Get The App

VIDEO: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, અનેક ઘર તણાયા, 4ના મોત, 100 ફસાયા અને 60 ગુમ

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, અનેક ઘર તણાયા, 4ના મોત, 100 ફસાયા અને 60 ગુમ 1 - image


Uttarkashi Cloudburst: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટતા ભારે તબાહી સર્જાઈ છે. મંગળવારે (પાંચમી ઓગસ્ટ) ગંગોત્રી ધામ અને મુખવા નજીક આવેલા ધારાલી ગામમાં વાદળ ફાટતાંની સાથે જ ડુંગરનો કાટમાળ પૂરના રૂપમાં નીચે આવી ગયો હતો. જેના કારમે રાલી બજાર અને આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. આ દુર્ઘટનામાં ચારના મોત, 100 લોકો ફસાયા અને 60 લોકો ગુમ થયાના અહેવાલ છે. હાલ સેના, પોલીસ, SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.

ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા

ઉત્તરકાશીના ધારાલી ગામમાં વાદળ ફાટ્યા બાદ પૂરના રૂપમાં ડુંગરમાંથી ઘણો કાટમાળ નીચે આવ્યો હતો. જેના કારણે ઘણા લોકો દટાયા હોવાની શક્યતા છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમા જોઈને ખ્યાલ આવે છે કે આ પૂર કેટલું ભયાનક હતું. આ દ્રશ્ય જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા. આ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે લોકોમાં ડરનો માહોલ છે. 

વહીવટીતંત્રે તમામ લોકોને સલામત રહેવાની સલાહ આપી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી શાર્દુલ ગુસાઈને જણાવ્યું હતું કે 'બચાવ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.'


ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે 'યુદ્ધના ધોરણે મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે.' ભૂસ્તરશાસ્ત્રીઓના જણાવ્યાનુસાર, વાદળ ફાટવું એ એક કુદરતી પ્રક્રિયા છે, પરંતુ નદી કિનારે વાદળ ફાટવાની ઘટના ભારે તબાહી મચાવી શકે છે. 

કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી, NDRFની ટીમો રવાના 


સેનાના જવાનો રાહત અને બચાવ કાર્યમાં જોડાયા: સેના


Tags :