Get The App

‘તેઓ પાકિસ્તાનના છે કે હિન્દુસ્તાનના’ પહલગામ મુદ્દે અખિલેશના વિવાદાસ્પદ નિવેદન પર CM યોગીના પ્રહાર

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
‘તેઓ પાકિસ્તાનના છે કે હિન્દુસ્તાનના’ પહલગામ મુદ્દે અખિલેશના વિવાદાસ્પદ નિવેદન પર CM યોગીના પ્રહાર 1 - image


Uttar Pradesh Politics News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે (29 એપ્રિલ) દેવરિયા જાહેરસભા સંબોધી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો પણ  ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેમણે જાતિ મુદ્દે સમાજવાદી પાર્ટીને પણ ઘેરી હતી.

યુપીના સીએમએ સપા પર સાધ્યું નિશાન

યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘આ લોકો જાતિની વાત કરે છે, પરંતુ જ્યારે તેઓ સત્તામાં આવે છે, ત્યારે તૃષ્ટિકરણના રાજકારણની પરાકાષ્ઠા પાર કરી માત્ર પોતાના પરિવારના હિત વિશે વિચારે છે. 22 એપ્રિલે પહલગામમાં આતંકીઓએ પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો. જોકે આવી દુઃખદ ઘટના મુદ્દે સમાજવાદી પાર્ટી કેવા નિવેદનો કરી રહ્યા છે.

અખિલેશનું નિવેદન શરમજનક : યોગી આદિત્યનાથ

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, ‘ક્યારેક એ સમજવું પણ મુશ્કેલ બની જાય છે કે, આવું નિવેદન સમાજવાદી પાર્ટીના નેતા કરી રહ્યા છે કે પાકિસ્તાનના કોઈ પ્રવક્તા... કાશ્મીરનો એક યુવક શુભમ દ્વિવેદી પરિવાર સાથે પહલગામ ગયો હતો. આતંકીઓએ શુભમની નિર્મમ હત્યા કરી દીધી. આ હુમલામાં કાનપુરના યુવા શુભમનો જીવ જતો રહ્યો. જ્યારે પત્રકારોએ સપાના અધ્યક્ષને પૂછ્યું કે, કાનપુરના યુવાનું મોત થયું છે, તો તમે તેમના ઘરે જશો? તો તેઓ (સપા અધ્યક્ષ) કહે છે કે, તેઓ અમારી પાર્ટીના થોડા હતા. આ નિવેદન કેટલું દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે.

આ પણ વાંચો : 'આતંકીઓની જાસૂસીમાં ખોટું શું?' પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, રિપોર્ટ સાર્વજનિક કરવાનો ઈનકાર

સપાના નેતાએ ‘હિંદુએ જ હિંદુને માર્યા’

તેમણે વધુમાં કહ્યું કે, ‘આપણા નાગરિકો સાથે દેશની સંવેદના હોવી જોઈએ. ઘટનાને લઈ દેશભરના લોકો રોષમાં છે અને આતંકના કૃત્યની નિંદા કરી રહ્યો છે, જ્યારે સપાના લોકો આવા દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક નિવેદન કરી રહ્યા છે. સપાના એક રાષ્ટ્રીય મહાસચિવ પહલગામ હુમલા અંગે કહે છે કે, હિંદુએ જ હિંદુને માર્યા, આમ કહીને તેમણે પાકિસ્તાનને ક્લીનચીટ આપવાની દુષ્ટ ચેષ્ટા કરી છે.’ તેમણે કહ્યું કે, 140 કરોડ લોકોએ સાથે મળીને આતંકવાદ સામે દેશની લડાઈ લડવી જોઈએ.

આ પણ વાંચો : દિલ્હીમાં તાબડતોબ ચાર બેઠક, PM, ગૃહ અને સંરક્ષણ મંત્રી સહિતના નેતાઓ થશે સામેલ

Tags :