દિલ્હીમાં પશ્ચિમી દેશો પર પુતિનનો કટાક્ષ: G7ને 'ગ્રેટ-7' કેમ કહે છે સમજાતું નથી, વર્લ્ડ GDPનો 40% હિસ્સો બ્રિક્સ પાસે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Putin Slams G7 at BRICS Business Forum Delhi: નવી દિલ્હી ખાતે યોજાયેલી 'બ્રિક્સ બિઝનેસ સમિટ 2026ને સંબોધિત કરતી વખતે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશોના જૂથ G7 પર આકરા પ્રહારો કર્યા હતા. પુતિને વૈશ્વિક અર્થતંત્રમાં G7 દેશોના ઘટતા હિસ્સા અને બ્રિક્સની ઝડપથી વધતી આર્થિક શક્તિ વચ્ચેની તુલના રજૂ કરીને પશ્ચિમી દેશોના પ્રભુત્વ પર સવાલો ઉઠાવ્યા હતા.
પુતિને કહ્યું કે આ સંમેલન માત્ર એક ઔપચારિક કાર્યક્રમ નથી, પરંતુ બ્રિક્સ દેશો વચ્ચે મજબૂત બિઝનેસ-ટુ-બિઝનેસ સંબંધો આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. હાલ સમગ્ર વિશ્વ એક ઊંડા, સંરચનાત્મક અને મૂળભૂત આર્થિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે.
G7ને ગ્રેટ-7 કેમ કહે છે એ જ સમજાતું નથી: પશ્ચિમી દેશો પર પુતિનનો કટાક્ષ
G7 (Group of Seven) જૂથ પર સીધો કટાક્ષ કરતાં પુતિને કહ્યું કે, છેલ્લા 5 વર્ષોમાં વિશ્વના કુલ GDP માં 40 ટકાથી વધુ ઉત્પાદન એકલા બ્રિક્સ દેશો દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે તેની સરખામણીએ કહેવાતા 'G7' કે જેને 'ગ્રેટ-7' કહેવાય છે (મને ખબર નથી કે તેઓ ખુદને એવું કેમ કહે છે) તેનો હિસ્સો માત્ર 29% રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષના વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં અડધાથી વધુ હિસ્સો બ્રિક્સ દેશોનો રહ્યો છે, જ્યારે G7 દેશોનો ફાળો માત્ર 18% સુધી સીમિત થઈ ગયો છે.
નોંધનીય છે કે પુતિને આટલું કહેતા જ ત્યાં હાજર લોકોએ તાળીઓના ગડગડાટથી અભિવાદન કર્યું હતું.
વિશ્વમાં હવે નવા ગ્રોથ એન્જિન આવ્યા: પુતિન
પુતિને વધુમાં કહ્યું કે, બ્રિક્સ દેશો પાસે વિશ્વની 50 ટકાથી વધુ વસતી છે. વિશાળ વસતીના કારણે આ દેશો પાસે અત્યંત ગતિશીલ, જીવંત અને મજબૂત સ્થાનિક બજારો ઉપલબ્ધ છે, જે આર્થિક સ્થિરતા અને વિકાસને સતત વેગ આપે છે. જે જૂના દેશો 20મી સદીના બીજા ભાગમાં આર્થિક વિકાસના અગ્રેસર હતા, તેમનું સ્થાન હવે નવા ગ્રોથ એન્જિન્સ લઈ રહ્યા છે.
પ્રકૃતિનો નિયમ જ છે પરિવર્તન અને સત્તાનું કેન્દ્ર બદલાઈ રહ્યું છે: પુતિન
પુતિને કહ્યું કે, અલબત્ત, જૂના પશ્ચિમી નેતાઓ પાસે હજુ પણ શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજીકલ લાભ અને વિજ્ઞાન ક્ષેત્રે મોટો પાયો ઉપલબ્ધ છે. પરંતુ પ્રકૃતિ અને અર્થતંત્રનો નિયમ જ પરિવર્તન છે. વિશ્વ હંમેશા બદલાતું રહે છે અને આજે સત્તા તથા આર્થિક સંતુલન નવા કેન્દ્રો તરફ વળી રહ્યું છે.




