Get The App

Caste Census: ક્યારે શરુ થઈ, છેલ્લે ક્યારે થઈ અને શું ફાયદો થયો? જાતિ આધારિત વસ્તી ગણતરી સંબંધિત 10 મહત્ત્વપૂર્ણ બાબતો

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
Caste Census: ક્યારે શરુ થઈ, છેલ્લે ક્યારે થઈ અને શું ફાયદો થયો? જાતિ આધારિત વસ્તી ગણતરી સંબંધિત 10 મહત્ત્વપૂર્ણ બાબતો 1 - image


Caste Survey: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર જાતિગત વસ્તી ગણતરી કરવા જઈ રહી છે. આ અંગેની માહિતી કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવાર, 30 એપ્રિલ 2025ની કેબિનેટ બ્રીફિંગ દરમિયાન આપી હતી. દેશમાં શરુ થનારી વસ્તી ગણતરીની સાથે સાથે તેના આંકડા પણ એકત્રિત કરવામાં આવશે. વસ્તી ગણતરી ફોર્મમાં જ જાતિની કોલમ મુકવામાં આવી છે. આ મુદ્દાને લઈને વિપક્ષે સરકાર પર પ્રહારો કર્યો હતા.

આ પણ વાંચો : જાતિ આધારિત વસ્તી ગણતરીને રાહુલ ગાંધીનું સમર્થન, કહ્યું- 'આ પહેલું ડગલું, હવે તારીખ જણાવો'

જાતિ આધારિત વસ્તી ગણતરી સંબંધિત 10 મહત્ત્વપૂર્ણ બાબતો

1. સમાજની વસ્તી ગણતરીની કરવી, તેનું વર્ણન કરવું, એ સમજવું કે લોકો ક્યા સુધી પહોંચ્યા છે એટલે કે શું ઉપલબ્ધ કર્યું અને કઈ વસ્તુઓથી વંચિત છે. આ જાણવું માત્ર સામાજિક વિજ્ઞાનિકો માટે નહીં પરંતુ નીતિ નિર્માતાઓ અને સરકાર માટે પણ જરુરી છે. 

2. એટલા માટે વસ્તી ગણતરી એ એક પ્રકારની પ્રક્રિયા છે. જોકે, વસ્તી ગણતરીના ટીકાકારોનું માનવું છે કે, સામાજિક માળખાને સંપૂર્ણ રીતે સમજવા માટે જાતિ વસ્તી ગણતરી નિયમિતપણે હાથ ધરવામાં આવવી જોઈએ.

3. સૌથી પહેલા જાતિ આધારિત વસ્તી ગણતરી સામાજિક- આર્થિક અને જાતિ ગણતરી (SECC) તરીકે 1931 માં હાથ ધરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિને તેનું જાતિનું નામ પૂછવાનું હતો, જેથી સરકાર પુનઃમૂલ્યાંકન કરી શકે કે, કયા જાતિ જૂથો આર્થિક રીતે સૌથી ખરાબ હતા અને કયા વધુ સારા હતા.

4. જાતિગત વસ્તી ગણતરીનો હેતુ માત્ર અનામતનો મુદ્દો જ નથી, પરંતુ જાતિગત વસ્તી ગણતરી મોટી સંખ્યામાં એવા મુદ્દાઓને સામે લાવશે, કે જેના પર કોઈપણ લોકશાહી દેશે ધ્યાન આપવું જરૂર છે, ખાસ કરીને એ લોકોની સંખ્યા હાંસિયામાં ધકેલાઈ ગઈ છે, અથવા તો જે વંચિત છે અથવા તેઓ કયા પ્રકારનો વ્યવસાય કરે છે. તેનાથી વધુ સારી નીતિઓ અને વ્યૂહરચના બનાવવામાં મદદ મળશે. આ ઉપરાંત સંવેદનશીલ મુદ્દાઓ પર વધુ તર્કસંગત ચર્ચા પણ થઈ શકે છે.

5. જો કે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ધર્મો અને ભાષાકીય પ્રોફાઇલ માટે વસ્તી ગણતરીના આંકડા એકત્રિત કરવામાં આવ્યા છે, પરંતુ 1931 પછીથી ભારતમાં બધી જાતિઓનું પ્રોફાઇલિંગ કરવામાં નથી આવી.

6. આઝાદી પછી થયેલી બધી વસ્તી ગણતરીઓમાં જાતિઓની ગણતરી ક્યારેય કરવામાં આવી નથી.

આ પણ વાંચો : પહેલી મેથી દેશભરમાં લાગુ થશે 5 મોટા ફેરફારો, દરેકના ખિસ્સા પર થશે અસર

7. જોકે, 2010 માં તત્કાલીન વડાપ્રધાન, સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહે લોકસભામાં ખાતરી આપી હતી કે, કેબિનેટમાં જાતિગત વસ્તી ગણતરી પર વિચાર કરવામાં આવશે. એ પછી એક કેબિનેટ જૂથની પણ રચના કરવામાં આવી. એ પછી પણ સરકારે જાતિ વસ્તી ગણતરીને બદલે માત્ર SECC સર્વે કર્યો હતા.

8. આ સર્વેનો મુખ્ય ડેટા જાહેર કરવામાં નથી આવ્યા કાં તો બહાર પાડવામાં આવ્યા નથી અથવા માત્ર કેટલાક ભાગોમાં જ જારી કરવામાં આવ્યા છે. 

9. સુપ્રીમ કોર્ટે ઘણી વખત સરકારોને જાતિઓ સંબંધિત ડેટા આપવા કહ્યું છે, પરંતુ આંકડા ઉપલબ્ધ ન હોવાને કારણે આ શક્ય ન બન્યું. 

10. વસ્તી ગણતરીના વિષય બંધારણના અનુચ્છેદ 146 ની કેન્દ્રિય યાદીના ક્રમાંક 69 માં છે અને તે એક કેન્દ્રીય વિષય છે. જોકે, ઘણા રાજ્યોએ સર્વે દ્વારા જાતિઓની ગણતરી કરી છે.

Tags :