1 હજાર બોમ્બ જેટલી શક્તિ, 100 કિમીની સ્પીડ.... ઈઝરાયલે ભારત પાસેથી માંગેલા હથિયારની જાણો ખાસિયત
Representative image, envato |
GATR Rocket: ભારતીય ડિફેન્સ સેક્ટરની મોટી કંપની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયો એનર્જી (NIBE) લિમિટેડે તાજેતરમાં ઈઝરાયલની સંરક્ષણ ટેકનોલોજી કંપની એલ્બિટ સિસ્ટમ્સ સાથે 70 મીમી ક્લાસ એર-ટુ-સર્ફેસ મિસાઈલ ગાઈડેડ એડવાન્સ્ડ ટેક્ટિકલ રોકેટ (GATR) માટે ડીલ કરી છે. આ અંગેની જાહેરાત શનિવારે (બીજી ઓગસ્ટ) કરવામાં કરાઈ હતી. આ ડીલ ભારતના 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' પહેલનો એક ભાગ છે, જેના હેઠળ સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે સવાલ એ છે કે, ગાઈડેડ એડવાન્સ્ડ ટેક્ટિકલ રોકેટ શું છે, જે ઈઝરાયલ ભારત પાસેથી ખરીદી રહ્યું છે? ત્યારે આ અંગે વિગતવાર જાણીએ....
ગાઈડેડ એડવાન્સ્ડ ટેક્ટિકલ રોકેટ શું છે?
અહેવાલો અનુસાર, ગાઈડેડ એડવાન્સ્ડ ટેક્ટિકલ રોકેટ (GATR) કોસ્ટ ઈફેક્ટિવ હાઈ પ્રિસિઝન રોકેટ છે, જે મધ્યમ-અંતરના ટેક્ટિકલ એર મિશન માટે ડિઝાઈન કર્યું છે. તેની રેન્જ 10 કિ.મી. સુધી છે અને તે 100 કિમી/કલાકની સ્પીડથી લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. 1 હજાર બોમ્બ જેટલી શક્તિ ધરાવતી ગાઈડેડ એડવાન્સ્ડ ટેક્ટિકલ રોકેટમાં એક અત્યાધુનિક સેમી-એક્ટિવ લેસર ગાઈડન્સ સિસ્ટમ છે, જે ચોકસાઈ લક્ષ્યને નિશાન બનાવી શકે છે. તે 16 કિલોગ્રામ વજનનું વોરહેડ વહન કરી શકે છે, જે 200 મિ.મી.સુધી પ્રબલિત કોંક્રિટને ભેદવામાં સક્ષમ છે. આ રોકેટ AH-64 અપાચે અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) રુદ્ર જેવા ઘણાં લડાકૂ હેલિકોપ્ટર સાથે એન્ટીગ્રેટ થઈ શકે છે. આ રોકેટની મલ્ટી ડાયમેન્શનલ પ્રતિભા દર્શાવે છે.
આ પણ વાંચો: અમેરિકામાં 4 દિવસથી ગુમ 4 ભારતીયોના મૃતદેહ મળ્યાં, ભયંકર કાર અકસ્માત સર્જાયાની આશંકા
ઈઝરાયલ ભારત પાસેથી આ રોકેટ કેમ માંગે છે?
ઈઝરાયલ ભારત પાસેથી ગાઈડેડ એડવાન્સ્ડ ટેક્ટિકલ રોકેટ એટલા માટે ખરીદવા માંગે છે કારણ કે તે કોસ્ટ ઈફેક્ટિવ હાઈ પ્રિસિઝન રોકેટ છે. તે ગાઝા અને લેબનોનમાં હમાસ-હિઝબુલ્લાહના સેચુરેશન હુમલાઓનો જવાબ આપે છે. ઈઝરાયલ હમાસ હિઝબુલ્લાહની સસ્તી મિસાઇલોનો સામનો કરવા માટે ભારત પાસેથી આ ટેકનોલોજીની મદદ લેવા માંગે છે.
ભારતીય મિસાઇલની ચોકસાઈ અદ્ભુત છે
NIBE લિમિટેડ પુણેમાં સ્થિત છે અને સંરક્ષણ ટેકનોલોજી ક્ષેત્રમાં ઈનોવેશન, સ્વદેશીકરણ અને વૈશ્વિક સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની અદ્યતન સંરક્ષણ પ્રણાલીઓની ડિઝાઇન, ઉત્પાદન અને એકીકરણમાં નિષ્ણાત છે. એલ્બિટ સિસ્ટમ્સ સાથેની આ ભાગીદારી ભારતમાં હાઇ-ટેક સંરક્ષણ સાધનોના ઉત્પાદન તરફ એક પગલું છે.