ભારતીય કુશ્તી મહાસંઘ પરથી પ્રતિબંધ હટાવાયો, બૃજભૂષણના નજીકના વ્યક્તિનો રહેશે દબદબો
Image Twitter |
Sports Ministry Revokes WFI Suspension After 15 months: રમતગમત મંત્રાલયે ભારતીય કુશ્તી મહાસંઘ (WFI)પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. જેના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે અને અમ્માનમાં એશિયન ચેમ્પિયનશિપ માટે પસંદગી ટ્રાયલ સહિત વિવિધ સ્પર્ધાઓ યોજવાનો માર્ગ મોકળો થયો છે. મંત્રાલયે 24 ડિસેમ્બર, 2023 ના રોજ ઓપરેશનલ પ્રવૃત્તિઓમાં ખામીઓને કારણે WFI ને સસ્પેન્ડ કરી દીધું હતું. નવા સંગઠનની રચના ત્રણ દિવસ પહેલા 21 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી. WFI પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સહાયક સંજય સિંહને ફરી એકવાર દબદબો જોવા મળશે.
આ પણ વાંચો : કેજરીવાલને ફરી કોર્ટનો ઝટકો, પાંચ વર્ષ જૂના કેસમાં દ્વારકા સાઉથ પોલીસને FIR નોંધવા આદેશ
'WFI એ સુધારાત્મક પગલાં લીધાં'
સંજય સિંહના નેતૃત્વવાળી આ નવી સંસ્થાએ બ્રિજભૂષણ શરણ સિંહના ગઢ ગોંડાના નંદિની નગરમાં અંડર-15 અને અંડર-20 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ યોજવાની જાહેરાત કરી હતી હતી. જેના કારણે સરકાર નારાજ હતી કેમ કે, ભાજપના પૂર્વ સાંસદ જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહ્યા હતા. મંત્રાલયે તેના આદેશમાં જણાવ્યું હતું કે WFI એ સુધારાત્મક પગલાં લીધાં છે અને તેથી રમત અને ખેલાડીઓના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને મંત્રાલયે પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે.
'WFI એ કેટલીક સૂચનાઓનું કરવુ પડશે પાલન'
સંજય સિંહે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, 'આ નિર્ણય લેવા બદલ હું મંત્રાલયનો આભાર માનું છું. હવે આપણે સરળતાથી કામ કરી શકીશું. રમત માટે આ ખૂબ જ જરુરી હતું. સ્પર્ધાઓમાં ભાગ ન લઈ શકવાને કારણે ખેલાડીઓ નારાજ હતા.' જોકે, મંત્રાલયે WFI ને અમુક દિશાનિર્દેશોનું પાલન કરવા માટે પણ જણાવ્યું છે, જેમ કે WFI એ ખાતરી આપવી પડશે કે, ચૂંટાયેલા પદાધિકારીઓમાં શક્તિનું સંતુલન રહે અને તેમણે સસ્પેન્ડ અથવા બરતરફ કરાયેલા અધિકારીઓથી પોતાને દૂર રાખવું પડશે.