Get The App

મુંબઈમાં હિન્દી ભાષીને મારનારા, જો હિમ્મત હોય તો...', મરાઠી ભાષા વિવાદમાં ભાજપ સાંસદને ઝંપલાવ્યું

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈમાં હિન્દી ભાષીને મારનારા, જો હિમ્મત હોય તો...', મરાઠી ભાષા વિવાદમાં ભાજપ સાંસદને ઝંપલાવ્યું 1 - image


Hindi vs Marathi Row:  મહારાષ્ટ્રમાં હિન્દી અને મરાઠી વિવાદ ફરી એક વાર ગરમાયો છે. મરાઠીમાં ન બોલતા એક પરપ્રાંતીય દુકાનદારને મનસેના કાર્યકર્તાઓ દ્વારા મારપીટ કરવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં વિવાદ છેડાયો છે. ત્યાર બાદ ઠાકરે બંધુઓ એકઠા થયા અને રાજકારણમાં એક અલગ જ વળાંક પર લઈ ગયા. હવે આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના નેતા નિશિકાન્ત દુબેની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, જો તમારા હિંમત હોય તો મહારાષ્ટ્રમાં ઉર્દુભાષીઓને મારી બતાવો. 

આ પણ વાંચો : પંજાબમાં ભયંકર અકસ્માત, બસ પલટી જતાં 10ના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત

દુબેએ મરાઠી-હિન્દી વિવાદની તુલના કૂતરા અને સિંહ સાથે કરી 

ભાજપા સાંસદ નિશિકાન્ત દુબેએ મરાઠી ભાષામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને કહ્યું કે, 'મુંબઈમાં હિન્દી બોલનારાને મારનારાઓ, જો તમારામાં હિંમત હોય તો મહારાષ્ટ્રમાં ઉર્દુ બોલનારાને મારી બતાવો. કુતરો પણ પોતાના ઘરમાં સિંહ હોય છે. તમે જ નક્કી કરો કે, કોણ કુતરો છે અને કોણ સિંહ.' દુબેએ મરાઠી-હિન્દી વિવાદની તુલના કૂતરા અને સિંહ સાથે કરી છે. તેથી, હવે આ વિવાદ વધુ ભડકવાની શક્યતા છે.

'એકે હિન્દુ હોવા પર,બીજાએ હિન્દીના કારણે હત્યાચાર કર્યો'

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભાજપના સાંસદ નિશિકાન્ત દુબેએ મહારાષ્ટ્રના ભાષા રાજકારણને કાશ્મીરી પંડિતો સાથે જોડી હતી. તેમણે અન્ય એક પોસ્ટમાં લખ્યું હતું કે, 'મુંબઈમાં શિવસેના ઉદ્ધવ, મનસે રાજ ઠાકરે અને એનસીપી પવાર સાહેબ અને કાશ્મીરમાંથી કાશ્મીરી હિન્દુઓને બહાર કાઢનારા સલાઉદ્દીન, મૌલાના મસૂદ અઝહર અને મુંબઈમાં હિન્દુઓને ત્રાસ આપનારા દાઉદ ઇબ્રાહિમ વચ્ચે શું તફાવત છે? એકે હિન્દુ હોવા પર હત્યાચાર કર્યો, બીજા હિન્દીના કારણે હત્યાચાર કરી રહ્યા છે.'

પહલગામમાં ધર્મ પૂછીને માર્યા અને અહીં ભાષા પૂછીને..

આ દરમિયાન મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપના નેતા આશિષ શેલારે મહારાષ્ટ્રમાં બિન-મરાઠી ભાષી સ્થળાંતર કરનારાઓ પર થયેલી હિંસાની તુલના પહલગામ આતંકવાદી હુમલા સાથે કરી હતી. તેમણે કહ્યું કે, 'પહલગામમાં લોકોને તેમનો ધર્મ પૂછીને મારવામાં આવ્યા હતા અને અહીં મહારાષ્ટ્રમાં હિન્દુઓને માત્ર તેમની ભાષાના કારણે મારવામાં આવી રહ્યા છે. આ બંનેમાં શું તફાવત છે?'

આ પણ વાંચો : 'ભારત તો 40મા ક્રમે છે, સરકારે ચોથો ક્રમ કેવી રીતે બતાવ્યો..' અચાનક જ કેમ ભડકી કોંગ્રેસ

રાજ્યમાં ભાષા વિવાદ વકર્યો

મહારાષ્ટ્રમાં અત્યારે ભાષા વિવાદે વેગ પકડ્યો છે. આવું એટલા માટે થયું કે, જ્યારે ફડણવીસ સરકારે થર્ડ લેંગ્વેજ પોલિસીને આગળ ધપાવી. ઉદ્ધવ અને રાજ બંનેનું એવું માનવું છે કે, આ મૂળ મરાઠી ભાષીઓ પર હિન્દી લાદવાનો પ્રયાસ છે. MNS અને શિવસેના UBT ના વિરોધ પછી સરકારે આ પોલીસી પાછી ખેંચી લીધી હતી. એ પછી ઠાકરે બંધુઓ ફરીથી એક સાથે જોવા મળ્યા. ત્યારે જયા બચ્ચને હિંમતભેર કહ્યું, 'અમે યુપીના લોકો છીએ.'

Tags :