Get The App

મંત્રી શિરસાટ, ધારાસભ્ય ગાયકવાડના કાંડ બાદ શિંદે આક્રમક ! કહ્યું, ‘કાર્યવાહી કરવા મજબૂર ન કરો’

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
મંત્રી શિરસાટ, ધારાસભ્ય ગાયકવાડના કાંડ બાદ શિંદે આક્રમક ! કહ્યું, ‘કાર્યવાહી કરવા મજબૂર ન કરો’ 1 - image


Maharashtra Political News : શિવસેનાના મંત્રી સંજય શિરસાટ અને ધારાસભ્ય સંજય ગાડકવાડની કરતૂત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. બંને નેતાના કાંડ બાદ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Maharashtra Deputy CM Eknath Shinde)એ પાર્ટીના ધારાસભ્યો અને મંત્રીઓને કડક શબ્દોમાં કહ્યું છે કે, ‘જાહેર જીવનમાં શિસ્તનું પાલન કરો અને અમને કાર્યવાહી કરવા માટે મજબૂર ન કરો.’

પાર્ટીના ધારાસભ્ય-મંત્રીઓને શિંદેની ચેતવણી

એકનાથ શિંદેએ પાર્ટીની બેઠકમાં ધારાસભ્યો અને મંત્રીઓને ચેતવણી આપવાની સાથે કહ્યું કે, ‘જાહેર જીવનમાં શિસ્ત ખૂબ જરૂરી છે અને આપણે શિસ્તતા જાળવવાની છે. હું આપ તમામ લોકો પાસે શિસ્ત અને જવાબદારીની અપેક્ષા રાખું છું. તમે બહારના કોઈપણ પ્રભાવ કે પછી શક્તિના દબાણમાં આવીને નિર્ણય ન લો. પ્રજાના વિરોધના કારણે કેટલાક મંત્રીઓએ પદ છોડવું પડ્યું છે. મને મારા જ પરિવારના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવી પસંદ નથી, જોકે મને એવું લાગી રહ્યું છે કે, મને કાર્યવાહી કરવા માટે મજબૂર ન કરો. તમે નક્કામા મુદ્દાઓ પર પોતાની ઉર્જા બરબાદ ન કરો. તમે ઓછું બોલો અને વધુ કામ કરો. હું બોસની જેમ વ્યવહાર કરતો નથી, ગુસ્સે પણ થતો નથી. હું એક કાર્યકર્તા તરીકે કામ કરું છું અને આશા રાખું છું કે, તમે પણ એક કાર્યકર્તાની જેમ વ્યવહાર કરો.’

મંત્રી સંજય શિરસાટ કાંડ : IT નોટિસ અને નોટો ભરેલી બેગ

વાસ્તવમાં આયકર વિભાગે 2019-2024 વચ્ચે વધેલી સંપત્તિ મામલે તાજેતરમાં જ શિવસેનાના મંત્રી સંજય શિરસાટ (Maharashtra Minister Sanjay Shirsat)ને નોટિસ ફટકારી હતી. તેના થોડા દિવસ બાદ અન્ય એક ઘટનામાં શિરસાટનો નોટોથી ભરેલી બેગ અને સિગારેટના કશ સાથેનો વીડિયો વાયરલ થયો છે, જેના કારણે મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકાર બેકફૂટ પર ધકેલાઈ ગઈ હતી. આ દરમિયાન વિપક્ષો શિરસાટ પર આક્રમક બની ગયા હતા. વાયરલ થયેલા વીડિયોમાં શિરસાટ શોર્ટ્સ અને ગંજી પહેરેલી સ્થિતિમાં બેડ પર બેઠા જોવા મળી રહ્યા હતા. તેઓ સિગારેટને કશ લેતા અને ફોન પર કોઈની સાથે વાત કરતા નજર આવી રહ્યા હતા. તેમની પાસે કાળા રંગની બે બેગ પડેલી હતી, જેમાં એક ખુલ્લી બેગમાં નોટોના બંડલો અને બીજી બેગ બંધ દેખાઈ રહી છે. વીડિયોમાં તેમનું પાળતું શ્વાન પણ દેખાઈ રહ્યું છે. 

સંજય રાઉતે શિરસાટનો શેર કર્યો હતો વીડિયો

શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે (Sanjay Raut) સંજય શિરસાટનો વીડિયો શેર કર્યો હતો. તેમણે લખ્યું કે, ‘મને દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પર દયા આવી રહી છે. છેવટે તેમણે કેટલીક જોવું પડશે કે, તેમની ઈજ્જત વારંવાર કલંકિત થઈ રહી છે. મજબૂરીનું બીજુ નામ: ફડણવીસ...’ રાઉતે વીડિયો શેર કર્યા બાદ શિરસાટે કહ્યું કે, ‘હું પ્રવાસ કરી પરત આવી રહ્યો હતો અને કપડાં બદલ્યા બાદ મારા બેડરૂમમાં બેઠો હતો. મારો શ્વાસ પણ મારી સાથે હતો. એવું લાગે છે કે, તે સમયે કોઈએ મારો વીડિયો રેકોર્ડ કર્યો છે. શિરસાટે આઈટી નોટિસ અંગે પણ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, ‘કેટલાક લોકોને મારાથી વાંધો છે, પરંતુ તેમને જવાબ મળી જશે. સિસ્ટમ પોતાનું કામ કરી રહ્યું છે અને મને તેનાથી કોઈ સમસ્યા નથી. હું કોઈપણ દબાણમાં નથી. આવકવેરા વિભાગની તપાસ ચાલુ છે. હું કોઈ પણ તપાસનો સામનો કરવા માટે તૈયાર છું.’

ધારાસભ્ય સંજય ગાડકવાડ કાંડ : કેન્ટીનના મેનેજરને ઢોર માર માર્યો

8 જુલાઈના રોજ મહારાષ્ટ્રમાં શાસક ગઠબંધનના ધારાસભ્ય સંજય ગાયકવાડે (MLA Sanjay Gaikwad) વાસી ખોરાક પીરસવા બદલ કૅન્ટીન મેનેજરને ઢોર માર માર્યો હતો. તેઓ દાળની નબળી ગુણવત્તાને લઈને ગુસ્સે ભરાયા અને કૅન્ટીન મેનેજરને માર માર્યો હતો. ધારાસભ્યનો કૅન્ટીન મેનેજરને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટના બાદ રાજકારણમાં ખળભળાટ મચ્યો હતો અને ગાયકવાડ પર લોકોએ આક્રોષ ઢાલવ્યો હતો. ત્યારબાદ મુંબઈ ધારાસભ્ય છાત્રાલયની કૅન્ટીનનું લાઇસન્સ હવે રદ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ખોરાકની ગુણવત્તા નબળી હોવાના આરોપસર કૅન્ટીનનું લાઇસન્સ રદ કર્યું હતું. 

આ પણ વાંચો : બ્રિજ ઉદ્ઘાટનના આમંત્રણ મામલે નીતિન ગડકરી અને કોંગ્રેસના મુખ્યમંત્રી વચ્ચે ચણભણ!

આ પણ વાંચો : પૂણે પોર્શ કાર કેસ: બે વ્યક્તિને કચડીને મારી નાંખનારા છોકરાને સગીર માનીને જ કેસ ચલાવાશે

Tags :