Get The App

કેમ ભાગ્યા ભાઈ... ક્ષત્રિય મહાસંમેલન બબાલ સાથે પૂર્ણ, પદ્મિનીબાનો વીડિયો વાયરલ

Updated: Sep 20th, 2024

GS TEAM


Google News
Google News
કેમ ભાગ્યા ભાઈ... ક્ષત્રિય મહાસંમેલન બબાલ સાથે પૂર્ણ, પદ્મિનીબાનો વીડિયો વાયરલ 1 - image


Kshatriya Samaj Sammelan : આજે 20 સપ્ટેમ્બરને શુક્રવારે અમદાવાદના ગોતા વિસ્તારમાં રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું. સંમેલનની શરૂઆત અને અંત બન્ને વિવાદાસ્પદ રહ્યા હતા. સંમેલન પહેલા ભાવનગરના યુવરાજે પોતાના વડીલોના દૂરઉપયોગ ના કરવા ચેતવણી આપી હતી, તો સંમેલનના દિવસે પદ્મિનીબા વાળા આયોજકો પર વિફર્યા હતા. જેના કારણે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બબાલ સાથે પૂર્ણ થયું હતું.

રાજવીઓ અને કાઠી સમાજના રાજવીઓનું સન્માન કરાયું

સંમેલનમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહને સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા, જ્યારે કાર્યકારી પ્રમુખ તરીકે દાંતાના રિદ્ધિરાજસિંહની નિમણૂક કરવામાં આવી હતી. ક્ષત્રિય સમાજના આ સંમેલેનમાં પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન દાંતાઅ સ્ટેટના રાજવી રિદ્ધિરાજસિંહ તથા ગોંડલ, દાંતા, પાલિતાણા, ભાવનગર, ગાંગડ વગેરે સ્ટેટના રાજવીઓ અને કાઠી સમાજના રાજવીઓનું સન્માન કરાયું હતું.

આ પણ વાંચો : દિવાળી પહેલા ST કર્મચારીઓને મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો કરાયો વધારો, એરિયર્સ પણ ચૂકવાશે

મહિલાઓના સન્માન બાબતે થયો હોબાળો

આ કાર્યક્રમમાં પદ્મિનીબા વાળાને સ્ટેજ પર સ્થાન ન મળતાં તેમણે મહિલાઓનું સન્માન ન જળવાતું હોવાની વાત કરી હોબાળો મચાવ્યો હતો. આંદોલન દરમિયાન પણ અન્યાય કરવામાં આવ્યો હોવાની વાત કહી બખેડો ઉભો કરવામાં આવ્યો હતો. 

‘કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવામાં આવે’

ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની મંચના પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી ત્યારબાદ તેમણે ક્ષત્રિય સમાજના ભાઇ-બહેનોને સંબોધતાં કાહ્યું હતું કે આ સંગઠન રાજકારણ માટે કામ નહી કરે, આ મંચનો હેતું માત્ર એટલો છે કે ક્ષત્રિયો એક થાય અને તેમના સંતાનો આગળ વધે તે માટે પ્રયત્ન કરવામાં આવશે. કૃષ્ણકુમારસિંહજીના નિધનને 60 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તેમને સન્માન મળે તે માટે ભારત રત્ન આપવામાં આવે તે માટે ઠરાવ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : અમદાવાદીઓ..ગૂડ ન્યૂઝ! જ્યાં 1ના 293 રૂપિયા થઇ જાય એવા દેશ માટે સીધી ફ્લાઈટ શરૂ

Tags :