Get The App

લાફાનો બદલો લેવા ધો.9ના વિદ્યાર્થીએ તમંચો કાઢીને શિક્ષકને ગોળી ધરબી દીધી, ઉત્તરાખંડની ચોંકાવનારી ઘટના

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
લાફાનો બદલો લેવા ધો.9ના વિદ્યાર્થીએ તમંચો કાઢીને શિક્ષકને ગોળી ધરબી દીધી, ઉત્તરાખંડની ચોંકાવનારી ઘટના 1 - image
Image AI 

Uttarakhand student shoots teacher : ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાના કાશીપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી સ્કૂલમાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીએ તેના શિક્ષક પર તમંચો કાઢી ગોળી મારી દીધી છે. ગોળી શિક્ષકના જમણા ખભા નીચે વાગી હતી, ત્યારબાદ તેમને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

લંચ બોક્સમાં તમંચો છુપાવીને સ્કૂલમાં લાવ્યો

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડ મારતા વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે ઝઘડો શરૂ થયો. ત્યાર પછી વિદ્યાર્થી ગુસ્સામાં પોતાના લંચ બોક્સમાં તમંચો છુપાવીને સ્કૂલમાં લાવ્યો અને વર્ગખંડમાં જ શિક્ષકને ગોળી મારી દીધી.

આ પણ વાંચો: રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર એક સાથે છ પ્રહાર, વૉટ ચોરીનો પણ ફરી ઉઠાવ્યો મુદ્દો

પોલીસે વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો છે અને પિસ્તોલ કબજે કરી

આ સનસનાટીભરી ઘટના બાદ સમગ્ર જિલ્લામાં શિક્ષકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઉત્તરાખંડના સીબીએસઈ બોર્ડ સાથે જોડાયેલા શિક્ષકો આ ઘટનાના વિરોધ હડતાળ બાદ ધરણા પર બેઠા છે. કાશીપુર સહિત અનેક જગ્યાએ આજે ​​શાળાઓ બંધ રાખવામાં આવી હતી. પોલીસે વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો છે અને પિસ્તોલ કબજે કરી છે, તેમજ મામલાની તપાસ શરૂ કરી છે. હાલમાં શિક્ષકની હાલત ગંભીર છે.

વિદ્યાર્થીએ ટિફિન બોક્સમાંથી પિસ્તોલ કાઢી અને શિક્ષક પર ગોળીબાર કર્યો

કાશીપુરના કુંડેશ્વરી રોડ પર આવેલી એક ખાનગી સ્કૂલમાં બુધવારે શિક્ષક ગગનદીપ સિંહ કોહલી સવારે 9.45 વાગ્યે ભૌતિકશાસ્ત્રનો વર્ગ લેવા પહોંચ્યા હતા. ઇન્ટરવલ પછી તે ક્લાસરુમમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે પાછળથી આ વિદ્યાર્થીએ ટિફિન બોક્સમાંથી પિસ્તોલ કાઢી અને શિક્ષક પર ગોળીબાર કર્યો હતો.

એ પછી વિદ્યાર્થીએ ત્યાથી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ શિક્ષકોએ તેને પકડી લીધો. ઘાયલ શિક્ષકને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એએસપી અભય સિંહે જણાવ્યું કે, શિક્ષકની ફરિયાદ પર સગીર આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં તેને પોલીસ સંરક્ષણમાં લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વિદેશ મંત્રી જયશંકરે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે કરી મુલાકાત, જાણો શું કરી વાત

યુએસ નગર જિલ્લામાં આજે ખાનગી સ્કૂલો બંધ

શિક્ષક પર ગોળીબારના વિરોધમાં જિલ્લાની તમામ સીબીએસઈ અને માન્ય ખાનગી સ્કૂલો ગુરુવારે બંધ રહેશે. ઉધમ સિંહ નગર સ્વતંત્ર શાળા સંગઠનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં શિક્ષકો કાળો દિવસ મનાવશે. બુધવારે કુંડેશ્વરી રોડ પર સ્થિત એક ખાનગી સ્કૂલોમાં એસોસિએશનની બેઠક યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થી દ્વારા શિક્ષક પર ગોળીબાર કરવાની ઘટનાની નિંદા કરવામાં આવી હતી.