સિલ્કયારા ટનલ ઓપરેશન : શ્રમિકોના હિતમાં CM ધામીની 2 મોટી જાહેરાત

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શ્રમિકોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી

ધામીએ ટનલની બહાર બાબા બૌખનાગનું મંદિર સ્થાપવાની પણ જાહેરાત કરી

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
સિલ્કયારા ટનલ ઓપરેશન : શ્રમિકોના હિતમાં CM ધામીની 2 મોટી જાહેરાત 1 - image

ઉત્તરકાશી, તા.28 નવેમ્બર-2023, મંગળવાર

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકો માટે આજે બહાર કાઢવામાં આવ્યા છે, જેને પગલે પરિવારજનો ઉપરાંત દેશભરમાં હર્ષોલ્લાસ છવાયો છે. NDRF, SDRF, સેના, ઉત્તરાખંડ પોલીસ, વહિવટી તંત્ર સહિતની ટીમ દ્વારા અથાગ મહેનત બાદ શ્રમિકોને નવજીવન મળ્યું છે, તો રાજ્યના મુખ્યમંત્રીએ ટનલ પાસે સતત ઉપસ્થિત રહેવા ઉપરાંત તમામ શ્રમિકોનું સ્વાગત પણ કર્યું હતું. ઉપરાંત મુખ્યમંત્રીએ આજે શ્રમિકોના હિતમાં 2 મોટી જાહેરાતો પણ કરી છે.

શ્રમિકોને આર્થિક સહાય આપવાની જાહેરાત

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (CM Pushkar Singh Dhami)એ શ્રમિકોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અમારી સરકારે શ્રમિકોને 1 લાખ રૂપિયા સહાયતા રકમ આપવાનો નિર્ણય કર્યો છે. આ રકમ શ્રમિકોને આવતીકાલે આપવામાં આવશે. ઉપરાંત મુખ્યમંત્રીએ શ્રમિકોને યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવા NHIDCLને પણ આદેશ આપ્યો છે. આ સાથે સીએમએ બીજી મહત્વની જાહેરાત કરી છે. ધામીએ ટનલની બહાર બાબા બૌખનાગનું મંદિર સ્થાપવાની જાહેરાત કરી છે.

શ્રમિકોને બહાર કાઢવા CMનો પ્લાન શું હતો ?

મુખ્યમંત્રી ધામીએ શ્રમિકોને ટનલમાંથી બહાર કાઢવાના પ્લાન અંગે જણાવ્યું કે, સૌ પહેલા નાના શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા છે, ત્યારબાદ અન્ય લોકોને કઢાયા છે. 5-5ના ગ્રુપમાં શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા છે.

ધામીએ નિતિન ગડકરી-વી.કે.સિંહનો આભાર માન્યો

પુષ્કર સિંહ ધામીએ કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) અને જનરલ વી.કે.સિંહ (General VK Singh)નો પણ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, PMOના ઘણા અધિકારીઓ અહીં ઉપસ્થિત હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, હું પોતે હાલ રૈટ માઈનર્સને મળ્યો છું. આ ઓપરેશનની સફળતા પાછળ ગોરખપુર અને દિલ્હીના રેટ માઈનર્સનું મુખ્ય યોગદાન છે.

PM મોદી દરરોજ અપડેટ લેતા હતા : CM ધામી

શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દિવસમાં 2 વખત શ્રમિકો અંગે અપટેડ મેળવતા હતા. મુખ્યમંત્રીએ તમામ વૈજ્ઞાનિકોને પણ અભિનંદન પાઠવ્યા છે.


Google NewsGoogle News