'ફ્લાય દુબઈ'માં પાયલોટ સ્મિત મચ્છર ઉપર જાન-લેવા હુમલો કરવાનું શસ્ત્ર આવ્યું ક્યાંથી ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- હુમલાખોરનો હેતુ ફ્લાઇટ હાઇજેક કરવાનો હતો
- દુબઈથી તેલ-અવિવ જતી ફ્લાઇટમાં હમામ-અલ-હમ્મમી નામક કો-પાયલોટે સ્મિત ઉપર ધારદાર શસ્ત્રથી હુમલો કર્યો હતો
નવી દિલ્હી : દુબઈથી તેલ-અવીવ જઈ રહેલી 'ફ્લાય દુબઈ'ની ફ્લાઇટમાં હમામ-અલ-હમ્મમી નામક કો- પાયલોટે, પાયલોટ સ્મિત મચ્છર ઉપરહુમલો કરી તેને ઘણો ઘાયલ કર્યો હતો. પ્રશ્ન તે છે કે, હુમલાખોરે તે હુમલા માટે શસ્ત્ર મેળવ્યું ક્યાંથી ? વાસ્તવમાં વિમાનમાં જનારા પાયલોટ્સ સહિત દરેકની પૂરેપૂરી તપાસ થાય છે તો પછી તે શસ્ત્ર ક્યાંથી આવ્યું ?
હવે જાણવા મળ્યું છે કે, કોકપિટમાં હંમેશા 'ક્રેશ-એક્સ' (આપાતકાલીન કુહાડી) રાખવામાં આવે છે. જેનાથી મચ્છર ઉપર હુમલો કરવામાં આવ્યોહતો. વાસ્તવમાં તે કો પાયલોટ વિમાન હાઇજેક કરવા માંગતો હતો તેથી વિમાનનું સંચાલન હાથમાં લેવા માગતો હતો. સ્મિત મચ્છરને પણ તેવી શંકા જતા તેણે વિમાનનો કંટ્રોલ સોંપવાની 'ના' કહેતા ઉશ્કેરાઈ ગયેલા હમામ-અલ-હમ્મમીએ તે ક્રેશ એક્સથી હુમલો કર્યો હતો.
દરેક વિમાનમાં આવી ક્રેશ એક્સ રાખવામાં આવે છે. તે ઇમર્જન્સી સમયે ઉપયોગમાં લેવામાં આવે છે. તે 'એક્ષ' (કુહાડી) મેઇન કેબિનમાં રખાતી હતી પરંતુ અમેરિકામાં ૨૫ વર્ષ પૂર્વે ૯/૧૧/૨૦૦૧માં થયેલા આતંકી હુમલા પછી તે કોકપીટમાં રાખવામાં આવે છે.
તે સર્વવિદિત છે કે કો પાયલોટે પાયલોટ સ્મિત મચ્છર ઉપર હુમલો કરી તેને ઘણો જ ઘાયલ કર્યો હતો તેની ચીસોનો અવાજ સાંભળી પ્રવાસી તરીકે બેઠેલા બે પાયલોટોએ તેમની ટ્રેનિંગના આધારે કોકપીટનો દરવાજો ખોલી હુમલાખોર હમામ-અલ-હમ્મમીને અન્ય મુસાફરોની સહાયથી જબ્બે કરી લીધો હતો તે પછી લોહીલુહાણ બન્યો હોવા છતાં સ્મિત મચ્છરે વિમાનનો કંટ્રોલ લઈ લીધો અને ૧૭૪ યાત્રીઓનો જીવ બચાવી લીધો. મચ્છરે કહ્યુંહતું કે, તે મારામારી અને પછીથી પણ મનમાં સતત હનુમાન ચાલીસા રટતો રહ્યો હતો.




