New Year 2026 Live Updates: ભારતમાં વર્ષ 2026ની શરૂઆત થઈ ચૂકી છે. દુનિયાભરના લોકો નવા વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે. ભારત પહેલાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન, સિંગાપોર, ચીન જેવા દેશોમાં આતશબાજી સહિતના અન્ય કાર્યક્રમો દ્વારા ન્યૂ યર સેલિબ્રેટ કરાયું હતું. કિરીબાતીના કિરીટીમાટી ટાપુઓ અને ન્યુઝીલેન્ડમાં નવું વર્ષ શરૂ થઈ ગયું છે. કિરીબાતી એ પેસિફિક મહાસાગરમાં એક ટાપુ રાષ્ટ્ર છે, જે હવાઈની દક્ષિણે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તરપૂર્વમાં સ્થિત છે. કિરીબાતી પછી, ન્યુઝીલેન્ડના ચેથમ ટાપુઓમાં પણ નવું વર્ષ શરૂ થયું. ત્યારે ગુજરાતમાં પણ ન્યૂ યરની ઉજવણી શરૂ થઈ ચૂકી છે.
જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગમાં પ્રવાસીઓએ ન્યૂ યરની કરી ઉજવણી
જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં ઇન્ડોનેશિયાના વિદેશી નાગરિકો ન્યૂ યરની ઉજવણીમાં જોડાયા
બેંગલુરુમાં ભવ્ય આતશબાજી સાથે નવા વર્ષ 2026નું સ્વાગત
નવા વર્ષ 2026ની પહેલી રાત્રિ બેંગલુરુમાં ઉત્સવપૂર્ણ રહી. શહેરના વિવિધ ભાગોમાં લોકોએ ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત કર્યું. ઘડિયાળમાં 12 વાગ્યાની સાથે જ આકાશ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું અને લોકોએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી.
વારાણસીમાં ગંગા આરતીનું આયોજન
ઉત્તરપ્રદેશના વારાણસીના દશાશ્વમેઘ ઘાટ પર 2025ને વિદાય આપવા અને 2026ના પ્રારંભ માટે ભવ્ય ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં ન્યૂ યરનું સેલિબ્રેશન
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે પ્રવાસીઓની મોટી ભીડ ઉમટી પડી હતી. રાજપથ રંગોલી રોડ વિસ્તારમાં યુવક-યુવતીઓ સેલિબ્રેશન કરતા નજરે પડ્યા.
દુબઈ લાઈટ શોનું આયોજન
નવા વર્ષ 2026ની પૂર્વસંધ્યાએ આયોજિત દુબઈ લાઇટ શો માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
હિમાચલ પ્રદેશનું ડેલહાઉસી ગુંજી ઉઠ્યું
હિમાચલ પ્રદેશનું ડેલહાઉસી નવા વર્ષની પૂર્વ રાત્રીએ ગુંજી રહ્યું છે, કારણ કે પ્રવાસીઓ નવા વર્ષ 2026 ને આવકારવા માટે પર્યટન સ્થળ પર ઉમટી રહ્યા છે.
નવા વર્ષની ઉજવણીમાં ડૂબ્યું ચીન
દિલ્હીના ગુરૂદ્વારામાં ઉજવણી
દિલ્હી: નવા વર્ષ 2026 પહેલા ગુરુદ્વારા શ્રી બાંગ્લા સાહિબ ખાતે ભક્તોનું આગમન
સુરત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સુરત પોલીસ શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં બેરિકેડ ગોઠવી દેવાયા છે અને ચેકિંગ કામગીરી ચાલી રહી છે.
સિંગાપોરમાં નવા વર્ષનું વેલકમ
સિંગાપોરમાં નવું વર્ષ શરૂ થઈ ગયું છે. નવા વર્ષના સ્વાગતમાં આતશબાજી સાથે સ્વાગત કરાયું. લોકો ખૂબ જ ઉત્સાહથી નવા વર્ષની ઉજવણી કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.
તમિલનાડુમાં નવા વર્ષની ઉજવણી
તમિલનાડુના નાગપટ્ટિનમના વેલંકનીમાં નવા વર્ષની ઉજવણીના ભાગ રૂપે હજારો લોકો મધ્યરાત્રિની ખાસ પ્રાર્થના માટે એકઠા થયા.


