India

દુનિયામાં ફક્ત એક જ જગ્યાએ થાય છે રાવણના ભાઈ વિભિષણની પૂજા, 5000 વર્ષ જૂનું છે મંદિર

By GS TEAM
5 Mar 20262 mins read
TukuTouch Logo
દુનિયામાં ફક્ત એક જ જગ્યા એટલે કે રાજસ્થાનના કોટા જિલ્લામાં રાવણના ભાઈ વિભિષણની પૂજા કરવામાં આવે છે. અહીં 5000 વર્ષ જૂનું મંદિર પણ આવેલું છે. આમ, કોટા જિલ્લાના કૈથુન શહેરમાં દર વર્ષે ધૂળેટીના દિવસે યોજાતા પરંપરાગત વિભિષણ મેળાનું રાજસ્થાનના શિક્ષણ અને પંચાયતી રાજ મંત્રી મદન દિલાવરે ઉદ્ઘાટન કર્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

દુનિયામાં ફક્ત એક જ જગ્યાએ થાય છે રાવણના ભાઈ વિભિષણની પૂજા, 5000 વર્ષ જૂનું છે મંદિર

Vibhishan Temple Kaithun Kota Rajasthan : દુનિયામાં ફક્ત એક જ જગ્યા એટલે કે રાજસ્થાનના કોટા જિલ્લામાં રાવણના ભાઈ વિભિષણની પૂજા કરવામાં આવે છે. અહીં 5000 વર્ષ જૂનું મંદિર પણ આવેલું છે. આમ, કોટા જિલ્લાના કૈથુન શહેરમાં દર વર્ષે ધૂળેટીના દિવસે યોજાતા પરંપરાગત વિભિષણ મેળાનું રાજસ્થાનના શિક્ષણ અને પંચાયતી રાજ મંત્રી મદન દિલાવરે ઉદ્ઘાટન કર્યું હતું. 

સત્તાવાર સૂત્રોએ બુધવારે(4 માર્ચ, 2026) જણાવ્યું હતું કે, છેલ્લા 45 વર્ષથી આયોજિત આ મેળામાં હિરણ્યકશ્યપનું પૂતળું બનાવવામાં આવે છે. આસપાસના વિસ્તારના મંદિરોમાંથી દેવ વિમાનો શોભાયાત્રામાં વિભિષણ મંદિર પહોંચે છે. ધાર્મિક પૂજા પછી બધા દેવ વિમાનો મેળા સ્થળે પહોંચે છે, જ્યાં મુખ્ય મહેમાન દ્વારા હિરણ્યકશ્યપના પૂતળાનું દહન કરવામાં આવે છે.

5000 વર્ષ જૂનું મંદિર

કોટા પાસેના કૈથુનમાં સ્થિત વિભિષણનું મંદિર 5000 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, ભગવાન રામના રાજ્યાભિષેક પછી વિભિષણે ભગવાન શિવ અને હનુમાનને ભારતની યાત્રા પર લઈ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેઓ તેમની સાથે એક વિશાળ કાંવડમાં બેસાડીને નીકળ્યા હતા. જ્યારે આરામ કરવા માટે કાંવડ કૈથુન (પ્રાચીન નામ કૌથુનપુર અથવા કનકપુરી) ખાતે  જમીન પર ઉતારવામાં આવ્યું ત્યારે શરત મુજબ તેઓ ત્યાંજ રોકાઈ ગયા. એવું માનવામાં આવે છે કે, ચૌરચૌમામાં મહાદેવ અને રંગબારી હનુમાન સ્થાપિત થય. જ્યારે વિભિષણ કૈથુન ખાતે રોકાયા હતા. આ મૂર્તિ ધડથી ઉપરની છે, બાકીનું શરીર જમીનમાં દફનાવવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન! નહીં પડે તેલની તંગી: રિપોર્ટ

હોળી પર યોજાઈ છે મેળો

દર વર્ષે હોળીની આસપાસ સાત દિવસનો મેળો યોજાઈ છે. આ દેશનું એકમાત્ર એવું સ્થળ છે, જ્યાં હોલિકા દહન બાદ ધૂળેટી પર હિરણ્યકશ્યપના પુતળાનું દહન કરવામાં આવે છે. મંદિરના વર્તમાન માળખા વિશે કહેવામાં આવે છે કે, આશરે 1770-1821માં મહારાવ ઉમ્મેદસિંહ પ્રથમે આ મંદિર બનાવ્યું હતું. 


સૂત્રોના મુજબ, આ વર્ષે શિક્ષણ અને પંચાયતના રાજ્યમંત્રી મદન દિલાવર મેળામાં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા. તેમણે કહ્યું કે, 'આપણી સંસ્કૃતિ અભિન્ન છે. મેળાના કારણે સમાજમાં એકરૂપતા વધે છે. વિભિષણ ધર્માત્મા હતા અને પ્રભુ રામના મોટા ભક્ત હતા.'