ઉત્તરપ્રદેશમાં ગેરકાયદે ઘૂસણખોરો માટે બનાવાશે ડિટેન્શન સેન્ટર, CM યોગીનો આદેશ

Uttar Pradesh Government: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના તમામ જિલ્લા અધિકારીઓને ગેરકાયદે ઘૂસણખોરી પર તાત્કાલિક અને આકરી કાર્યવાહીના સ્પષ્ટ આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, રાજ્યની કાયદો વ્યવસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક સમરસતા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને કોઈપણ પ્રકારની ગેરકાયદે ગતિવિધિને સહન નહીં કરવામાં આવે. મુખ્યમંત્રી યોગીએ નિર્દેશ આપ્યા છે કે, દરેક જિલ્લા તંત્ર પોતાના વિસ્તારમાં રહેતા ગેરકાયદે ઘૂસણખોરોની ઓળખ કરે અને નિયમ અનુસાર કાર્યવાહી શરૂ કરે.
આ પણ વાંચો: 'જો હિન્દુ નહીં હોય તો દુનિયા જ નહીં રહે...' RSS પ્રમુખ મોહન ભાગવતનું ચર્ચાસ્પદ નિવેદન
મુખ્યમંત્રીએ એ પણ નિર્દેશ આપ્યા છે કે, ઘૂસણખોરોને રાખવા માટે દરેક જિલ્લામાં કામચલાઉ ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવે. આ કેન્દ્રોમાં ગેરકાયદેસર ભારતમાં ઘૂસેલા વિદેશી નાગરિકોને રાખશે અને જરૂરી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમના રહેઠાણની ખાતરી કરશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવેલા ઘુસણખોરોને નક્કી પ્રક્રિયા હેઠળ તેમને તેના મૂળ દેશ મોકલવામાં આવશે.
જોકે, નેપાળથી ખુલ્લી બોર્ડર શેર કરે છે. જ્યાં બંને દેશોના નાગરિક વગર રોકટોક આવી-જઈ શકે છે, પરંતુ અન્ય દેશોના લોકો પર તપાસ લાગુ થાય છે. યોગી આદિત્યનાથે 3 નવેમ્બરે બિહારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન દાવો કર્યો હતો કે, જો RJD સત્તામાં આવશે, તો ઘૂસણખોરોને રાજ્યની બહાર મોકલી દેવાશે અને તેમની સંપત્તિ ગરીબોમાં વહેંચી દેવાશે.
આ પણ વાંચો: 'જનતા પાસે મત છે, મારી પાસે પૈસા છે...', અજિત પવારનું વિવાદિત નિવેદન

