Get The App

આદિત્ય ઠાકરે, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ... ત્રણેય દિગ્ગજ નેતા કાલે એક મંચ પર એકસાથે જોવા મળશે

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
આદિત્ય ઠાકરે, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ... ત્રણેય દિગ્ગજ નેતા કાલે એક મંચ પર એકસાથે જોવા મળશે 1 - image


Maharashtra Political News : મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ત્રણ વર્ષથી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેના જૂથો વચ્ચે મોટું વિભાજન થયું છે. એકનાથ શિંદેએ 2022માં શિવસેનામાંથી બળવો કર્યો ત્યારથી શિંદે-ઠાકરે જૂથના સંબંધોમાં કોઈ સુધારો થયો નથી. જોકે, હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે (Aaditya Thackeray) મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (CM Devendra Fadnavis) અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) સાથે એક મંચ પર જોવા મળશે.

કાલે એક સાથે જોવા મળશે આદિત્ય-શિંદે-ફડણવીસ

વાસ્તવમાં 14 ઓગસ્ટે મુંબઈના વર્લીમાં એક કાર્યક્રમ યોજાવાનો છે. આ દિવસે બૉમ્બે ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (BDD) ચૉલ પુનર્વિકાસ યોજનાના પ્રથમ તબક્કા હેઠળ 556 લાભાર્થીઓને તેમના નવા ઘરની ચાવીઓ અપાશે. આ કાર્યક્રમમાં ફડણવીસ અને શિંદે હાજર રહેશે. આદિત્ય ઠાકરે વર્લીના ધારાસભ્ય છે, તેથી પ્રોટોકોલ મુજબ તેમને પણ આ કાર્યક્રમનું આમંત્રણ અપાયું છે. આમ તો શિવસેના યુબીટી અને ગઠબંધન શિવસેના-ભાજપ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા રહે છે, જોકે આવતીકાલના આ કાર્યક્રમમાં ત્રણેય નેતાઓ એક સાથે જોવા મળશે.

આ પણ વાંચો : ‘રાહુલ ગાંધીના વકીલે પૂછ્યા વગર કોર્ટમાં અરજી કરી’ પૂણે કોર્ટમાં હાજર થવાના મામલે સુપ્રિયા શ્રીનેત

શિવસેના યુબીટી સાંસદ સાવંત પણ મંચ પર જોવા મળશે

બીડીડીનો આ કાર્યક્રમ મ્હાડા દ્વારા માટુંગા સ્થિત યશવંત નાટ્ય મંદિર ખાતે યોજવામાં આવ્યો છે. આ દરમિયાન મુખ્યમંત્રી ફડણવીસ દ્વારા લાભાર્થીઓને ચાવી વિતરિત કરવામાં આવશે. આ ઉપરાંત સ્થાનિક સાંસદ અરવિંદ સાવંતને પણ આમંત્રણ અપાયું છે. BDD ચૉલ પુનર્વિકાસ પરિયોજના છેલ્લા કેટલાક વર્ષોથી ચર્ચામાં છે. આ પરિયોજનાનું કામ મહા વિકાસ અઘાડી સરકાર દરમિયાન શરૂ થયું હતું અને ત્યારબાદ મહાયુતિ સરકારના શાસનમાં પણ પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં ચાલુ રહ્યું હતું. હવે તેનો પહેલો તબક્કો મુખ્યમંત્રી ફડણવીસના કાર્યકાળમાં પૂરો થયો છે. આવી સ્થિતિમાં આ તમામ પક્ષો પ્રોજેક્ટનો શ્રેય લેવાનો પ્રયાસ કરશે.

શું છે BDD પ્રોજેક્ટ?

મુંબઈમાં બોમ્બે ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ બ્રિટિશ શાસન દરમિયાન 1920થી 1925 સુધી રહેણાંક ઈમારતો બનાવવામાં આવી હતી. આ ઈમારતો ખૂબ જૂની અને જર્જરિત થઈ ગઈ હતી, આથી તેનું ડેવલપમેન્ટ શરૂ કરયા બાદ તેનો પ્રથમ તબક્કો હવે પૂરો થયો છે. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન થયેલા શહેરી વિકાસના ભાગરૂપે તેને સૌથી મોટો પ્રોજેક્ટ માનવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ‘સોનિયા ગાંધી દેશના નાગરિક નહોતા, તો પણ મતદાર યાદીમાં નામ હતું’ ભાજપ નેતાએ શેર કર્યા પુરાવા

Tags :