India

VIDEO: ટ્રાફિક જામ થતાં રોડ વચ્ચે મહિલાએ મંત્રીજીનો ઉધડો લીધો, કહ્યું,-'અહીંથી ચાલતી પકડો'

By GS TEAM
21 Apr 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના વરલીમાં ભાજપ મોરચાના કાર્યક્રમ દરમિયાન મંત્રી ગિરીશ મહાજન પર એક મહિલા ગુસ્સે થઈ ગઈ હતી. રસ્તા પર ટ્રાફિક જામના કારણે મહિલાએ મંત્રી સાથે ઉગ્ર દલીલ કરી હતી અને ગુસ્સામાં કહ્યું હતું કે અહીંથી ચાલ્યા જાઓ. જેનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. હવે આ બાબતે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે કહ્યું કે આ બહેને ભાજપનો અસલી ચહેરો ખુલ્લો પાડ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ટ્રાફિક જામ થતાં રોડ વચ્ચે મહિલાએ મંત્રીજીનો ઉધડો લીધો, કહ્યું,-'અહીંથી ચાલતી પકડો'

Woman Angry on Minister Girish Mahajan: મહારાષ્ટ્રના વરલીમાં ભાજપ મોરચાના કાર્યક્રમ દરમિયાન મંત્રી ગિરીશ મહાજન પર એક મહિલા ગુસ્સે થઈ ગઈ હતી. રસ્તા પર ટ્રાફિક જામના કારણે મહિલાએ મંત્રી સાથે ઉગ્ર દલીલ કરી હતી અને ગુસ્સામાં કહ્યું હતું કે અહીંથી ચાલ્યા જાઓ. જેનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. હવે આ બાબતે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે કહ્યું કે આ બહેને ભાજપનો અસલી ચહેરો ખુલ્લો પાડ્યો છે.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે કર્યો કટાક્ષ

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે સોશિયલ મીડિયા પર લખ્યું, 'મહિલા સશક્તિકરણના નામે રાજકારણ કરનારી, અનામતના મુદ્દાને આગળ ધરી મહિલાઓને ગેરમાર્ગે દોરનારી અને તેમને માત્ર રાજકીય સાધન તરીકે ઉપયોગ કરીને ખોટો નેરેટિવ ફેલાવતી ભાજપનો અસલી ચહેરો આ બહેને વરલીથી નીકળેલા મોરચાની સામે જઈને ખુલ્લો પાડી દીધો છે.'

મોરચા અને પ્રચાર દ્વારાથી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ: સપકાલ

તેમણે આગળ કહ્યું, 'મહિલા અનામતની આડમાં બંધારણ અને ચૂંટણી પ્રક્રિયામાં ફેરફાર કરવાનું ભાજપનું કાવતરું 'ઈન્ડિયા' ગઠબંધને પહેલા જ નિષ્ફળ બનાવી દીધું હતું. ત્યારબાદ હવે મોરચા અને પ્રચારના માધ્યમથી ફરીથી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ શરૂ થયો હતો, પરંતુ આ સાહસી બહેને તે પ્રયાસ પણ નિષ્ફળ બનાવી દીધો છે.'

આ પણ વાંચો: VIDEO: અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ

'આવનારા સમયમાં મહિલાઓ ભાજપને સત્તામાંથી બહાર કરશે'

હર્ષવર્ધન સપકાલે એમ પણ કહ્યું, 'આજે માત્ર મંત્રી ગિરીશ મહાજનને પીછેહઠ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. આવનારા સમયમાં દેશની મહિલાઓ આ જ રીતે ભાજપને સત્તામાંથી બહાર કરવાનું કામ કરશે.'