Get The App

VIDEO : મુઝફ્ફરનગરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતની રેલીમાં બબાલ, ધક્કા-મુક્કી, ડંડો મારવાનો પ્રયાસ, પાઘડી પડી

Updated: May 2nd, 2025

GS TEAM


Google News
Google News
VIDEO : મુઝફ્ફરનગરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતની રેલીમાં બબાલ, ધક્કા-મુક્કી, ડંડો મારવાનો પ્રયાસ, પાઘડી પડી 1 - image


Uttar Pradesh News : ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં જન આક્રોશ રેલીમાં ભારે બબાલ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહીં ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી છે, જેમાં તેમની પાઘડી પડી ગઈ છે. આ દરમિયાન તેમના પર ડંડાથી હુમલો કરવાનો પણ પ્રયાસ કરાયો છે. એટલું જ નહીં અહીં ખેડૂત નેતા રાકૈશ ટિકૈત વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ થઈ રહ્યા છે. એવું કહેવાય છે કે, પોલીસે ભારે જહેમત ઉઠાવી ટિકૈતના મહામુસિબતે ત્યાંથી બહાર કાઢ્યા છે.

રાકેશ ટિકૈત સભામાં આવતા જ બબાલ

વાસ્તવમાં પહલગામ આતંકી હુમલાના વિરોધમાં મુઝફ્ફરનગરમાં બંધનું આહવાન કરાયું હતું. અહીં હિન્દુ સંગઠનોએ રેલી સાથે જનસભાનું પણ આયોજન કર્યું હતું, જેમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ સામેલ થયા હતા, જોકે તેઓ ત્યાં આવતા જ ભારે વિરોધ શરૂ થયો હતો. વિરોધ દરમિયાન તેમની સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી હતી, જેમાં તેમની પાઘડી પડી ઘઈ હતી. જે લોકો વિરોધ કરી રહ્યા હતા, તેમની સાથે કેટલાક લોકોની ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.

ટિકૈતનો વિરોધ કેમ કરવામાં આવ્યો?

મળતા અહેવાલો મુજબ રાકેશ ટિકૈતૈ (Rakesh Tikait) પહલગામ હુમલા (Pahalgam Terror Attack) અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું, જેના કારણે અનેક લોકો નારાજ થયા છે. તેઓ  જન આક્રોશ રેલીમાં આવતા જ લોકો ભડકી ગયા હતા અને તેમને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું. જોકે ટિકૈતી મંચ તરફ આગળ વધતા લોકો વધુ ગુસ્સે થયા અને હંગામો શરૂ થઈ ગયો. આ દરમિયાન તેમના વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર પણ થયા. એક વ્યક્તિએ તેમના પર ઝંડાથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. વિરોધ કરનારા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સમર્થનમાં પણ સૂત્રોચ્ચાર કર્યો હતો.

આ પણ વાંચો : VIDEO : કર્ણાટકમાં હિન્દુ કાર્યકર્તાની હત્યા બાદ બબાલ, દક્ષિણ કન્નડમાં અનેક બસો પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ

રાકેશ ટિકૈત શું બોલ્યા હતા?

પહલગામ આતંકી હુમલા બાદ રાકેશ ટિકૈતીએ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘આ ઘટનાથી કોને ફાયદો થઈ રહ્યો છ? ચોર તમારી વચ્ચે છે, પાકિસ્તાનમાં નહીં. હિન્દુ-મુસ્લિમ કોણ કરી રહ્યું છે, જવાબ તેની પાસે જ છે.’ આ નિવેદન બાદ તેમનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે.

પહલગામમાં 22 એપ્રિલે થયો હતો આતંકી હુમલો

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ હુમલા પછી ભારત અને પાકિસ્તાન (India-Pakistan Tension) વચ્ચેના સંબંધોમાં ઘણો તણાવ પેદા થયો છે. એટલું જ નહીં બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા પણ વાગી રહ્યા છે.

આ પણ વાંચો : VIDEO, ઉત્તર ભારતમાં મેઘરાજાનો કહેર, દિલ્હી-NCRમાં વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ, સાત લોકોના મોત

Tags :