For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

સંસદમાં મહિલા અનામત બિલ રજૂ થતા જ હોબાળો, કાલે સવારે 11 વાગ્યા સુધી બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત

આજે પાંચ દિવસ ચાલનારા વિશેષ સત્રનો બીજો દિવસ છે

સંસદ નવા ભવનમાં શિફ્ટ થઈ ગયું છે

Updated: Sep 19th, 2023


Women Reservation Bill: આજે પાંચ દિવસ ચાલનારા વિશેષ સત્રનો બીજો દિવસ છે અને સંસદ નવા ભવનમાં શિફ્ટ થઈ ગયું છે ત્યારે નવા સંસદભવનમાં હાલ પ્રથમ સત્ર ચાલી રહ્યું છે જેમા મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. આ બિલને નારી શક્તિ વંદન એક્ટ નામ આપાવામાં આવ્યું છે. આ બિલને લઈને હોબાળો થતા બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ બપોર 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

લોકસભાની કાર્યવાહી સ્થગિત

કેન્દ્રિય કાયદા મંત્રીએ બિલ રજૂ કર્યું

કેન્દ્રિય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલ લોકસભામાં રજૂ કર્યું છે, આ પહેલા પ્રધાનમંત્રીએ તમામ પક્ષોને આ બિલને સમર્થન આપવાની અપીલ કરી હતી, જો કે કેન્દ્રિય મંત્રીએ જ્યારે બિલ રજૂ કર્યું ત્યારે સંસદમાં ભારે હોબાળો થયો હતો. આ સિવાય નવા સંસદભવનમાં અંધીર રંજન ચૌધરીના ભાષણ દરમિયાન હોબાળો થયો હતો અને સ્પીકર ઓમ બિરલા સહિત ઘણા સભ્યોએ બેસી જવા કહ્યું હતું પરંતુ અધીર રંજન ચૌધરીએ પોતાની વાત ચાલુ રાખી હતી અને ગૃહમાં સૂત્રોચ્ચાર શરૂ થયા હતા. આજે નવા સંસદભવનમાં રજૂ થયેલા બિલમાં મહિલા માટે લોકસભા-વિધાનસભામાં 33 ટકાની જોગવાઈ છે.

'નારી શક્તિ વંદન એક્ટ' મહિલા આરક્ષણ બિલનું નામકરણ 

આજે નવા સંસદભવનમાં પ્રથમ સત્રમાં જ મહિલા અનામત બિલ રજૂ  કરાયું છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, અટલજીના કાર્યકાળમાં ઘણી વખત મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ અમે તેને પસાર કરવા માટે ડેટા એકત્ર કરી શક્યા નહીં અને તેના કારણે આ બિલને પાસ કરાવવાનું સપનું અધૂરું રહી ગયું. ભગવાને મને મહિલાઓના સશક્તિકરણ અને તેમની શક્તિને આકાર આપવાનું કામ કરવા માટે પસંદ કર્યો છે. પીએમ મોદીએ મહિલા અનામત બિલને 'નારી શક્તિ વંદન એક્ટ' નામ આપ્યું છે. 

Gujarat
Worldcup 2023
English
Magazines