Get The App

મતદાર પાત્રતા સાબિત કરવા આધાર કાર્ડ, વોટર ID, રૅશન કાર્ડ પર ભરોસો ન કરાય: SCમાં ચૂંટણી પંચની દલીલ

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
મતદાર પાત્રતા સાબિત કરવા આધાર કાર્ડ, વોટર ID, રૅશન કાર્ડ પર ભરોસો ન કરાય: SCમાં ચૂંટણી પંચની દલીલ 1 - image

Image: IANS



Bihar Election: બિહારમાં ભારતીય ચૂંટણી પંચના આદેશને લઈને વોટર લિસ્ટ રિવિઝનનું કામ શરુ કરવામાં આવ્યું છે. વળી, બીજી બાજુ વિપક્ષ આ પ્રક્રિયા દ્વારા મતદારોને મતદાનથી વંચિત કરવાનો આરોપ લગાવી રહ્યા છે. જોકે, ચૂંટણી પંચે બિહારમાં મતદાર યાદીમાં ચેડાં કરવાના આરોપોને નકારી દીધા છે. બિહારમાં SIR મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું કે, 'અમે મતદાર યાદીમાંથી નકલી મતદારોને દૂર કરવા પોતાની બંધારણીય જવાબદારી નિભાવી રહ્યા છે, જેનાથી મતદારોને કોઈ તકલીફ નથી.'

આ દસ્તાવેજ પર વિશ્વાસ ન કરી શકાયઃ ચૂંટણી પંચ

વળી, ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ અને રાશન કાર્ડ બિહારમાં મતદાર યાદી રિવિઝન માટે માન્ય દસ્તાવેજો નથી. કારણ કે આ દસ્તાવેજો પર ભરોસો કરી શકાય નહીં.

આ પણ વાંચોઃ ધનખડના રાજીનામાં પાછળ કોઈ મોટું કારણ, નડ્ડા-રિજિજૂ મીટિંગમાં નહોતા આવ્યા: કોંગ્રેસનો દાવો

દેશમાં મોટી સંખ્યામાં નકલી રાશન કાર્ડઃ ચૂંટણી પંચ

ચૂંટણી પંચે કહ્યું કે, આધાર કાર્ડ ફક્ત એક ઓળખ પ્રમાણ છે. દેશમાં મોટી સંખ્યામાં નકલી રાશન કાર્ડ છે. જેથી હાજર મતદાર કાર્ડ પર નિર્ભર રહેવાથી વિશેષ અભિયાન નિરર્થક બની જશે. જોકે, ચૂંટણી પંચે એ વાત પર ભાર મૂકતા કહ્યું કે, મતદાર યાદીમાં નામ ન હોવાના કારણે કોઈ વ્યક્તિની નાગરિકતા સમાપ્ત નહીં થાય.

આ પણ વાંચોઃ ચાલુ વિધાનસભામાં સટ્ટો-જુગાર રમી રહ્યા હતા મંત્રી, વીડિયો વાઈરલ થતાં કહ્યું- હું રાજીનામું આપી દઈશ

ચકાસણી માટે 11 દસ્તાવેજોની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો

મોડી સાંજે સુપ્રીમ કોર્ટમાં દાખલ એક વિસ્તૃત સોગંદનામામાં ચૂંટણી પંચે કહ્યું કે, 'આ પ્રક્રિયામાં કોઈપણ કાયદો અને મતદાતાઓના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન નથી થયું. SIR પ્રક્રિયા હેઠળ, કોઈ વ્યક્તિની નાગરિકતા એ આધાર પર સમાપ્ત કરવામાં નહીં આવે કે તેને મતદાર યાદીમાં નોંધણી માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યો છે. નકલી રાશન કાર્ડની વ્યાપક હાજરીને ધ્યાનમાં રાખીને યોગ્યતાની ચકાસણી માટે 11 દસ્તાવેજોની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.'

Tags :