India

રાજ્યસભાના સૌથી ધનિક સાંસદ પાસે છે 5300 કરોડની સંપત્તિ, જાણો સૌથી 'ગરીબ' કોણ?

By GS TEAM
20 Mar 20262 mins read
TukuTouch Logo
રાજ્યસભાના સાંસદોની સંપત્તિ અને તેમના ગુનાહિત ઈતિહાસને લઈને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)નો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, રાજ્યસભાના 229 વર્તમાન સાંસદોના સોગંદનામાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે લગભગ 32 ટકા એટલે કે 73 સાંસદો સામે ગુનાહિત કેસો નોંધાયેલા છે. આ પૈકી 16 ટકા સાંસદો ગંભીર ગુનાઓનો સામનો કરી રહ્યા છે, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને મહિલાઓ વિરુદ્ધના અપરાધો જેવા ગંભીર આરોપોનો સમાવેશ થાય છે. પક્ષવાર વિગતો જોઈએ તો, ભાજપના 99માંથી 27, કોંગ્રેસના 28માંથી 12 અને આમ આદમી પાર્ટીના 10માંથી 4 સાંસદોએ પોતાના વિરુદ્ધ ગુનાહિત કેસોની જાહેરાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યસભાના સૌથી ધનિક સાંસદ પાસે છે 5300 કરોડની સંપત્તિ, જાણો સૌથી 'ગરીબ' કોણ?
(IMAGE - IANS)

Wealthiest Rajya Sabha MP: રાજ્યસભાના સાંસદોની સંપત્તિ અને તેમના ગુનાહિત ઈતિહાસને લઈને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)નો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, રાજ્યસભાના 229 વર્તમાન સાંસદોના સોગંદનામાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે લગભગ 32 ટકા એટલે કે 73 સાંસદો સામે ગુનાહિત કેસો નોંધાયેલા છે. આ પૈકી 16 ટકા સાંસદો ગંભીર ગુનાઓનો સામનો કરી રહ્યા છે, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને મહિલાઓ વિરુદ્ધના અપરાધો જેવા ગંભીર આરોપોનો સમાવેશ થાય છે. પક્ષવાર વિગતો જોઈએ તો, ભાજપના 99માંથી 27, કોંગ્રેસના 28માંથી 12 અને આમ આદમી પાર્ટીના 10માંથી 4 સાંસદોએ પોતાના વિરુદ્ધ ગુનાહિત કેસોની જાહેરાત કરી છે.

રાજ્યસભામાં 'ધનાઢ્ય' સાંસદોનું વર્ચસ્વ

માત્ર ગુનાહિત ઈતિહાસ જ નહીં, પરંતુ સંપત્તિની દ્રષ્ટિએ પણ રાજ્યસભાના સભ્યો ઘણા આગળ છે. રિપોર્ટ મુજબ, 14 ટકા એટલે કે 31 સાંસદો અબજોપતિ છે. રાજ્યસભાના એક સભ્યની સરેરાશ સંપત્તિ અંદાજે 120.69 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જો પક્ષોની સરેરાશ સંપત્તિની વાત કરીએ તો, આમ આદમી પાર્ટીના સાંસદોની સરેરાશ સંપત્તિ સૌથી વધુ 574.09 કરોડ રૂપિયા છે, જ્યારે વાયએસઆર કોંગ્રેસના સાંસદો 522.63 કરોડ રૂપિયા સાથે બીજા ક્રમે છે. ભાજપના સાંસદોની સરેરાશ સંપત્તિ 28.29 કરોડ અને કોંગ્રેસના સાંસદોની 128.61 કરોડ રૂપિયા નોંધાઈ છે.

આ પણ વાંચો: ભારતમાં એલપીજીની જરૂરિયાત પૂરી કરવા 30 એલપીજી ટેન્કરની જરૂર

સૌથી અમીર અને સૌથી ગરીબ સાંસદ

સંપત્તિના મામલે તેલંગાણાના બીઆરએસ સાંસદ બંડી પાર્થ સારથી 5300 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ટોચ પર છે. બીજા ક્રમે આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા કે અન્ય નેતાઓ નહીં પણ રાજેન્દ્ર ગુપ્તા છે, જેમની પાસે 5053 કરોડની સંપત્તિ છે. બીજી તરફ, કેટલાક સાંસદો એવા પણ છે જેમની પાસે ખૂબ જ ઓછી સંપત્તિ છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંત બલબીર સિંહ આ યાદીમાં સૌથી નીચે છે, જેમની પાસે માત્ર 3 લાખ રૂપિયાની સંપત્તિ છે. મણિપુરના મહારાજા સજોઓબા લિશેમ્બા (5 લાખ) અને તૃણમૂલના પ્રકાશ ચિક બરૈક (9 લાખ) પણ સૌથી ઓછી સંપત્તિ ધરાવતા સાંસદોમાં સામેલ છે.