| Image : Instagram |
Gurugram's Cyber City New Year Video Viral : નવા વર્ષ પર દેશ અને દુનિયામાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ગઈકાલે થર્ટી ફર્સ્ટની રાત્રે લોકોએ હર્ષોલ્લાસ સાથે નવા વર્ષના વધામણાં કર્યા. જેમાં હરિયાણાના ગુરુગ્રામના સાયબર સિટીમાં નવા વર્ષના ઉત્સવની કેટલીક તસવીર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. સાયબર હબમાં નવા વર્ષની પાર્ટી બાદના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ન્યૂ યર પાર્ટી બાદ દારૂના નશામાં ચૂર યુવાઓ લથડિયા ખાતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
નશામાં ચૂર યુવાઓ લથડિયા ખાતા જોવા મળ્યા
નવા વર્ષની ઉજવણીના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જેમાં એક ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરાયેલા વીડિયોમાં મોટા સ્ક્રિન પર 'હેપ્પી ન્યૂ યર 2026' વાગતાની સાથે જ આખું સાયબર સિટી અવાજ અને સંગીતથી ગુંજી ઉઠ્યું હતું. જ્યાં ઊભા રહેવા માટે ભાગ્યે જ પૂરતી જગ્યા હતી, છતાં લોકો ડાન્સ કરતાં અને ગાતા જોવા મળ્યા હતા. વાઈરલ વીડિયોમાં દરેક વ્યક્તિ આ ભવ્ય ક્ષણને પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરવા માટે ઉત્સુક દેખાતા હતા.
જ્યારે બીજી તરફ, પાર્ટી પૂરી થતાં જ સોશિયલ મીડિયામાં તેના બીજા પહેલુંની તસવીર સામે આવી હતી. જેના વાઈરલ વીડિયોમાં જોવા મળે છે કે, પાર્ટી પૂર થયા બાદ લોકો નશાની હાલતમાં હતા અને પોતાની જાતને મુશ્કેલીથી સંભાળી શકતાં હતા. જેમાં કેટલાક યુવાનો તો ફૂટપાથ પર સૂતેલા જોવા મળ્યા હતા, જ્યારે અમુકને તો તેમના દોસ્ત સહારો આપીને ઘર પહોંચાડી રહ્યા હતા.
સોશિયલ મીડિયા માધ્યમ X પર એક યુઝરે સાયબર સિટીના નવા વર્ષની ઉજવણીનો વીડિયો પોસ્ટ કર્યો હતો.


