ઉત્તરાખંડના હર્ષિલમાં સેનાનો કેમ્પ પૂર અને કાટમાળની ઝપેટમાં, 8-10 જવાન ગુમ, રેસ્ક્યૂ ઓપરેશનમાં વાયુસેના જોડાઈ
Uttarkashi Cloudburst: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલીમાં વાદળ ફાટવાથી નીચાણવાળા ગામોમાં અચાનક પૂર આવ્યું અને અનેક મકાનો દટાયા અને તણાઈ ગયા. આ કાટમાળ પૂરમાં હર્ષિલમાં સ્થિત સેનાનો કેમ્પ પણ આવી ગયો, જ્યારબાદ સેનાના 8-10 જવાન પણ ગુમ થયા છે. ઉત્તરકાશીના હર્ષિલ નજીક ધરાલી ગામ નજીક મંગળવાર (5 ઓગસ્ટ 2025)ના રોજ વાદળ ફાટ્યા બાદ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા.
8-10 ભારતીય સેનાના જવાન ગુમ
ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટના અનુસાર, ભારતીય સેનાના અધિકારીઓએ કહ્યું કે, નિચાણવાળા હર્ષિલ વિસ્તારમાં એક શિબિરથી 8-10 ભારતીય સેનાના જવાન ગુમ થયા છે. આ ઘટનામાં પોતાના જ લોકો ગુમ થયા હોવા છતા ભારતીય સેનાના જવાન રાહત કાર્યોમાં લાગેલા છે.
ધરાલીમાં રેસ્ક્યૂ ઓપરેશન માટે ભારતીય વાયુસેના આગળ આવી
ભારતીય સેનાની સાથો સાથે ITBP, SDRF સહિત અલગ અલગ રાહત અને બચાવ ટીમો રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી ગઈ છે. આ વચ્ચે સમાચાર છે કે ભારતીય વાયુસેના પણ ધરાલીમાં રેસ્ક્યૂ ઓપરેશન માટે તૈયાર છે. જેવી રીતે વાદળ ફાટશે એવી જ રીતે ભારતીય વાયુસેનાના જવાન ચિનૂક MI-17, ચીતા અને ALH હેલિકોપ્ટર ધરાલી માટે રવાના થઈ જશે.
ભારતીય વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું છે કે, વાયુ સેનાના જવાન અને હેલિકોપ્ટર જરૂરિયાતનો સામાન અને ઉપકરણોની સાથે ધરાલી રવાના થવા માટે તૈયાર છે. હવામાન સાફ થતાં જ તેઓ ચંડીગઢ એરબેઝથી ઉત્તરાખંડ માટે રવાના થઈ જશે.
ડોક્ટરોની એક વિશેષ ટીમ ધરાલી માટે રવાના
આ ભયંકર સંકટની ગંભીરતાને જોતા ડોક્ટરોની એક વિશેષ ટીમને તાત્કાલિક ધરાલી વિસ્તાર માટે રવાના કરવાના નિર્દેશ અપાયા છે. આ ટીમમાં સર્જન, એનેસ્થેટિક, ફિઝિશીયન અને ઓથોપેડિક સર્જન સામેલ છે.
ભારતીય હવામાન વિભાગે 4 ઓગસ્ટે ઉત્તરાખંડના અનેક વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું હતું. IMDએ ઉત્તરકાશી, પૌડી ગઢવાલ, ટિહરી અને ચમોલી સહિત ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી હતી.