India

વિદેશ મંત્રી જયશંકરે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે કરી મુલાકાત, જાણો શું કરી વાત

By GS TEAM
21 Aug 20252 mins read
TukuTouch Logo
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે (21 ઓગસ્ટ) મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી છે. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા અને વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. પુતિન સાથેની મુલાકાત પહેલાં જયશંકરે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે પણ વિગતવાર વાતચીત કરી હતી, જેનું મુખ્ય કારણ બંને દેશો વચ્ચેના વેપારી સંબંધોને આગળ ધપાવવાનું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદેશ મંત્રી જયશંકરે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે કરી મુલાકાત, જાણો શું કરી વાત

India-Russia Relations : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે (21 ઓગસ્ટ) મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી છે. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા અને વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.  પુતિન સાથેની મુલાકાત પહેલાં જયશંકરે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે પણ વિગતવાર વાતચીત કરી હતી, જેનું મુખ્ય કારણ બંને દેશો વચ્ચેના વેપારી સંબંધોને આગળ ધપાવવાનું હતું.

'મેક ઇન ઈન્ડિયા'ને રશિયાનું સમર્થન

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જયશંકરે (S.Jaishankar) કહ્યું કે, ‘અમારું માનવું છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ભારત-રશિયા વચ્ચેના સંબંધો વિશ્વના સૌથી મજબૂત સંબંધોમાંથી એક છે. રશિયા સાથેનો ભારતનો સંરક્ષણ અને સૈન્ય સહયોગ અત્યંત મજબૂત છે. રશિયા 'મેક ઇન ઇન્ડિયા' લક્ષ્યાંકોનું સમર્થન કરે છે, જેમાં સંયુક્ત ઉત્પાદન અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે.’ આ બેઠકોમાં વિદેશ મંત્રીએ રશિયન સેનામાં સેવા આપી રહેલા ભારતીય નાગરિકોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ વાતચીતથી સ્પષ્ટ થાય છે કે બંને દેશો માત્ર વેપાર જ નહીં, પરંતુ સંરક્ષણ અને વ્યૂહાત્મક ભાગીદારીમાં પણ ઊંડા સંબંધો જાળવી રહ્યા છે.

આ પણ વાંચો : ભારતને 21 મિલિયન ડોલર આપ્યા હોવાનો ટ્રમ્પનો દાવો ખોટો, અમેરિકન એમ્બેસીએ જ કરી સ્પષ્ટતા

પુતિન ભારત આવશે

ઉલ્લેખનીય છે કે, પુતિન (Russian President Vladimir Putin) નવેમ્બર અથવા ડિસેમ્બરમાં ભારતની મુલાકાત કરી શકે છે. ત્યારે આ મુલાકાતને અંતિમ રૂપ આપવા માટે જયશંકર મોસ્કો મંગળવારથી જ મોસ્કોમાં છે. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે રશિયા પર પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે તે વૈકલ્પિક આર્થિક ભાગીદારો શોધી રહ્યું છે, અને ભારત એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે.

આ પણ વાંચો : પાકિસ્તાન સાથે ભારત દ્વિપક્ષીય સીરિઝ નહીં રમે, પણ એશિયા કપમાં અમે રમતા ન રોકી શકીએ : સરકારનો જવાબ