Get The App

ભારત દવાઓની અને પાકિસ્તાન આતંકવાદીઓની નિકાસ કરે છેઃ આર્મી ચીફ રોષે ભરાયા

Updated: Apr 17th, 2020

GS TEAM

Google News
Google News
ભારત દવાઓની અને પાકિસ્તાન આતંકવાદીઓની નિકાસ કરે છેઃ આર્મી ચીફ રોષે ભરાયા 1 - image

નવી દિલ્હી, તા.17 એપ્રિલ 2020, શુક્રવાર

કોરોના સામે ઘરઆંગણે ચાલી રહેલા સંગ્રામ વચ્ચે સરહદ પર પાકિસ્તાન કોઈ પણ કારણ વગર ઉશ્કેરણીજનક ફાયરિંગ કરી રહ્યુ છે.

પાકિસ્તાનની આ પ્રકારની હરકતો સામે ભારતીય સેનાના આર્મી ચીફ મુકુંદ નરાવનેએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ હતુ કે, કોરોના વાયરસના પ્રકોપ છતા પણ પાકિસ્તાન સુધરવાનુ નામ નથી લેતુ. પાકિસ્તાનના કાશ્મીરમાં આતંકીઓને ઘુસાડવાના પ્રયાસો ચાલુ જ છે.

ભારત દવાઓની અને પાકિસ્તાન આતંકવાદીઓની નિકાસ કરે છેઃ આર્મી ચીફ રોષે ભરાયા 2 - imageતેમણે કહ્યુ હતુ કે, ભારત જ્યારે દુનિયાના બીજા દેશોને દવાઓ સપ્લાય કરી રહ્યુ છે ત્યારે પાકિસ્તાન ભારતમાં આતંકીઓનો સપ્લાય કરવાની કોશિશ કરી રહ્યુ છે. આ સારી વાત નથી.

પાકિસ્તાન  એટલી હદે નફફટ છે કે, સરહદ પર ફાયરિંગ ચાલુ રાખીને પણ કોરોના સામે લડવા માટે તાજેતરમાં ભારત પાસે હાઈડ્રોકસીક્લોરોક્વીન દવાની માંગણી કરી હતી. પાક સરકારે આ માટે ભારતમાંથી આયાત થતી દવાઓ પર પ્રતિબંધ પણ હટાવી લીધો છે.