો ઉપયોગ કરે છે.’ આ દરમિયાન ફરાંડેએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની કડક કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

વિધાનસભા ‘યોગીની કાર્યવાહી’નો ઉલ્લેખ થયો

ભાજપ ધારાસભ્યએ વધુમાં કહ્યું કે, ‘જ્યારે ઉત્તર પ્રદેશમાં આવી બાબતો સામે આવી ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મસ્જિદોમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ લગાવી દીધો. શું મહારાષ્ટ્રમાં સરકાર પણ આવી નીતિ અપનાવશે?’ ત્યારબાદ આ મુદ્દે સીએમ ફડણવીસે કહ્યું કે, ‘સંબંધીત પોલીસ અધિકારીઓએ પોતપોતાના કાર્યક્ષેત્રમાં પૂજા સ્થળોની મુલાકાત કરવી જોઈએ અને લાઉડસ્પીકર અંગેના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં, તે સુનિશ્ચિત કરવું જોઈએ.’

આ પણ વાંચો : ભારતીય કુશ્તી મહાસંઘ પરથી પ્રતિબંધ હટાવાયો, બૃજભૂષણના નજીકના વ્યક્તિનો રહેશે દબદબો

Tags :