Get The App

'ભારતીયતા જ આપણી ઓળખ, રાષ્ટ્રધર્મથી મોટો કોઈ ધર્મ નહીં', ઉપરાષ્ટ્રપતિ ધનખડનું મોટું નિવેદન

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
'ભારતીયતા જ આપણી ઓળખ, રાષ્ટ્રધર્મથી મોટો કોઈ ધર્મ નહીં', ઉપરાષ્ટ્રપતિ ધનખડનું મોટું નિવેદન 1 - image


Vice President Jagdeep Dhankhar In RVSKVV : ગ્વાલિયર સ્થિત રાજમાતા વિજયારાજે સિંધિયા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, 'ભારતીયતા આપણી ઓળખ છે અને રાષ્ટ્રીય ધર્મથી ઉપર કોઈ ધર્મ ન હોઈ શકે.' ધનખડે કહ્યું હતું કે, 'રાજમાતાનું જીવન પ્રેરણાદાયક રહ્યું છે. તેમણે પોતાનું આખું જીવન ત્યાગ અને સમર્પણ સાથે જીવ્યું. આજે ભારત પહલગામના પડકારનો સામનો કરી રહ્યું છે, પરંતુ આજે આપણી પાસે એક મજબૂત ભારત છે, જેની પાસે સક્ષમ નેતૃત્વ છે.' તમને જણાવી દઈએ કે, 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે.

ઉપરાષ્ટ્રપતિએ શું કહ્યું?

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, 'રાજમાતાનો સંદેશ હતો કે, રાષ્ટ્રવાદ જ સર્વોપરિ છે. આમ ભારત જ આપણી સાચી ઓળખ છે.' ધનખડેએ વિદ્યાર્થીઓને હંમેશા દેશને પ્રાથમિકતા આપવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, 'રાષ્ટ્રહિતથી આગળ કાંઈ નથી. હંમેશા દેશને સૌથી ઉપર રાખો. રાજમાતા હંમેશા દેશ માટે મજબૂતી ઊભા રહ્યા અને પોતાનું આખું જીવન દેશ સેવામાં નીછાવર કરી દીધી.'

રાષ્ટ્રમાં ખેડૂતોની ભૂમિકાને લઈને ઉપરાષ્ટ્રપતિએ શું કહ્યું?

ખેડૂતો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, 'ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ખેડૂતોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. વિકસિત ભારતનો રસ્તો આપણા ખેતરોમાંથી પસાર થાય છે. ભારત હંમેશાથી કૃષિ પ્રધાન દેશ રહ્યો છે અને આજે આપણે એક નવી કૃષિ ક્રાંતિના ઉંબરે ઉભા છીએ જે આપણું ભવિષ્ય નક્કી કરશે.' ઉપરાષ્ટ્રપતિએ ખેડૂતોની પીડિ અને તેમના પ્રતિ સંવેદનશીલતા રાખવા પર જોર દીધુ હતું. આપણા ખેડૂતોને ફક્ત ઉત્પાદક્તા જ નહીં, પરંતુ આપણે 'કૃષિપ્રેન્યોર' એટલે કે કૃષિ ઉદ્યોગસાહસિક બનાવવા પડશે.'

આ પણ વાંચો: કોંગ્રેસ નેતા અજય રાયે રાફેલને ગણાવ્યું 'રમકડું'! ભાજપે કહ્યું- 'વિપક્ષ પાકિસ્તાની પ્રવક્તા બની ગયું'

ઉપરાષ્ટ્રપતિએ ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના સૂત્ર 'જય જવાન, જય કિસાન'ના નારાની યાદ અપાવી હતી, જેને પાછળથી અટલ બિહારી વાજપેયી દ્વારા 'જય વિજ્ઞાન' સાથે જોડવામાં આવ્યું હતું અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને 'જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન' સુધી લંબાવ્યું છે. ઉપરાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓ અને સંશોધકોને આ વિઝનને સાકાર કરવા માટે નવીનતા, વિજ્ઞાન અને સંશોધન દ્વારા સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરી હતી.

Tags :