Get The App

VIDEO: બે રાજ્યો વચ્ચે મોટો વિવાદ! 12 કિ.મી. લાંબો ચક્કાજામ, 18 કલાકથી રઝળી રહ્યાં છે લોકો

Updated: Sep 20th, 2024

GS TEAM


Google News
Google News
West Bengal Closed Way For Jharkhand Trucks


West Bengal Closed Way For Jharkhand Trucks : ઝારખંડમાં ડેમમાંથી પાણી છોડવાથી પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પૂર આવ્યું હોવાથી બે રાજ્યો વચ્ચે મોટો વિવાદ સર્જાયો છે, ત્યારે ઝારખંડ-પશ્ચિમ બંગાળ બોર્ડર પર હજારો ટ્રકો ઉભા રાખ્યા છે. જેથી 18 કલાક પશ્ચિમ બંગાળમાં પ્રવેશ બંધ થતા લગભગ 12 કિલોમીટર લાંબા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે. આ સાથે મૈથોન-ઝારખંડ પશ્ચિમ બંગાળ સરહદ પર સ્થિત દિબુડીહ ચેકપોસ્ટ પર ભારે વાહનોને પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે. 

આ પણ વાંચો : કેમ ભાગ્યા ભાઈ... ક્ષત્રિય મહાસંમેલન બબાલ સાથે પૂર્ણ, પદ્મિનીબાનો વીડિયો વાયરલ



ઝારખંડમાં ડેમમાંથી પાણી છોડવાથી પશ્ચિમ બંગાળમાં પૂર આવતા રોષ

મૈથોન ટોલ પ્લાઝાથી લઈને નિરસા સુધી લાંબા ચક્કાજામ થયું હોવા છતા પશ્ચિમ બંગાળ પોલીસ વાહનોને છોડવાનું નામ લઈ રહી નથી. પરંતુ ઝારખંડ પ્રશાસન સતત પ્રયાસો કરી રહી છે. લાંબા ચક્કાજામથી ટ્રક ચાલક પરેશાની ભોગવી રહ્યાં છે, આ દરમિયાન બસ અને નાના વાહનોને અન્ય લાઈન પરથી બંગાળ તરફ જવા દેવામાં આવી રહ્યા છે. ગુસ્સે થયેલા લોકોએ બંગાળથી ઝારખંડ તરફ આવતા વાહનોને બોર્ડર પર રોકી દેવાનું શરૂ કર્યું છે. 



શું હતી આખી ઘટના 

ઝારખંડના મૈથોન, પંચેટ અને તેનુઘાટ ડેમમાંથી પાણી છોડવાને કારણે બંગાળની સરહદે આવેલા ઘણા વિસ્તારો ડૂબી ગયા છે. જેને લઈને પશ્ચિમ બંગાળ સરકારમાં ભારે નારાજગી જોવા મળી છે. બંગાળ પ્રશાસને ગુસ્સામાં આવો મૌખિક આદેશ આપ્યો હતો. જો કે, ચેકપોસ્ટ પર તૈનાત પશ્ચિમ બંગાળ પોલીસના અધિકારીઓ આ અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપી રહ્યા નથી અને ટાળી રહ્યા છે. તેઓ માત્ર પ્રશાસનના આદેશોનું પાલન કરી રહ્યા છે તેમ કહીને વાત ટાળી રહ્યા છે.

આ પણ વાંચો : હરિયાણામાં છ જ મહિનામાં ફરી CM બદલશે ભાજપ? રેસમાં આવ્યા બીજા બે નામ, જાણો શું છે પડકાર

બંગાળ પોલીસ સાથે વાત કરવા છતાં કોઈ ઉકેલ ન આવ્યો

જ્યારે રાત્રે મૈથોન ઓપીના ઈન્ચાર્જ અક્રિષ્તા અમન, નિરસા બીડીઓ ઈન્દ્રલાલ ઓઢદર અને અગીરકુંડના બીડીઓ મધુ કુમારી બંગાળ પોલીસને ચક્કાજામ વિશે જાણકારી મેળવવા પહોંચ્યા અને ચક્કાજામ હટાવવાનો પ્રયાસ કર્યો. જેમાં ચેકપોસ્ટ પર તૈનાત બંગાળ પોલીસ સાથે વાત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. હાલ ચક્કાજામ દૂર કરવા માટે કોઈ ઉકેલ આવે તેમ જણાતું નથી.

Tags :