India

‘અમે જાતે NTA ઑફિસ જઈને સિસ્ટમ જોઈશું’; NEET પેપર લીક પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે NEET-UG 2026 પેપર લીક અને NTA સુધારા અરજીઓ પર કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, ખંડપીઠ પોતે NTA ઑફિસ જઈને વ્યવસ્થા તપાસશે. સુધારા માત્ર કાગળ પર નહીં, જમીની સ્તરે લાગુ થવા જોઈએ. જસ્ટિસ પી.એસ. નરસિંહાની ખંડપીઠે NTAને અત્યાર સુધી થયેલા સુધારાનો વિસ્તૃત એફિડેવિટ વેબસાઇટ પર અપલોડ કરવા આદેશ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘અમે જાતે NTA ઑફિસ જઈને સિસ્ટમ જોઈશું’; NEET પેપર લીક પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ

Supreme Court NEET UG Paper Leak Hearing: સુપ્રીમ કોર્ટે NEET-UG 2026 પરીક્ષા લીક અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) માં સુધારા સંબંધિત અરજીઓ પર અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે, ખંડપીઠ જાતે NTAની ઑફિસ જઈને ત્યાંની વ્યવસ્થા અને સિસ્ટમ ખરેખર કામ કરી રહી છે કે નહીં તેની તપાસ કરી શકે છે. અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે, સુધારાઓ માત્ર કાગળના રિપોર્ટ સુધી સિમિત ન રહેવા જોઈએ, પરંતુ તેને જમીની સ્તર પર લાગુ કરવા જરૂરી છે.

'માત્ર કાગળો અને રિપોર્ટ સુધી સિમિત ન રહે સુધારા'

કેસની સુનાવણી કરી રહેલી જસ્ટિસ પી.એસ. નરસિંહાની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, NTAમાં સુધારા માટે રચાયેલી કમિટીની ભલામણો માત્ર કાગળ પર ન રહેવી જોઈએ. સુનાવણી દરમિયાન જસ્ટિસ નરસિંહાએ કહ્યું, 'અમે પોતે NTAની કાયમી ઑફિસ જઈને જોઈશું કે, ત્યાં સિસ્ટમ ખરેખરમાં અસ્તિત્વમાં છે કે નહીં!, તે કેવી રીતે કામ કરી રહી છે, ત્યાં કેટલો મેનપાવર છે, અને બાકીની વ્યવસ્થા કેવી છે.' સુપ્રીમ કોર્ટે હાઇ-પાવર્ડ કમિટી સાથે સંકલન સાધી રહેલા જોઇન્ટ સેક્રેટરીને નિર્દેશ આપ્યો છે કે, તેઓ કમિટી દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા સુધારા અને પ્રગતિ અહેવાલ પર વિસ્તૃત એફિડેવિટ કોર્ટમાં રજૂ કરે.

વેબસાઇટ પર જાહેર કરાશે એફિડેવિટ

કોર્ટે NTAને આદેશ આપ્યો છે કે, સુધારા અને પ્રગતિની માહિતી આપતું આ એફિડેવિટ પોતાની સત્તાવાર વેબસાઇટ પર સાર્વજનિક રૂપે અપલોડ કરવામાં આવે. વિદ્યાર્થીઓ, રાજ્ય સરકારો અને વકીલો NTAમાં સુધારા અંગેના પોતાના સૂચનો નિર્ધારિત ઈમેઇલ આઇડી પર મોકલી શકશે. સર્વોચ્ચ અદાલતે NTA અને સંબંધિત પક્ષકારોને નવું અને અપડેટ સ્ટેટસ રિપોર્ટ/એફિડેવિટ દાખલ કરવા આદેશ આપ્યો છે, અને કહ્યું છે કે, નવું એફિડેવિટ રૅકોર્ડ પર આવ્યા બાદ જ આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.