BIG BREAKING: વક્ફ બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, બજેટ સત્રના બીજા ચરણમાં સંસદમાં રજૂ કરાશે
Cabinet Approved Waqf Bill: કેન્દ્રીય કેબિનેટ દ્વારા વક્ફ સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે. સંસદમાં બજેટ સત્રના બીજા ચરણમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સંસદમાં બજેટનું બીજું સત્ર 10મી માર્ચથી ચોથી એપ્રિલ સુધી ચાલશે. નોંધનીય છે કે અગાઉ 13મી ફેબ્રુઆરીએ વક્ફ બિલ મુદ્દે સંસદીય સમિતિનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે જ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેને આજે મોદી કેબિનેટે મંજૂરી આપી છે.
વક્ફ બિલ ગયા વર્ષે રજૂ કરવામાં આવ્યું હતું
અહેવાલો અનુસાર, વક્ફ સંશોધન બિલને 19 ફેમીબ્રુઆરીના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. સુધારાઓના આધારે બિલને મંજૂરી આપવામાં આવી છે. વક્ફ બિલ સૌપ્રથમ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ વિપક્ષના વિરોધને કારણે તેને સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યું. પાછળથી, કેટલાક સુધારાઓ પછી, જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળની આ સમિતિએ સરકારને અહેવાલ સુપરત કર્યો.
ત્યારબાદ 13મી ફેબ્રુઆરીએ, વક્ફ બિલ પર સંસદીય સમિતિનો અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો. સમિતિના અહેવાલના આધારે, વક્ફ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો. હવે આ બિલને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ બિલ બજેટ સત્રના બીજા ભાગમાં રજૂ કરી શકાય છે. બજેટ સત્રનો બીજો ભાગ 10મી માર્ચથી ચોથી એપ્રિલ સુધી ચાલશે.
JPCએ 29મી જાન્યુઆરીએ મંજૂરી આપી હતી
JPC (સંયુક્ત સંસદીય સમિતિ)એ 29મી જાન્યુઆરીએ વક્ફ બિલમાં નવા ફેરફારો અંગેના રિપોર્ટને મંજૂરી આપી હતી. જેમાં પક્ષમાં 15 અને વિરોધમાં 14 મત પડ્યા. ભાજપના સાંસદો દ્વારા આપવામાં આવેલા ફેરફારોનો રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિપક્ષી સાંસદોએ અસંમતિ નોંધ રજૂ કરી હતી, અને તેને વક્ફ બોર્ડને નાબૂદ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. વક્ફ બિલ અંગે વિપક્ષે અનેક વાંધો ઊઠાવ્યો હતો. આ ઉપરાંત વક્ફ બાય યુઝર જોગવાઈને દૂર કરવાના પ્રસ્તાવનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.