દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Russia Sanctions Bill : અમેરિકી કોંગ્રેસ દ્વારા રશિયા પર કઠોર પ્રતિબંધો મૂકતું બિલ પસાર કરવામાં આવ્યા બાદ ભારતે આ મામલે સખત વલણ અપનાવ્યું છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે દેશના 1.4 અબજ લોકોની ઉર્જા સુરક્ષા (એનર્જી સિક્યોરિટી) સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને પોતાના વેપાર તથા આર્થિક હિતોના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેશે. આ બિલ હેઠળ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત અને ચીન જેવા દેશો પર રશિયન તેલ અને ગેસ ખરીદવા બદલ 100 ટકા સુધીનો ટેરિફ લાદવાની સત્તા મળશે.
વિદેશ મંત્રાલયનું નિવેદન અને કૂટનીતિક ચર્ચા
વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ, ભારતે તાજેતરના મહિનાઓમાં અમેરિકી સમકક્ષો સાથે આ મુદ્દે ઉચ્ચ સ્તરે ચર્ચા કરી છે અને આ કાયદાની દ્વિપક્ષીય સંબંધો તેમજ વૈશ્વિક ઉર્જા બજાર પર પડનારી અસરો વિશે સ્પષ્ટપણે કરાવ્યું છે. મંત્રાલયે જણાવ્યું કે ભારત વૈવિધ્યસભર સ્ત્રોતો અને વિકસતી બજારની ગતિશીલતાના આધારે પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરતું રહેશે અને ઉદ્યોગ જગત સાથે મળીને આ સ્થિતિનો સામનો કરશે.

લિન્ડસે ગ્રાહમ એક્ટ અને કાયદાકીય પ્રક્રિયા
અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બુધવારે સત્તાવાર રીતે 'લિન્ડસે ઓ. ગ્રાહમ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026' બિલ 262-159 ના વોટથી પસાર કરવામાં આવ્યું હતું. અગાઉ આ બિલ સેનેટમાં પણ 86-11 ની બહુમતીથી પાસ થઈ ચૂક્યું છે. હવે આ બિલ વ્હાઇટ હાઉસમાં જશે. જ્યાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેના પર હસ્તાક્ષર કરીને તેને કાયદાનું સ્વરૂપ આપશે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય રશિયાના ઉર્જા અને રક્ષા ક્ષેત્રોને નિશાન બનાવીને યુક્રેન સામેના યુદ્ધને લઈને મોસ્કો પર આર્થિક દબાણ વધારવાનો છે.
ભારત પર સંભવિત અસર અને વેપારી હિતો
આ બિલમાં ભારતનું નામ આવવાનો અર્થ એ નથી કે તાત્કાલિક ધોરણે 100 ટકા ટેરિફ લાગુ કરી દેવાયો છે, પરંતુ તે રાષ્ટ્રપ્રમુખને આ શક્તિ પ્રદાન કરે છે. પશ્ચિમી પ્રતિબંધો બાદ વૈશ્વિક ઉર્જા પ્રવાહ બદલાતા રશિયન તેલ ભારત માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થયું છે. જો અમેરિકા આ જોગવાઈનો ઉપયોગ કરે છે, તો તેની સીધી અસર અમેરિકામાં થતી ભારતીય નિકાસ પર પડી શકે છે, જેનાથી ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા પ્રભાવિત થવાનું જોખમ રહેલું છે.




