Get The App

દીકરીના જન્મદિવસની ઉજવણી વચ્ચે કેક કાપ્યાની 5 મિનિટ બાદ ઇમારત ધરાશાયી, વિરારમાં 15ના મોત

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
દીકરીના જન્મદિવસની ઉજવણી વચ્ચે કેક કાપ્યાની 5 મિનિટ બાદ ઇમારત ધરાશાયી, વિરારમાં 15ના મોત 1 - image


Virar Building Collapse: મહારાષ્ટ્રના વિરારમાં એક એપાર્ટમેન્ટ ધરાશાયી થવાથી થયેલા ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત નિપજ્યા છે. આ દુ:ખદ અકસ્માતને 30 કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. NDRFની 5મી બટાલિયનની બે ટીમો, વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને સ્થાનિક પોલીસ દિવસ-રાત રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે.

આ પણ વાંચોઃ દેશના આ રાજ્યમાં હવે ભીખ માગવા પર પ્રતિબંધ, વિધાનસભામાં બિલ પાસ કરાયું

આ અકસ્માત એવા સમયે થયો જ્યારે વિરાર (પૂર્વ)ના વિજય નગરમાં જૉયલ પરિવાર તેમની દીકરી ઉત્કર્ષાના પહેલા જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. પરિવારે ઘરને સજાવ્યું, કેક કાપી અને ખુશીના ક્ષણોને ફોટામાં કેદ કર્યા. તેમણે આ ફોટા તેમના સંબંધીઓને પણ મોકલ્યા. પરંતુ, કેક કાપ્યાના માત્ર પાંચ મિનિટ પછી, રમાબાઈ એપાર્ટમેન્ટનો પાછળનો ભાગ નજીકની ચાલી પર તૂટી પડ્યો, જેના કારણે ખુશીનો માહોલ શોકમાં પરિણમ્યો. આ અકસ્માતમાં માસૂમ ઉત્કર્ષ અને તેની માતા આરોહી જોયલનું મૃત્યુ થયું, જ્યારે પિતા ઓમકાર જોયલનો હજુ કાટમાળમાં ગુમ છે.

સ્થાનિક લોકોએ બચાવ્યો જીવ

વળી, અકસ્માત બાદ NDRF ટીમ આવે તે પહેલાં જ સ્થાનિક નાગરિકોએ હિંમત બતાવી અને કાટમાળમાંથી સાત લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતાં. જેમાંથી કેટલાકને નાની-મોટી ઇજાઓ થઈ હતી. આ ઈજાગ્રસ્તોને વિરાર અને નાલાસોપારાની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ

વસઈ-વિરાર શહેરમાં ગેરકાયદે અને અનધિકૃત ઇમારતોનું નેટવર્ક સતત લોકોના જીવનને બરબાદ કરી રહ્યું છે. આ પહેલી ઘટના નથી. 15 દિવસ પહેલા પણ ગેરકાયદે બાંધકામમાં કાચનો સ્લેબ પડવાથી બે મજૂરોના મોત થયા હતા. જેના કારણે, સ્થાનિક વહીવટીતંત્રની બેદરકારી અને નબળી કાર્યશૈલી પર ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

બિલ્ડર અને જમીન માલિક પર FIR

વિરાર પોલીસે બિલ્ડર નીતલ ગોપીનાથ સાને અને આ અકસ્માત માટે જવાબદાર જમીન માલિક સામે કેસ નોંધ્યો છે. આ કેસ મહારાષ્ટ્ર રિજનલ ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ 52, 53 અને 54 અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105 હેઠળ નોંધવામાં આવ્યો છે. જો કે, આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

Tags :