VIDEO : ઉત્તરાખંડમાં ભયાનક અકસ્માત, મુસાફરો ભરેલી જીપ ખીણમાં ખાબકી, 8ના મોત, 3ને ઈજા
Pithoragarh Road Accident : ઉત્તરાખંડમાં આજે ભયાનક દુર્ઘટના બની છે. અહીં પિથોરાગઢ જિલ્લાના મુવાની વિસ્તારમાં મુસાફરો ભરેલી એક જીપ ખીણમાં ખાબકી છે, જેમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર ઈજાગ્રસ્ત થતા તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડાયા છે.
ગ્રામીણોની મદદથી ખીણમાંથી ઈજાગ્રસ્તોને બહાર કઢાયા
ઘટનાની જાણ થતાં પોલીસ સહિતની ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે. ગ્રામીણ લોકોની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન કરી ખીણમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે, ખીણમાં ખાબકેલી જીપ મુવાનીથી બોકટા ગામ તરફ જઈ રહી હતી. આ દરમિયાન જીપના ચાલકે વાહન પર કાબુ ગુમાવતા ખીણમાં ખાબકી છે. હાલ મૃતકોની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે. બીજી તરફ જિલ્લા વહિવટીતંત્રએ ઘટનાની તપાસ કવાના આદેશ આપી દીધા છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્ટે આપ્યા જામીન: જાણો શું છે મામલો
ઘટનામાં આઠ લોકોના મોત
પિથોરાગઢના એસપી રેખા યાદવે કહ્યું કે, અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. જીપ કેવી રીતે ખીણમાં ખાબકી તે અંગે ઊંડાણપૂર્વ તપાસ શરૂ કરી દેવાઈ છે. પિથોરાગઢ પર્વતીય વિસ્તાર છે, તેથી તેને મિની કાશ્મીર પણ કહેવામાં આવે છે. ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલ પિથોરાગઢની ખીણ, પહાડો અને હવામાન અનેક બાબતે કાશ્મીર જેવું લાગે છે.