રશિયાએ પરમાણુ કવાયત હાથ ધરતા વિશ્વભરમાં ખળભળાટ! યુક્રેનનું ટેન્શન વધ્યું

Russia-Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે પોણા ચાર વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ યુદ્ધ અટકાવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનને યુક્રેનને ડોનેત્સ્ક શહેર જોઈએ છે, જોકે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદોમિર ઝેલેન્સ્કી આ શહેર આપવા તૈયાર નથી, ત્યારે હવે રશિયાએ પરમાણુ દળોનો મોટો લશ્કરી અભ્યાસ હાથ ધરીને વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે.
રશિયન રાષ્ટ્રપ્રમુખ નિરીક્ષણ હેઠળ પરીક્ષણો કરાયા
ક્રેમલિને સત્તાવાર કહ્યું છે કે, રશિયન રાષ્ટ્રપ્રમુખ અને સુપ્રીમ કમાન્ડર વ્લાદિમીર પુતિનના નિરીક્ષણ હેઠળ આજે (22 ઓક્ટોબર) રશિયાના ન્યુક્લિયર ફોર્સે જમીન, સમુદ્ર અને હવાના ત્રણેય માર્ગે ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ્સ (ICBM) અને ક્રુઝ મિસાઈલોના પરીક્ષણો હાથ ધર્યા હતા.
આ મિસાઈલોનું પરીક્ષણ કરાયું
આ અભ્યાસ દરમિયાન આઈસીબીએમ મિસાઈલો અને એર-બેઝ્ડ ક્રૂઝ મિસાઈલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોસ્મોડ્રોમથી લેન્ડ-બેઝ્ડ યાર્સ, ન્યુક્લિયર સબમરીન બ્રાયન્સ્કથી સિનેવા બેલિસ્ટિક મિસાઈલનું પણ પરીક્ષણ કરાયું હતું. કવાયતમાં જેટમાંથી એટેક કરતા સ્ટ્રેટેજિક બોમ્બ, ન્યુક્લિયર-કેપેબલ ક્રુઝ મિસાઈલો પણ સામેલ હતી.
આ પણ વાંચો : VIDEO : યુગાન્ડામાં ઓવરટેકના ચક્કરમાં બસ ખીણમાં ખાબકી, 63 મુસાફરોના મોત

