Video: જ્યારે PM મોદીએ અડધી રાતે ફોન કરીને પૂછ્યુ, 'જાગો છો'?, એસ જયશંકરએ શેર કર્યો કિસ્સો
નવી દિલ્હી, તા. 23 સપ્ટેમ્બર 2022 શુક્રવાર
ઓગસ્ટ 2021માં જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો ત્યારે ભારતએ ઝડપથી પોતાના નાગરિકોને ત્યાંથી નીકાળ્યા. ભારતએ અફઘાનિસ્તાનમાંથી પોતાના નાગરિકોને બહાર નીકાળવા માટે 'ઓપરેશન દેવી શક્તિ' ચલાવ્યુ હતુ.
વિદેશ મંત્રી એસ જયશંકરએ જણાવ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2021ની અડધી રાતે ભારતીય નાગરિકોને નીકાળવા માટે કરવામાં આવી રહેલા પ્રયત્નો વિશે પૂછવા માટે ફોન કર્યો હતો.
અડધી રાતનો સમય હતો. વડાપ્રધાન મોદીએ મને ફોન કર્યો. તેમનો પહેલો પ્રશ્ન હતો, 'જાગો છો?' વિદેશ મંત્રીએ જણાવ્યુ કે જે બાદ વડાપ્રધાન મોદીએ મને ઓપરેશન દેવી શક્તિની પ્રગતિ વિશે પૂછ્યુ, જેના જવાબમાં તેમણે વડાપ્રધાન મોદીને જણાવ્યુ કે મદદ કાબુલના રસ્તામાં છે.