Get The App

‘વધારી દો મંદિરની સુરક્ષા...’ રામ મંદિર ટ્રસ્ટ અને UPના અનેક જિલ્લાના DMને મળ્યો બોમ્બથી ઉડાવવાની ધમકીનો મેઇલ

Updated: Apr 15th, 2025

GS TEAM


Google News
Google News
‘વધારી દો મંદિરની સુરક્ષા...’ રામ મંદિર ટ્રસ્ટ અને UPના અનેક જિલ્લાના DMને મળ્યો બોમ્બથી ઉડાવવાની ધમકીનો મેઇલ 1 - image


Uttar Pradesh News : અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાના જિલ્લા અધિકારીઓ(DM)ને ધમકીભર્યો મેઇલ મળ્યો છે. સોમવારે રાત્રે મેઇલ મળ્યા બાદ રામ મંદિરની સુરક્ષા વધારવાની ચેતવણી અપાઈ છે. મેઇલમાં લખ્યું છે કે, ‘વધારી દો મંદિરની સુરક્ષા.’ આ મેઇલની સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, મોટા ષડયંત્રની ધમકી અપાઈ છે. રામ મંદિર ટ્રસ્ટે ધમકીને ગંભીરતાથી લઈ અયોધ્યાના સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.

સુરક્ષા એજન્સીઓ ઍલર્ટ

ધમકીનો મેઇલ મળ્યા બાદ સુરક્ષા એજન્સી અયોધ્યામાં ઍલર્ટ જાહેર કરીને સર્ચ ઓપરેશન શરુ કરી દીધું છે. આ ઉપરાંત બારાબંકી, ચંદૌલી સહિતના જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે, કારણ કે આ જિલ્લાઓમાં ડીએમને પણ મેઇલ મોકલી બોમ્બથી ઉડાવવાની ધમકી અપાઈ છે.

તમિલનાડુથી મોકલાયો મેઇલ

સુરક્ષા એજન્સીઓએ પ્રાથમિક તપાસ કરતા મેઇલ તમિલનાડુથી મોકલાયો હોવાનું સામે આવ્યું છે. હવે સાયબર સેલે મેઇલ ક્યાંથી આવ્યો, કોણે મોકલ્યો, તેની તપાસ શરુ કરી દીધી છે. મેઇલ મોકલનારને ઝડપી પાડવા માટે તમામ પ્રયાસો શરુ કરી દેવાયા છે. હાલ અયોધ્યા, બારાબંકી, ચંદૌલી અને અન્ય સંબંધિત જિલ્લાઓમાં સુરક્ષા વધારવામાં આવી છે.

આ પણ વાંચો : મુર્શિદાબાદમાં વક્ફ વિરૂદ્ધ હિંસા માટે બાંગ્લાદેશીઓ જવાબદાર, તપાસ એજન્સીએ આપ્યો મહત્ત્વનો રિપોર્ટ

ચંદૌલીમાં કલેક્ટરની ઑફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી

ચંદૌલીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના ઓફિશિયલ મેઇલ આઈડી પર ચંદૌલીમાં કલેક્ટર ઑફિસને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો મેઇલ મળ્યો છે. કોઈ વ્યક્તિએ તમિલનાડુના રહેવાસી ગોપાલ સ્વામીના નામે આ મેઇલ મોકલ્યો હતો. કલેક્ટરની ઑફિસને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તાત્કાલિક તમામ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. આ ઉપરાંત પોલીસ ફોર્સ અને બોમ્બ સ્કવોડની ટીમને બોલાવાઈ છે અને ટીમ દ્વારા આખી બિલ્ડિંગમાં તપાસ શરુ કરી દેવાઈ છે. જોકે રાહતની વાત એ છે કે, શોધખોળ દરમિયાન કોઈપણ પ્રકારનો વિસ્ફોટક પદાર્થ અથવા શંકાસ્પદ સામગ્રી મળી નથી.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશના બસ અને રીક્ષા વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારના પાંચના મોત,16 ઈજાગ્રસ્ત

Tags :