Get The App

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વચ્ચે મહિલાએ જજોને 'મિલોર્ડ' ની જગ્યાએ 'ગાઈઝ' કહ્યા, પછી જોવા જેવી થઈ!

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વચ્ચે મહિલાએ જજોને 'મિલોર્ડ' ની જગ્યાએ 'ગાઈઝ' કહ્યા, પછી જોવા જેવી થઈ! 1 - image

Supreme Court: સુપ્રીમ કોર્ટમાં બુધવારે રખડતા કૂતરા (Stray Dogs)ના ગંભીર મુદ્દા પર સુનાવણી દરમિયાન એક રસપ્રદ ઘટના ઘટી હતી. જસ્ટિસ વિક્રમ નાથની અધ્યક્ષતા વાળી ત્રણ જજોની બેન્ચ સમક્ષ પ્રાણી પ્રેમીઓ, પીડિતો અને નિષ્ણાતો પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા હતા. આ દરમિયાન એક મહિલાએ અજાણતામાં કોર્ટના કડક પ્રોટોકોલ તોડી નાખ્યો, જેના પર જજોએ ખૂબ જ ઉદાર પ્રતિક્રિયા આપી. સુનાવણી દરમિયાન એક મહિલાએ જજોના હસ્તક્ષેપ અને આ મુદ્દા પર ધ્યાન આપવા બદલ બેન્ચનો આભાર માન્યો. પોતાની વાત કહેતા તેમણે બેન્ચને 'યુ ગાઈઝ' કહીને સંબોધિત કરી દીધા.

અદાલતની ગરિમા અને સ્થાપિત પ્રોટોકોલ પ્રમાણે જજોને 'મિલોર્ડ', 'યોર લોર્ડશિપ' અથવા 'યોર ઑનર' કહીને સંબોધિત કરવામાં આવે છે. મહિલાના મોઢેથી 'You Guys' સાંભળતા જ ત્યાં હાજર વકીલ હેરાન રહી ગયા. 

જજોએ ઉદારતા દાખવી

મહિલાના આ સંબોધન પર કેટલાક વકીલોએ તરત જ તેમને અટકાવ્યા અને જણાવ્યું કે કોર્ટરૂમમાં બોલવા માટે એક વિશેષ પ્રોટોકોલ હોય છે અને જજોને આ રીતે સંબોધિત ન કરી શકાય. પોતાની ભૂલનો અહેસાસ થતાં જ મહિલાએ તરત માફી માંગી અને કહ્યું કે, મને આ નિયમની જાણકારી નહોતી. જોકે જસ્ટિસ વિક્રમ નાથે સ્થિતિને ખૂબ જ સહજતાથી સંભાળી. તેમણે મહિલાને આશ્વાસન આપતા કહ્યું કે, 'કંઈ વાંધો નહીં, ઠીક છે' અને કોઈપણ ઔપચારિકતા વિના કાર્યવાહી આગળ ધપાવી.

આ પણ વાંચો: પહેલા ધમકી પછી ફોન કોલ, ટ્રમ્પ અને કોલંબિયાના પ્રમુખના સંબંધોમાં ટ્વિસ્ટ, અમેરિકા આવવા આમંત્રણ

જસ્ટિસનું ઉદાર વર્તન ચર્ચામાં રહ્યું

સુપ્રીમ કોર્ટમાં મોટાભાગે પ્રોટોકોલને લઈને સખ્તી જોવા મળે છે, પરંતુ જસ્ટિસ વિક્રમ નાથના આ વર્તનની પ્રશંસા થઈ રહી છે. તેમણે સાબિત કરી દીધું કે, ન્યાયિક પ્રક્રિયામાં શબ્દોની તકનીકી કરતાં સામાન્ય માણસની વાત સાંભળવી વધુ મહત્વપૂર્ણ છે.